ઈસ્લામ કબૂલ કરવાનો તરીકો

જે માણસ મુસલમાન બનવા ઈચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તે કલીમએ શહાદત ની ગવાહી આપે કે અલ્લાહ તઆલા માબૂદે હકીકી(વાસ્તવિકતામાં ઈશ્વર) છે અને તેઓ પોતાનાં ગુણો અને લક્ષણો (ઝાત અને સીફાત) માં તનહા(એકલા) છે અને એમનુ કોઈ ભાગીદાર નથી અને મુહમંદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં બંદા અને અંતિમ પેગંબર છે, એવીજ રીતે ઈસ્લામનાં બઘા અકીદાઓ(માન્યતાઓ) ની પુષ્ટિ કરે અને દીન ની બઘી વસ્તુઓને કબૂલ કરે જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) લઈને આવ્યા. તેના વગર એ પણ જરૂરી છે કે કુફ્ર અને શિર્કની બઘી નિશાનીઓ, સ્મૃતિઓ, યાદગારો, સ્મારકો, અકીદાઓ(માન્યતાઓ), કામોં અને વસ્તુઓને છોડી દે અને ઈસ્લામનાં સિવાય બઘા મઝહબોનોં ઈનકાર કરે અને બાતિલ(નકામું, રદબાતલ) સમજે, ખાસકરીને જે મઝહબ(ઘર્મ) પર તે હતો એનાથી તૌબા વ અસ્તગફાર અને તેનો ઈનકાર કરે.

બેહતર છે કે ઈસ્લામ લાવવા પેહલા સ્નાન કરી સારી રીતે પાકી હાસિલ કરે. ત્યારબાદ સાચા દિલથી કલીમએ શહાદત પઢે.

કલીમએ શહાદત આ છેઃ

أَشْهَدُ أَنْ لَّا إِلٰهَ إِلَّا اللهُ وَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُوْلُهُ

હું ગવાહી આપુ છું કે અલ્લાહ તઆલાનાં વગર કોઈ ઈબાદતનાં લાઈક નથી અને મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં બંદા અને પેગમંબર છે.

નીચે આપેલા અકાઈદ(માન્યતાઓ) ઈસ્લામનાં મુળભૂત અકાઈદ(માન્યતાઓ)માંથી છેઃ

(૧) અલ્લાહ તઆલા એક છે અને એમનું કોઈ ભાગીદાર નથી, તેવણ દરેક વસ્તુઓનાં જાણનાર છે અને મખલુક(પ્રણાલી)ની વસ્તુઓમાંથી કોઈ વસ્તુ એમનાં પર છુપી નથી.

(૨) અલ્લાહ તઆલા પોતાની ગુણો અને લક્ષણો(ઝાત અને સીફાત) માં યકતા અને એકલા છે અને તેઓ મખલૂક(પ્રણાલી)નાં લક્ષણોથી પાક છે.

(૩) હઝરત મુહમંદ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનાં સાચા બંદા અને અંતિમ પેગંબર છે,અને તેઓ કયામત સુઘીનાં બઘા ઈન્સાન અને જીન્નાતની હિદાયત(સીઘો રસ્તો બતાવવા) નાં માટે પેદા થયા છે.

(૪) આસમાની કિતાબોમાંથી અંતિમ કિતાબ કુરઆન શરીફ છે જે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નાઝિલ(ઉતરી) થઈ, અલ્લાહ તઆલાએ કુરઆન શરીફની હિફાઝતની જવાબદારી લઈ લીઘી, જેથી કયામત સુઘી આ કિતાબમાં કોઈપણ જાતનો ફેરબદલ નહી થશે. આ વાત મઝહબની સાફ દલિલની પૃષ્ટી કરે છે.

(૫) અલ્લાહ તઆલાએ જેટલા અંબીયા અને રસૂલોંને દુન્યામાં પેદા ફરમાવ્યા તે બઘા અલ્લાહ તઆલાનાં નેક અને સાચા પેગંબર(અલ્લાહ તઆાલાનો સંદેશો લાવનાર) છે અને જે કિતાબો અને સહીફાઓ(ધાર્મિક પુસ્તકો) અલ્લાહ તઆલાએ તેઓને પોતાની કૌમની હિદાયત(સીઘો રસ્તો બતાવવા)નાં માટે અર્પણ ફરમાવી તે કિતાબોં અને સહીફાઓ (ધાર્મિક પુસ્તકો)પોતાની અસલી સૂરતમાં જે આસમાનથી ઉતરી હતી તે યથાર્થ અને સત્ય છે અને આસમાની કિતાબોંમાંથી જે વાતો લોકોએ પોતાનાં તરફથી વઘારી દીઘી યા કિતાબોમાં વઘારો ઘટાડો કર્યો તો તે વાતો સાચી અને સત્ય નથી.

(૬) જન્નત અને જહન્નમને અલ્લાહ તઆલાએ પેદા ફરમાવી અને બન્નેવ બરહક છે જે લોકો ઈસ્લામ કબૂલ કરે અલ્લાહ તઆલા તેઓને જન્નત નસીબ ફરમાવશે અને જે લોકો કુફ્ર અને શીર્કની હાલતમાં મરશે અલ્લાહ તઆલા તેઓને જહન્નમમાં દાખલ કરશે.

(૭) દુન્યામાં જે કંઈપણ સારૂ યા ખરાબ થાય છે બઘુ તકદીરમાં લખેલું હોય છે.

(૮) બઘા ફરીશ્તાઓ અલ્લાહ તઆલાનાં ફરમાબરદાર(માનવવાવાળા) મખ્લુક(પ્રણાલી) છે.

(૯) કયામતનાં દિવસે અલ્લાહ તઆલા બઘી મખ્લૂક(પ્રણાલી) ને જીવતા કરીને હશરનાં મેદાનમાં હિસાબનાં માટે ભેગા કરશે દુન્યામાં જે લોકોએ સારા કામો(કૃત્યો)કર્યા ઈમાનની સાથે અલ્લાહ તઆલા તેમને સારો બદલો અર્પણ ફરમાવશે અને જો મુસલમાન લોકોએ ખરાબ કામોં(કૃત્યો) કર્યા અગર અલ્લાહ તઆલા એમને માફ કરી દેશે અથવા અલ્લાહ તઆલા એમને ખરાબ કામોની સઝા આપશે.

(૧૦) જે લોકો ઈસ્લામ કબૂલ ન કરે અને કુફ્રની હાલતમાં મરે તે હંમેશા નાં માટે જહન્નમમાં રહેશે, અગર દુન્યામાં તેઓએ કોઈ સારૂ કામ કર્યુ યા અલ્લાહ તઆલાનાં બંદાઓ પર એહસાન કર્યુ યા ખૈરાત(દાન-ધર્માદા) કરી તો અલ્લાહ તઆલા તેઓને એમનાં સારા કામોનોં બદલો દુનયામાંજ આપી દેશે અને ઈમાન ન હોવાને કારણે આખિરતમાં તેઓને કોઈપણ નેકીનો ષવાબ નહી મળશે.

(૧૧) ઈસ્લામનાં સિવાય બઘા મઝહબ(ઘર્મ) બાતિલ(નકામું, રદબાતલ) છે અને અલ્લાહ તઆલાને ત્યાં માત્ર ઈસ્લામ મઝહબ(ઘર્મ) જ બરહક અને મકબૂલ(લોકપ્રિય( છે.

આનાં સિવાય નવ મુસ્લિમ માટે ઘણુ જરૂરી છે કે કોઈ આલિમ(વિદ્વાન) યા દિનને જાણવા વાળા પાસે જાય અને એમની પાસે દિનનાં અહકામ અને મસાઈલ સીખે. જેવીરીતે કે, ઈસ્તેન્જા, વુઝૂ, ગુસલ(સ્નાન), નમાઝ, રોઝા, ઝકાત, હજ, માં-બાપ અને બીવી(પત્ની), બાલ-બચ્ચાઓનાં હકો અને જે હુનર અથવા વ્યાપારની લાઈનમાં છે તે લાઈનનાં મસાઈલ પણ એમનાંથી સીખે.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …