જનાઝાની નમાઝ પઢવાનો તરીકો

જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ

(૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨]

(૨) ઇમામ મય્યિતનાં સીનાની સામે ઉભો રહે.[૩]

(૩) જનાઝાની નમાઝની નિય્યત કરવામાં આવે. નિય્યત એવી રીતે કરવામાં આવે કે “હું જનાઝાની નમાઝ પઢી રહ્યો છું અલ્લાહ તઆલાની રઝામંદી(સંમતિ) મેળવવા માટે અને મય્યિતનાં હકમાં દુઆ કરવા માટે.”[૪]

(૪) બન્નેવ હાથોને કાનો સુઘી ઉઠાવી તકબીર કેહવામાં આવે એટલે “અલ્લાહુ અકબર” કહે.[૫]

(૫) આમ(જનરલ) નમાઝોની જેમ બન્નેવ હાથોંને નાફ (દુંટી)નાં નીચે બાંઘી લેવામાં આવે.[૬]

(૬) ત્યારબાદ ષના પઢવામાં આવે એટલે سُبْحَانَكَ اللّٰهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالى جَدُّكَ وَجَلَّ ثَنَائُكَ وَلَا إِلهَ [૭]

(૭) બીજી વાર તકબીર કેહવામાં આવે, પણ હાથોને ઉઠાવવામાં ન આવે.

(૮) પછી દુરૂદ શરીફ પઢવામાં આવે. વધુ સારું એ છે કે નમાઝ વાળુ દુરૂદ (દુરૂદે ઇબ્રાહીમી) પઢવામાં આવે.[૮]

(૯) ત્રિજી વાર તકબીર કેહવામાં આવે પણ હાથોને ઉઠાવવામાં ન આવે.

(૧૦) પછી મય્યિતનાં માટે દુઆ કરવામાં આવે. અગર મય્યિત બાલિગ (પુખ્તવયનો) હોય (ચાહે તે મર્દ હોય યા ઔરત), તો એનાં માટે નિચે આપેલી દુઆ પઢવામાં આવેઃ

أللّٰهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيْرِنَا وَكَبِيْرِنَا وَذَكَرِنَا وَاُنْثَانَا اَللّٰهُمَّ مَنْ اَحْيَيْتَهُ مِنَّا فَاَحْيِهِ عَلَى الْاِسْلاَمِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْاِيْمَانِ (جامع الترمذي رقم ۱٠۲٤)

એ અલ્લાહ ! અમારા જીવીત લોકો, મુર્દાઓ, હાજરજનો, ગૈરહાજર, નાનાલોકો, મોટાલોકો, પુરૂષો અને સ્ત્રીઓની મગફીરત ફરમાવજો. એ અલ્લાહ ! તમે અમારામાંથી જેને પણ જીવતા રાખો, તેને ઇસ્લામ પર જીવતા રાખજો અને જેને પણ મૃત્યુ (મોત) આપો, તેને ઇમાન પર મૃત્યુ (મોત) આપજો.

અમૂક હદીષોમાં નિચે પ્રમાણેની દુઆ આવી છેઃ

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ وَأَكْرِمْ نُزُلَهُ وَوَسِّعْ مَدْخَلَهُ وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنَ الدَّنَسِ وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ وَأَدْخِلْهُ الْجَنَّةَ وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ وَعَذَابِ النَّارِ (الحصن الحصين ص۱۸۳)

ઇલાહી! એમને માફ કરી દો અને એમના પર રહમ ફરમાવજો અને એમને નજાત (છૂટકારો) આપજો, અને એમની ભૂલોને માફ ફરમાવજો, અને એમની સારી મેહમાની કરજો, અને એમનાં માટે વિશાળ સ્થળ અર્પણ કરજો, અને એમની કબર પહોળી કરજો અને એમને પાણી, બરફ અને ઓલાથી સાફ કરી ભૂલોથી એવી રીતે પાક અને સાફ કરી દેજો, જેવી રીતે કપડાને મેલ-કુચેલથી સાફ કરવામાં આવે છે, અને એમને દુનિયાનાં ઘરથી સારૂ ઘર અને એમનાં ઘરવાળાથી સારા ઘરાવાળા અને દુનિયાની પત્નીથી સારી પત્ની અર્પણ ફરમાવજો, અને એમને જન્નતમાં દાખલ કરજો અને કબર અને દોઝખનાં અઝાબથી બચાવજો.

આ દુઆઓનાં વગર બીજી દુઆઓ પણ હદીષે પાક માં વર્ણન કરેલી છે. અને ફુકહા(ધર્મશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવનાર લોકો)એ પણ આ દુઆઓને ફિક્હ(ઈસ્લામદર્શન)ની કિતાબોમાં વર્ણન કર્યુ છે. આ દુઆઓમાંથી કોઈપણ દુઆ પઢી સકો છો.[9]

(૧૧) હાથોને ઉઠાવવા વગર ચોથી વખત તકબીર કેહવામાં આવે અને આમ નમાઝોની જેમ જમણી અને ડાબી બાજુ સલામ ફેરવવામાં આવે.[૧૦]

Source: http://ihyaauddeen.co.za/?p=1844


[૨] ( ووضعه ) وكونه هو أو أكثره ( أمام المصلي ) وكونه للقبلة … وصحت لو وضعوا الرأس موضع الرجلين وأساءوا إن تعمدوا قال الشامي : (قوله وصحت لو وضعوا إلخ) كذا في البدائع، وفسره في شرح المنية معزيا للتتارخانية بأن وضعوا رأسه مما يلي يسار الإمام اهـ فأفاد أن السنة وضع رأسه مما يلي يمين الإمام كما هو المعروف الآن، ولهذا علل في البدائع للإساءة بقوله لتغييرهم السنة المتوارثة، ويوافقه قول الحاوي القدسي: يوضع رأسه مما يلي المستقبل، فما في حاشية الرحمتي من خلاف هذا فيه نظر فراجعه (رد المحتار ۲/۲٠۸)

[૩] ( وسننها أربع ) الأولى ( قيام الإمام بحذاء ) صدر ( الميت ذكرا كان ) الميت ( أو أنثى ) لأنه موضع القلب ونور الإيمان (مراقي الفلاح ص۵۸۳)

[૪] وفي صلاة الجنازة ينوي الصلاة لله تعالى والدعاء للميت (الفتاوى الهندية ۱/٦٦)

[૫] (وهي أربع تكبيرات ) كل تكبيرة قائمة مقام ركعة ( يرفع يديه في الأولى فقط ) (الدر المختار ۲/۲۱۲)

[૬] ( ووضع ) الرجل ( يمينه على يساره تحت سرته آخذا رسغها بخنصره وإبهامه ) وهو المختار (الدر المختار ۱/٤۸٦) قال الشامي : ( قوله بخنصره وإبهامه ) أي يحلق الخنصر والإبهام على الرسغ ويبسط الأصابع الثلاث كما في شرح المنية ونحوه في البحر والنهر والمعراج والكفاية والفتح والسراج وغيرها وقال في البدائع ويحلق إبهامه وخنصره وبنصره ويضع الوسطى والمسبحة على معصمه وتبعه في الحلية ومثله في شرح الشيخ إسماعيل عن المجتبى (رد المحتار ۱/٤۸۷)

[૭] (و يثني بعدها) وهو سبحانك اللهم و بحمدك قال الشامي : قوله ( وهو سبحانك اللهم وبحمدك ) كذا فسر به الثناء في شرح درر البحار وغيره وقال في العناية إنه مراد صاحب الهداية لأنه المعهود من الثناء وذكر في النهر أن هذا رواية الحسن عن الإمام والذي في المبسوط عن ظاهر الرواية أنه يحمد الله اهـ أقول مقتضى ظاهر الرواية حصول السنة بأي صيغة من صيغ الحمد فيشمل الثناء المذكور لاشتماله على الحمد (رد المحتار ۲/۲۱۲)

[૮] (و يصلي على النبي صلى الله عليه وسلم) كما في التشهد (بعد الثانية) لأن تقديمها سنة الدعاء قال الشامي : قوله ( كما في التشهد ) أي المراد الصلاة الإبراهيمية التي يأتي بها المصلي في قعدة التشهد قوله ( لأن تقديمها ) أي تقديم الصلاة على الدعاء سنة كما أن تقديم الثناء عليهما سنة أيضا (رد المحتار ۲/۲۱۲)

[૯] (ويدعو بعد الثالثة) بأمور الآخرة والمأثور أولى قال الشامي : قوله ( والمأثور أولى ) ومن المأثور اللهم اغفر لحينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وذكرنا وأنثانا اللهم من أحييته منا فأحيه على الإسلام ومن توفيته منا فتوفه على الإيمان اللهم اغفر له وارحمه وعافه واعف عنه وأكرم نزله ووسع مدخله واغسله بالماء والثلج والبرد ونقه من الخطايا كما ينقي الثوب الأبيض من الدنس وأبدله دارا خيرا من داره وأهلا خيرا من أهله وزوجا خيرا من زوجه وأدخله الجنة وأعذه من عذاب القبر وعذاب النار منح وثم أدعية أخر فانظرها في الفتح والإمداد وشروح المنية (رد المحتار ۲/۲۱۲)

[૧૦] ( ويسلم ) بلا دعاء ( بعد الرابعة ) تسليمتين ناويا الميت مع القوم ويسر الكل إلا التكبير زيلعي وغيره لكن في البدائع العمل في زماننا على الجهر بالتسليم وفي جواهر الفتاوى يجهر بواحدة قال الشامي : قوله ( لكن في البدائع الخ ) قد يقال إن الزيلعي لم يرد دخول التسليم في الكلية المذكورة والذي في البدائع ولا يجهر بما يقرأ عقب كل تكبيرة لأنه ذكر والسنة فيه المخافتة وهل يرفع صوته بالتسليم لم يتعرض له في ظاهر الرواية وذكر الحسن بن زياد أنه لا يرفع لأنه للإعلام ولا حاجة له لأن التسليم مشروع عقب التكبير بلا فصل ولكن العمل في زماننا على خلافه اهـ (رد المحتار۲/۲۱۳)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …