હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી

અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય મુરદાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકા પર ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે.[૪]

ડૂબેલા માણસને ગુસલ આપવાનો તરીકો

અગર કોઈ માણસનો ડૂબવાથી ઈન્તેકાલ થઈ જાય, તો તેને પાણીમાંથી બહાર કાઢવા પછી ગુસલ આપવું ફર્ઝ છે. પાણીમાં ડૂબીને મરવાથી ગુસલની ફર્ઝિયત અદા નહી થશે, કારણકે મય્યિતને ગુસલ આપવુ જીવીત લોકોનાં ઉપર ફર્ઝ છે, તેથી પાણીમાં ડૂબવાથી આ ફર્ઝ અદા નહી થશે, બલકે લોકોનાં ઉપર તેને ગુસલ આપવુ ફર્ઝ થશે. હાં, અગર પાણીમાંથી બહાર કાઢવા પેહલા બહાર કાઢવાવાળા તેને ગુસલ આપવાની નિય્યતથી પાણીમાં હલાવે તો આ ગુસલ નાં માટે કાફી થઈ જશે, અગરચે આ તરીકો ગુસલનાં સુન્નત તરીકા નાં બરાબર નહી થશે.

ઉપર દર્શાવેલ મુજબ મસઅલામાં અગર આ સૂરત પેશ આવેકે ડૂબવા વાળાને પાણીમાંથી કાઢવા પછી ગુસલ કરાવ્યા વગર તેની જનાઝાની નમાઝ પઢાવી દેવામાં આવે તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે(અગરચે લોકો એ મય્યિતને ગુસલ નહી આપ્યુ). જનાઝાની નમાઝ દુરૂસ્ત થવાનું કારણ એ છે કે મૃત્યુ થવા પછી તેનું પુરૂ શરીર ઘોવાઈ ગયુ છે અને જનાઝાની નમાઝની સીહત મય્યિતનાં શરીરનાં ઘોવાઈ જવા પર મૌકૂફ છે અને અહીંયા તે જોવા મળ્યુ.

નોટઃ- આ સૂરતમાં  અગરચે જનાઝાની નમાઝ ઠીક(ઉચિત) થશે, પણ લોકો મય્યિત ને ગુસલ ન આપવાનાં કારણે ગુનહગાર થશે.

 

Source: http://ihyaauddeen.co.za/?p=1662


 

[૪] والمحرم كالحلال قال الشامي : قوله ( والمحرم كالحلال ) أي فيغطي رأسه وتطيب أكفانه خلافا للشافعي رحمه الله تعالى (رد المحتار ۲/۲٠٤)

[૫] ( و ) لذا قال ( لو وجد ميت في الماء فلا بد من غسله ثلاثا) لأنا أمرنا بالغسل فيحركه في الماء بنية الغسل ثلاثا فتح وتعليله يفيد أنهم لو صلوا عليه بلا إعادة غسله صح وإن لم يسقط وجوبه عنهم فتدبر قال الشامي : قوله ( ولذا ) أي لكون النية ليست شرطا لصحة الطهارة بل شرط لإسقاط الفرض عن المكلفين قوله ( فلا بد ) أي في تحصيل الغسل المسنون وإلا فالشرط مرة وكأنه يشير بلا بد إلى أنه بوجوده في الماء لم يسقط غسله المسنون فضلا عن الشرط تأمل قوله ( وتعليله ) أي تعليل الفتح بقوله لأنا أمرنا الخ أي ولم يقل في التعليل لأنه لم يطهر ط (رد المحتار ۲/۲٠٠)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …