મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૪)

૪) દાંતોનાં રંગ બદલાઈ જવાના સમયે યા મોંઢાથી દુર્ગંઘ બહાર નિકળવાનાં સમયે. [૧૬]

عن جعفر بن أبي طالب رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: ما لي أراكم تدخلون علي قلحا استاكوا ولولا أن أشق على أمتي لأمرتهم أن يستاكوا عند كل صلاة (كتاب الآثار رقم ٤١)

હઝરત જઅફર બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે એક મૌકા પર નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) થોડા લોકોને કહ્યુ, શું વાત છે કે તમે લોકો જ્યારે મારી પાસે આવો છો ત્યારે તમારાં દાંતોનાં રંગ પીળા હોય છે? મિસ્વાક કરતા રહો. નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) વાત ઉમેરતા ફરમાવ્યુ, “અગર મને મારી ઉમ્મત પર તકલીફનો  ભય ન હોતે તો હું જરૂર તેઓને આદેશ આપતે (અને તેઓના પર વાજીબ કરતે) કે તેઓ દરેક નમાઝનાં સમયે મિસ્વાક કરે(પણ હવે દરેક નમાઝનાં સમયે મિસ્વાક કરવુ સુન્નત છે વાજીબ નથી).”

عن عبد الله بن بشر المازني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم قصوا أظافيركم وادفنوا قلاماتكم ونقوا براجمكم ونظفوا لثاتكم من الطعام وتسننوا ولا تدخلوا علي قخرا بخرا (نوادر الأصول تحت الأصل التاسع والعشرين في باب النظافة)[૧૭]

હઝરત અબ્દુલ્લાહ બિન બિશર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “નખ કાપો, કાપેલા નખોને દાટી(દફન કરી) દો, શરીરનાં સાંઘાઓને(જ્યાં મેલ જમા થતો હોય) સારી રીતે સાફ કરો, મસોળાથી ખાવાનાં ઝર્રાત સાફ કરો, મિસ્વાક કરો અને મારી પાસે એવી હાલતમાં ન આવો કે તમારાં દાંત પીળાશ પડતા હોય અને તમારા મોઢામાંથી દુર્ગંઘ આવી રહી હોય.”

૫) ખાવા પેહલા અને ખાવા પછી મિસ્વાક કરવુ.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال – إن كان قاله – لولا أن أشق على أمتي لأمرتهم بالسواك مع الوضوء وقال أبو هريرة لقد كنت أستن قبل أن أنام وبعد ما أستيقظ وقبل ما آكل وبعد ما آكل حين سمعت رسول الله صلى الله عليه وسلم يقول ما قال (مسند أحمد ٩١٩٤)

હઝરત અબૂ હુરયરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “(બેશક આપે, “(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ હતુ), “અગર મને મારી ઉમ્મત પર તકલીફનો  ભય ન હોતે તો હું જરૂર તેઓને આદેશ આપતે (અને તેઓના પર વાજીબ કરતે) કે તેઓ દરેક વુઝુનાં સમયે મિસ્વાક કરે(પણ હવે દરેક વુઝુનાં સમયે મિસ્વાક કરવુ સુન્નત છે વાજીબ નથી).” હઝરત અબૂ હુરયરહ (રદિ.) એ વધુમાં ફરમાવ્યુ કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં તરફથી મિસ્વાક ની આઘારભૂતતાનાં કારણે મારી આદત છે કે હું સૂવા પેહલા, સૂઈને ઊઠવા પછી, ખાવા પેહલા અને ખાવા પછી મિસ્વાક કરૂ છું.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=217


 

[૧૬] كما يندب لاصفرار سن وتغير رائحة وقراءة قرآن

[૧૭] قال صاحب نوادر الأصول: وقوله لا تدخلوا علي قخرا بخرا المحفوظ عندي قلحا وقحلا والأقلح الذي اصفرت أسنانه حتى بخرت من باطنها ولا نعرف القخر والبخر إلا الذي نجد له رائحة منكرة يقال رجل أبخر ورجال بخر

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...