ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ

અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય, પણ તેઓ લાશ લેવા માટે તૈયાર ન હોય, તો આવી મજબૂરીની હાલતમાં મુસ્લીમ સંબંધીઓ માટે તેને ગુસલ આપવું જાઈઝ છે. અલબત્તા આ વાત યાદ રાખવી જોઈએ કે ગૈરમુસ્લીમની લાશને મસ્નૂન તરીકાનાં બમૂજબ ગુસલ આપવામાં આવશે નહી, બલ્કે તેને એવી રીતે ધોવામાં આવશે, જેવી રીતે નાપાક કપડાને ધોવામાં આવે છે પછી તેને જનાઝાની નમાઝ પઢ્યા વગર દાટી દેવામાં આવશે. [૧૧]

નોટઃ- કાફીર(ગૈર મુસ્લિમ)ની લાશને ધોવાથી, કાફીર(ગૈર મુસ્લિમ) પાક નહી થશે. [૧૨]

તયમ્મુમ પછી ગુસલ આપવુઃ

અગર પાણી મૌજૂદ ન હતુ અને તેનાં કારણે મય્યિતને તયમ્મુમ કરાવી દીઘુ. પણ પછીથી મય્યિતને દફન કરવા પહેલા પાણી મળી ગયુ તો શું મય્યિતને ગુસલ આપવામાં આવશે? તો તેનો જવાબ આ છે કે આ હાલતમાં પાણી મૌજૂદ હોવાનાં કારણે તયમ્મુમ ખતમ થઈ જશે અને મય્યિતને ગુસલ આપવુ જરૂરી છે અને અગર તયમ્મુમ કરાવવા પછી જનાઝા ની નમાઝ પઢી ચુક્યા હોય, તો જનાઝાની નમાઝને ફરીથી પઢવાની જરૂરત નથી. પણ જો જનાઝાની નમાઝ હજી પઢી ન હોય તો ગુસલ આપવા પછી જનાઝાની નમાઝ પઢવામાં આવશે. [૧૩]

Source: http://ihyaauddeen.co.za/?p=1662


[૧૧] وإذا مات الكافر وله ولي مسلم فإنه يغسله ويكفنه ويدفنه بذلك أمر علي رضي الله عنه في حق أبيه أبي طالب لكن يغسل غسل الثوب النجس ويلف في خرقة وتحفر حفيرة من غير مراعاة سنة التكفين واللحد ولا يوضع فيه بل يلقى (الهداية ۱/۱۸۱)

[૧૨] ولا يكون الغسل طهارة له حتى لو حمله إنسان وصلى لم تجز صلاته (البحر الرائق ۲/۲٠۵)

[૧૩] يمم لفقد ماء وصلي عليه ثم وجدوه غسلوه وصلوا ثانيا وقيل لا قال الشامي : قوله ( يمم لفقد ماء الخ ) قال في الفتح ولو لم يوجد ماء فيمم الميت وصلوا عليه ثم وجدوه غسلوه وصلوا عليه ثانيا عند أبي يوسف وعنه يغسل ولا تعاد الصلاة عليه ولو كفنوه وبقي منه عضو لم يغسل فإنه يغسل ذلك العضو ولو بقي نحو الأصبع لا يغسل اهـ قوله ( وقيل لا ) أي يغسل ولا يصلى عليه كما علمته قلت ولا يظهر الفرق بينه وبين الحي فإن الحي لو تيمم لفقد الماء وصلى ثم وجده لا يعيد ثم رأيت في شرح المنية نقلا عن السروجي أن هذه الرواية موافقة للأصول اهـ وفيه إشعار بترجيحها لما قلنا (رد المحتار ۲/۲٠۱)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …