નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના બે વજીર

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું:

ما من نبي إلا له وزيران من أهل السماء ووزيران من أهل الأرض، فأما وزيراي من أهل السماء فجبريل وميكائيل، وأما وزيراي من أهل الأرض فأبو بكر وعمر (سنن الترمذي، الرقم: 3680)

“જે પણ નબી આવ્યા, તેમના માટે આસમાન વાળાઓ માંથી બે વજીર (સલાહકાર) હતા અને જમીન વાળાઓ માંથી બે વજીર (સલાહકાર) હતા.

મારા બે વજીર (સલાહકાર) આસમાન વાળાઓ માંથી જિબ્રઈલ અને મિકાઈલ (علیہما السلام) છે અને મારા બે વજીર (સલાહકાર) જમીન વાળાઓ માંથી અબુ બકર અને ઉમર (રદિઅલ્લાહુ અન્હુમા) છે.”

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ નું પોતાને આખિરત ના હિસાબ કિતાબની યાદ અપાવવુ

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ એ દસ મુબારક લોકોમાં શામેલ છે, જેમને અલ્લાહ તઆલાએ આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપી છે અને તેઓ ઇસ્લામના બીજા ખલીફા છે. આ બંને મહાન પદ અને હોદ્દા હોવા છતાં, તે ખૂબ જ તવાઝુ’અ કરવા વાળા (વિનમ્ર) હતા અને તેમના હૃદયમાં હંમેશા આ વાત નો ખૂબ જ ખૌફ અને ડર રહેતો હતો કે તેમણે કયામતના દિવસે અલ્લાહ તઆલા સામે દરેક ‘અમલ નો હિસાબ આપવો પડશે.

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ વિશે એક ઘટના કરવામાં આવી છે કે તેઓ એક વખત હઝરત અનસ રદિ અલ્લાહુ અન્હુ સાથે એક બગીચામાં દાખલ થયા.

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ બગીચામાં દાખલ થયા પછી હઝરત અનસ રદિ અલ્લાહુ અન્હુથી અલગ થઈને બગીચાના બીજા ભાગમાં ગયા. તેઓ આ વાત થી અજાણ હતા કે હઝરત અનસ રદિઅલ્લાહુ અન્હુ તેમને તે જગ્યાએ થી, જ્યાં તેઓ હતા, તેમની વાત સાંભળી શકે છે.

પછી હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ પોતાને આખિરતના હિસાબ કિતાબ ની યાદ અપાવવાનું શરૂ કર્યું; તેથી તેમણે પોતાને સંબોધીને ફરમાવ્યું:

ઉમર બિન ખત્તાબ! લોકો તને અમીરુલ મોમીનીનના બિરુદથી બોલાવે છે. જો તને લાગે કે તે તમારા માટે બેહતરીન વસ્તુ છે; તો અલ્લાહની કસમ! ઓ ખત્તાબના પુત્ર! આ વાત યાદ રાખજે કે તુ આ દુનિયામાં અલ્લાહથી જરૂર ડરશે (તકવા વાળી જિંદગી અપનાવી ને); નહિંતર, તે (અલ્લાહ) તને ચોક્કસપણે સજા આપશે (આખિરત માં). (મુતા ઇમામ માલિક)

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …