મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)

અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે(અડકે).[૧]

આ સુૂરત માં શરીઅત નો શું હુકમ છે નીચે તેની તફસીલ છે.

૧) અગરજો ગૌરમુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) હોય, તો તેને ગુસલનો તરીકો સિખાવી દેવામાં આવે, જેથી તે ગુસલ આપી દે.

૨) અગરજો કોઈ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તો તે(મર્હૂમા)નો મહરમ તેને તયમ્મુમ કરાવી દે.

૩) અગરજો મહરમ પણ મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તો એમનો શોહર(પતિ) તેને તયમ્મુમ કરાવી દે.

૪) અગરજો શોહર(પતિ) પણ મૌજૂદ(ઉપસ્થિત)ન હોય,તો કોઈપણ માણસ તયમ્મુમ કરાવી શકે છે.

નોટ-પરંતુ એ વાતનું ઘ્યાન રાખવામાં આવે કે અગરજો તયમ્મુમ કરાવવા વાળો કોઈ મહરમ હોય, તો એનાં માટે હાથનાં મોજા પહેરવુ જરૂરી નથી. પણ અગરજો શોહર(પતિ) અથવા બીજુ કોઈ તયમ્મુમ કરાવે, તો તેનાં માટે હાથનાં મોજા પહેરવુ જરૂરી છે. એમનાં માટે મરહૂમા નાં શરીરને ખુલ્લા હાથે સ્પર્શ(ટચ) કરવુ દુરૂસ્ત(યોગ્ય,ઉચિત) નથી.[૨]

ગુસલનાં સંબંઘમાં(વિષે) શોહર અને બિવી(પતિ અને પત્ની)નાં દરમિયાન આદેશમાં તફાવતનું કારણ

ઉપરનાં મસાઈલમાં હમોએ(આપણે) જોયુ કે અગરજો શોહર(પતિ)નો ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય, તો બીવી(પત્ની)નાં માટે શોહર(પતિ)ને ગુસલ આપવાની ઈજાઝત છે, પણ અગરજો બીવી(પત્ની) નો ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય, તો શોહર(પતિ) તેણીને ગુસલ આપી નહી શકશે.બન્નેવમાં તફાવત કેમ છે?

તેનો જવાબ આ છે કે બીવી(પત્ની)નાં ઈન્તેકાલ(મૃત્યુ)નાં કારણે નિકાહ એ જ સમયે ટૂટી જશે. તેથી શોહર(પતિ) મરહૂમા પત્ની(સ્વર્ગવાસી પત્ની)નાં માટે અમુક અહકામ(આદેશો)માં અજનબી (પારકી) બની જાય છે. અને એનાં કારણે તે પોતાની મરહૂમાં પત્ની(સ્વર્ગવાસી પત્ની) ને ગુસલ નહી આપી શકશે. પણ એનો ચેહરો જોઈ શકે છે. એનાથી ઊંઘુ શોહર(પતિ)નાં ઈન્તેકાલ(મૃત્યુ)નાં કારણે નિકાહ ઈદ્દતનાં ગુજરવા(ખતમ થવા) સુઘી બાકી રહે છે અને એનાં કારણે બીવી(પત્ની) શોહર(પતિ) ને ગુસલ આપી શકે છે.

 

Source: http://ihyaauddeen.co.za/?p=1662


 

[૧] (ويمنع زوجها من غسلها ومسها لا من النظر إليها علي الأصح) منية … ( وهي لا تمنع من ذلك ) ولو ذمية بشرط بقاء الزوجية قال الشامي : قوله ( لا من النظر إليها على الأصح ) عزاه في المنح إلى القنية ونقل عن الخانية أنه إذا كان للمرأة محرم يممها بيده وأما الأجنبي فبخرقة على يده ويغض بصره عن ذراعها وكذا الرجل في امرأته إلا في غض البصر اهـ ولعل وجهه أن النظر أخف من المس فجاز لشبهة الاختلاف والله أعلم (رد المحتار ۲/۱۹۸) قال الشامي : وفي البدائع المرأة تغسل زوجها لأن إباحة الغسل مستفادة بالنكاح فتبقى ما بقي النكاح والنكاح بعد الموت باق إلى أن تنقضي العدة بخلاف ما إذا ماتت فلا يغسلها لانتهاء ملك النكاح لعدم المحل فصار أجنبيا وهذا إذا لم تثبت البينونة بينهما في حال حياة الزوج فإن ثبتت بأن طلقها بائنا أو ثلاثا ثم مات لا تغسله لارتفاع الملك بالإبانة الخ (رد المحتار ۲/۱۹۹)

وإن لم يكن هناك نساء مسلمات ومعهم امرأة كافرة علموها الغسل ويخلون بينهما حتى تغسلها وتكفنها، ثم يصلي عليها الرجال ويدفنوها لما ذكرنا (بدائع ۱/۳٠٦)

[૨] ماتت بين رجال أو هو بين نساء يممه المحرم فإن لم يكن فالأجنبي بخرقة قال الشامي : قوله ( يممه المحرم الخ ) أي يمم الميت الأعم من الذكر والأنثى. قال الشامي: وكذا قوله فالأجنبي أي فالشخص الأجنبي الصادق بذلك وأفاد أن المحرم لا يحتاج إلى خرقة لأنه يجوز له مس أعضاء التيمم بخلاف الأجنبي إلا إذا كان الميت أمة لأنها كالرجل ثم اعلم أن هذا لم يكن مع النساء رجل لا مسلم ولا كافر ولا صبية صغيرة فلو معهن كافر علمنه الغسل لأن نظر الجنس إلى الجنس أخف وإن لم يوافق في الدين ولومعهن صبية لم تبلغ حد الشهوة وأطاقت غسله علمنها غسله لأن حكم العورة غير ثابت في حقها وكذا في المرأة تموت بين رجال معهم امرأة كافرة أو صبي غير مشتهى كما بسطه في البدائع (رد المحتار ۲/۲٠۱)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …