લાશનો અમૂક હિસ્સો મળે તો કેવી રીતે ગુસલ આપવામાં આવશે?

(૧) અગર મય્યિતનું માત્ર માથું મળે અને શરીર ન મળે, તો ગુસલ વાજીબ નહી થશે, બલ્કિ માથાંને દફન કરી દેવામાં આવશે.

(૨) અગર મય્યિતનાં શરીરનો અડધાથી વઘારે ભાગ મળે( ચાહે તે માંથાની સાથે હોય યા માંથાનાં વગર હોય), તો ગુસલ વાજીબ થશે.

(૩) અગર શરીરનો માત્ર અડધો ભાગ મળે, તો તેમાં બે સૂરતોં છેઃ અડધો ભાગ માથા સાથે મળે અથવા  અડધો ભાગ માથાનાં વગર મળે. અગર અડધો ભાગ માથા સાથે મળે, તો ગુસલ વાજીબ થશે અને અગર અડધો ભાગ માથાનાં વગર મળે, તો ગુસલ વાજીબ નહી થશે.

(૪) અગર મય્યિતનું શરીર અડધાથી ઓછુ મળે(ચાહે તે માથાનાં ની સાથે હોય યા માંથાનાં વગર હોય),તો ગુસલ વાજીબ નહી થશે. [૧]

Source: http://ihyaauddeen.co.za/?p=1662


 

[૧] (وجد رأس آدمي) أو أحد شقيه (لا يغسل ولا يصلى عليه) بل يدفن إلا أن يوجد أكثر من نصفه ولو بلا رأس قال الشامي : قوله ( ولو بلا رأس ) وكذا يغسل لو وجد النصف مع الرأس بحر (رد المحتار ۲/۱۹۹)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …