મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૩)

મિસ્વાક ઉપયોગ કરવાનાં સમયો

(૧) સૂઈને ઉઠવા પછી.

عن عائشة رضي الله عنها أن النبي صلى الله عليه وسلم كان لا يرقد من ليل ولا نهار فيستيقظ إلا تسوك قبل أن يتوضأ (سنن أبي داود رقم ٥٧)[૧૨]

હઝરતે આંઈશા (રદિ.) થી રિવાયત છે કે, નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રાત-દિવસમાં જ્યારે પણ સૂઈને ઊઠતા, તો વુઝૂથી પેહલા મિસ્વાક કરતા.

એ વાત ઘ્યાનમાં રાખવી જોઈએ કે સૂઈને ઉઠવા પછી મિસ્વાક કરવું અને વુઝૂનાં સમયે મિસ્વાક કરવું બન્નેવ અલગ અલગ સુન્નતોં છે, તેથી અગર કોઈ ઉઠવા પછી વુઝૂ કરવાનો નથી યા ઔરત હૈઝની હાલતમાં હોય, તો ઉઠવા પછી તેઓએ મિસ્વાક કરવુ જોઈએ, અલબત્તા અગર કોઈ ઉઠવા પછી તરતજ વુઝૂ કરીલે અને તે વુઝૂનાં દરમિયાન મિસ્વાક પણ કરે, તો મિસ્વાક કરવાથી બન્નેવ સુન્નતોં અદા થઈ જશે.[૧૩]

(૨) ઘરમાં દાખલ થતા સમયે. 

عن عائشة رضي الله عنها أن النبي صلى الله عليه وسلم كان إذا دخل بيته بدأ بالسواك (صحيح مسلم رقم ٢٥٣)

હઝરતે આંઈશા (રદિ.) થી રિવાયત છે કે, નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે પણ ઘરમાં દાખલ થતા, તો પ્રથમ મિસ્વાક કરતા.

(૩) કુર્આન મજીદની તિલાવત થી પેહલા.[૧૪]

عن علي بن أبي طالب رضي الله عنه قال إن أفواهكم طرق للقرآن فطيبوها بالسواك (سنن ابن ماجة رقم ٢٩١)

હઝરત અલી બિન તાલિબ (રદિ.) નું ઈરશાદ છે, બેશક તમારાં મોઢા કુર્આને કરીમ નાં માટે રસ્તાઓ છે(તમારા મોંઢાથી કુર્આને કરીમની તિલાવત કરવામાં આવે છે) તેથી પોતનાં મોઢાને મિસ્વાક થી સાફ કરો.

عن علي رضي الله عنه أنه أمر بالسواك وقال قال النبي صلى الله عليه وسلم إن العبد إذا تسوك ثم قام يصلي قام الملك خلفه فتسمع لقراءته فيدنو منه أو كلمة نحوها حتى يضع فاه على فيه فما يخرج من فيه شيء من القرآن إلا صار في جوف الملك فطهروا أفواهكم للقرآن (مسند البزار رقم  ٥٥٠)[૧૫]

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે, નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “જ્યારે બંદો મિસ્વાક કરે છે, પછી નમાઝ માટે ઊભો થાય છે, તો એક ફરીશ્તો એના પછાળી ઊભો થઈ જાય છે અને તિલાવતને ઘ્યાનપૂર્વક સાંભળે છે. ત્યાર પછી એનાં કરીબ થઈ જાય છે, પછી તે કુર્આને કરીમ નો જે હિસ્સો પણ પઢશે, તે ફરિશ્તાનાં પેટમાં સલામત થઈ જાય છે. તેથી કુર્આને કરીમની તિલાવતથી પેહલા પોતાનું મોઢું જરૂરથી સાફ કરતા રહો.”

 

Source: http://ihyaauddeen.co.za/?cat=217


 

[૧૨] سكت الحافظ عن هذا الحديث في الفصل الثاني من هداية الرواة (١/٢١٥) ، فالحديث حسن عنده.

[૧૩] باب السواك لمن قام بالليل يعنى يستحب لمن قام بالليل سواء كان قيامه للصلوة أو لغيرها أن يستاك لأن النوم مظنة تغير الرائحة…وفي الحديث دليل على أنه صلى الله عليه وسلم يتسوك قبل أن يتوضأ وأيضا يدل على أنه صلى الله عليه وسلم يتسوك بعد الاستيقاظ من النوم سواء أراد التهجد أم لا (بذل المجهود ١/٣٥)

[૧૪] كما يندب لاصفرار سن وتغير رائحة وقراءة قرآن

قال الشامي : … قال في إمداد الفتاح وليس السواك من خصائص الوضوء فإنه يستحب في حالات منها تغير الفم والقيام من النوم وإلى الصلاة ودخول البيت والاجتماع بالناس وقراءة القرآن لقول أبي حنيفة إن السواك من سنن الدين فتستوي فيه الأحوال كلها اه وفي القهستاني ولا يختص بالوضوء كما قيل بل سنة على حدة على ما في ظاهر الرواية  (رد المحتار ١/١١٤)

[૧૫] وقال الهيثمي في مجمع الزوائد رقم ۲۵٦٤ رواه البزار ورجاله ثقات وروى ابن ماجه بعضه إلا أنه موقوف وهذا مرفوع

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...