વિવિઘ મસાઈલ

અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ

(૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે. તેની બીવી(પત્ની) નાં વગર બીજી કોઈ ઔરત નાં માટે ચાહે તે મહરમ જ કેમ ન હોય, તેને ગુસલ આપવુ તેના માટે જાઈઝ નથી.

(૨) અગર મર્હૂમની શાદી શુદા ન હોય, બલકે એક ગૈરમુસ્લિમ મર્દ મૌજૂદ હોય, તો તે ગૈરમુસ્લિમ ને ગુસલ આપવાનો તરીકો સીખાવી દેવામાં આવે, ત્યાર પછી તે ગુસલ આપી દે.

(૩) અગર મર્હૂમ ની બીવી(પત્ની) મૌજૂદ ન હોય અથવા તે ગૈર શાદી શુદા હોય (પરણેલો ન હોય) અને કોઈ ગૈરમુસ્લીમ મર્દ પણ મૌજૂદ ન હોય તો કોઈ ઔરત તેને તયમ્મુમ કરાવી દે, પણ આ વાતને ધ્યાનમાં રાખે કે દસ્તાના(હાથનાં મોજા) પેહરીને તયમ્મુમ કરાવે, ખુલ્લા હાથે મય્યિતનાં શરીરને હાથ ન લગાડે.

(૪) અગર તયમ્મુમ કરાવવાવાળી ઔરત મય્યિતની મહરમ હોય, તો તેનાં માટે દસ્તાના(હાથનાં મોજા) વગર પણ તયમ્મુમ કરાવવું જાઈઝ છે.[૧]

નોટ – ગુસલનાં તયમ્મુમ નો તરીકો વુઝૂનાં તયમ્મુમની જેમજ છે. બન્નેવમાં કોઈ ફર્ક નથી.

Source: http://ihyaauddeen.co.za/?p=1647


 

[૧] ويجوز للمرأة أن تغسل زوجها إذا لم يحدث بعد موته ما يوجب البينونة من تقبيل ابن زوجها أو أبيه وإن حدث ذلك بعد موته لم يجز لها غسله وأما هو فلا يغسلها عندنا كذا في السراج الوهاج … ولو مات رجل بين النساء تيممه ذات رحم محرم منه أو زوجته أو أمته بغير ثوب وغيرها بثوب كذا في معراج الدراية (الفتاوى الهندية ۱/۱٦٠)

عن عائشة رضي الله عنها : قالت لو كنت استقبلت من أمري ما استدبرت ما غسل النبي صلى الله عليه وسلم غير نسائه (سنن ابن ماجة رقم ۱٤٦٤)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …