જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ

(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ

اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا

એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને ઝખીરો બનાવે અને તેને અમારા માટે શાફેઅ (સિફારીશી) અને મુશફ્ફઅ બનાવે(તે માણસ જેની સિફારિશ(ભલામણ) કબૂલ કરવામાં આવે).

 (૧૨) અગર મય્યિત નાબાલિગ છોકરી હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ[૧૧]

اَللّٰهُمَّ اجْعَلْهَا لَنَا فَرَطًا وَّاجْعَلْهَا لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهَا لَنَا شَافِعَةً وَّمُشَفَّعَةً

એ અલ્લાહ! આ છોકરીને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને ઝખીરો બનાવે અને તેને અમારા માટે શાફેઅ (સિફારીશી) અને મુશફ્ફઅ બનાવે(તે માણસ જેની સિફારિશ(ભલામણ) કબૂલ કરવામાં આવે).

(૧૩) જનાઝાની નમાઝમાં ન તો તશહ્હુદની દુઆ(અત્તહિય્યાત) પઢવામાં આવે અને ન તો કુર્આન મજીદની કોઈ આયત પઢવામાં આવે.[૧૨]

(૧૪) અગર કોઈ માણસ જનાઝાની દુઆ ન જાણતો હોય, તો એનાં માટે નિચે પ્રમાણેની દુઆ કાફી છેઃ[૧૩]

اَلَّلهُمَّ اغْفِر لِلمُؤْمِنِينَ وَ المؤمِنَات

એ અલ્લાહ! દરેક મોમીન મર્દો અને મોમીન ઔરતોં ની મગફિરત ફરમાવ.

(૧૫) અગર કોઈ નવમુસ્લિમ(ઈસ્લામ કબૂલ કરે) જનાઝાની નમાઝની દુઆ નથી જાણતો, તો તેને જોઈએ કે જનાઝાની નમાઝની ચાર તકબીર પઢે, ચાર તકબીર ફર્ઝ છે અને તેને પઢવાથી જનાઝાની નમાઝ અદા થઈ જશે.

એટલા માટે કે જનાઝાની નમાઝ માં ષના, દુરૂદ અને દુઆ પઢવું ફર્ઝ નથી, બલકે સુન્નત છે.  જો કે દરેકે જનાઝાની નમાઝની મસ્નૂન દુઆઓ સીખવાની કોશિશ કરવી જોઈએ જેથી સુન્નત પ્રમાણે જનાઝાની નમાઝ અદા કરી શકે.[૧૪]

Source: http://ihyaauddeen.co.za/?p=1844


[૧૧] ( ولا يستغفر لمجنون أو صبي ) إذ لا ذنب لهما ( ويقول ) في الدعاء ( اللهم اجعله لنا فرطا ) الفرط بفتحتين الذي يتقدم الإنسان من ولده أي أجرا متقدما ( واجعله لنا أجرا ) أي ثوابا ( وذخرا ) بضم الذال المعجمة وسكون الخاء المعجمة الذخيرة ( واجعله لنا شافعا مشفعا ) بفتح الفاء مقبول الشفاعة (مراقي الفلاح ص۵۸۷)

[૧૨] ( ولا قراءة ولا تشهد فيها ) وعين الشافعي الفاتحة في الأولى وعندنا تجوز بنية الدعاء وتكره بنية القراءة لعدم ثبوتها فيها عن عليه الصلاة والسلام قال الشامي : قوله ( وعين الشافعي الفاتحة ) وبه قال أحمد لأن ابن عباس صلى على جنازة فجهر بالفاتحة وقال عمدا فعلت ليعلم أنها سنة ومذهبنا قول عمر وابنه وعلي وأبي هريرة وبه قال مالك كما في شرح المنية (رد المحتار ۲/۲۱۳)

[૧૩] ومن لا يحسن الدعاء يقول اللهم اغفر للمؤمنين والمؤمنات كذا في المجتبي (البحر الرائق ۲/۱۹۷)

[૧૪] ثم يدعو للميت وللمؤمنين والمؤمنات لأنه المقصد منها وهو لا يقتضي ركنية الدعاء كما توهمه في فتح القدير لأن نفس التكبيرات رحمة للميت وإن لم يدع له (البحر الرائق ۲/۱۹۷)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …