મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૫)

(૬) હાલતે નઝઅ માં(એટલે મોતની નિશાનીઓ દેખાવા લાગે ત્યારે)

عن عائشة رضي الله عنها قالت دخل عبد الرحمن بن أبي بكر ومعه سواك يستن به فنظر إليه رسول الله صلى الله عليه وسلم فقلت له أعطني هذا السواك يا عبد الرحمن فأعطانيه فقصمته (وفي رواية وطيبته) ثم مضغته فأعطيته رسول الله صلى الله عليه وسلم فاستن به وهو مستند إلى صدري (صحبح البخاري رقم ٨٩٠)

હઝરતે આંઈશા (રદિ.)  એ ફરમાવ્યુ કે મારો ભાઈ હઝરત અબ્દુર્રહમાન(રદિ.) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની વફાતનાં નજીક) (કમરામાં) ઓરડામાં દાખલ થયા. ત્યારે તેમની પાસે એક મિસ્વાક હતી. જેનાથી તેવણ મિસ્વાક કરતા હતા. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નઝર તે મિસ્વાક પર પડી. (પણ કમઝોરીનાં કારણે મિસ્વાક માંગી ન શક્યા. હું સમજી ગઈ કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈચ્છા છે કે તે સમયે મિસ્તેમાલ કરે) તેથી મેં મારા ભાઈને કહ્યુઃ મને તે મિસ્વાક આપો, મેં તે મિસ્વાક લીઘું, તેના ઉપરનાં ભાગનાં હિસ્સાને તોડીને અલગ કર્યુ, ત્યારબાદ એ મિસ્વાકને ચાવીને નરમ કર્યુ અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને પેશ કર્યુ, આપે તે મિસ્વાકને લીઘું એ હાલતમાં કે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મારા સીના પર ટેક લગાવેલી હતી.

(૭) કોઈ માણસ પેહલાથી બાવુઝૂ હતો અને નમાઝનો સમય થઈ ગયો, તો એના માટે મુસ્તહબ છે કે મોઢાની દુર્ગંધ વગેરે  દુર કરવા માટે નમાઝથી પેહલા મિસ્વાક કરી લે. એવી રીતે કોઈ મજલિસ(સભા) વગેરેમાં હાજર થવા પેહલા મિસ્વાક કરવું મુસ્તહબ છે. [૧૮]

(૮) અગર કોઈ બિમારીનાં કારણે અથવા પાણી ન હોવાનાં કારણે અથવા પાણીની ઓછુ હોવાનાં કારણે તયમ્મુમ કરે તો તયમ્મુમમાં મિસ્વાકની સાથે મોઢુ સાફ કરે અને પછી નમાઝ પઢે.

(૯) મિસ્વાક ઉપયોગ કરવા પછી તેને ઉભી કરીને સીઘી મુકો. [૧૯]

Source: http://ihyaauddeen.co.za/?cat=217


 

[૧૮] قال في إمداد الفتاح: وليس السواك من خصائص الوضوء، فإنه يستحب في حالات منها: تغير الفم، والقيام من النوم وإلى الصلاة، ودخول البيت، والاجتماع بالناس، وقراءة القرآن؛ لقول أبي حنيفة: إن السواك من سنن الدين فتستوي فيه الأحوال كلها. اهـ. وفي القهستاني: ولا يختص بالوضوء كما قيل، بل سنة على حدة على ما في ظاهر الرواية. وفي حاشية الهداية أنه مستحب في جميع الأوقات، ويؤكد استحبابه عند قصد التوضؤ فيسن أو يستحب عند كل صلاة اهـ وممن صرح باستحبابه عند صلاة أيضا الحلبي في شرح المنية الصغير، وفي هدية ابن عماد أيضا، وفي التتارخانية عن التتمة: ويستحب السواك عندنا عند كل صلاة ووضوء وكل ما يغير الفم وعند اليقظة. اهـ. فاغتنم هذا التحرير الفريد (شامي ١/١١٤)

«صلاة بسواك أفضل من سبعين صلاة بغير سواك» أي أنها تحصل بالإتيان به عند الوضوء. وعند الشافعي لا تحصل إلا بالإتيان به عند الصلاة. فعندنا كل صلاة صلاها بذلك الوضوء لها هذه الفضيلة خلافا له، ولا يلزم من هذا نفي استحبابه عندنا لكل صلاة أيضا حتى يحصل التنافي. وكيف لا يستحب للصلاة التي هي مناجاة الرب تعالى مع أنه يستحب للاجتماع بالناس. (شامي ١/١١٣)

[૧૯] (و) ندب إمساكه (بيمناه) وكونه لينا، مستويا بلا عقد، في غلظ الخنصر وطول شبر. ويستاك عرضا لا طولا، ولا مضطجعا؛ فإنه يورث كبر الطحال، ولا يقبضه؛ فإنه يورث الباسور، ولا يمصه؛ فإنه يورث العمى، ثم يغسله، وإلا فيستاك الشيطان به، ولا يزاد على الشبر، وإلا فالشيطان يركب عليه، ولا يضعه بل ينصبه، وإلا فخطر الجنون قهستاني. ويكره بمؤذ، ويحرم بذي سم (الدر المختار ١/١١٥)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...