હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુની ખિલાફત તરફ ઈશારો

 

રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમને સંબોધતા ફરમાવ્યું:

إني لا أدري ما بقائي فيكم فاقتدوا باللذين من بعدي وأشار إلى أبي بكر وعمر (سنن الترمذی، الرقم: 3663)

   મને ખબર નથી કે હું તમારી વચ્ચે કેટલો સમય રહીશ, તેથી તમે લોકો મારા પછી આ બે માણસોની પેરવી કરો અને આપે હઝરત અબુબકર અને હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુમા તરફ ઈશારો કર્યો.

હઝરત અબુ બકર રદીઅલ્લાહુ અન્હુ નું સુરક્ષા કરવું રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ માટે

એકવાર નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ખાન-એ-કાબા પાસે નમાઝમાં મશગુલ હતા. ઉકબા બિન અબી મુઈત (જે કુરૈશનો સૌથી ખરાબ સરદાર હતો) ખરાબ ઈરાદા સાથે
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે આવ્યો.

તેણે પોતાની ચાદર આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના ગળામાં નાખી ને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું ગળું રૂંધવા નું શરૂ કર્યું.

એટલામાં હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુ આવી ગયા અને આવી ને તેને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની પાસેથી દૂર કર્યા અને કહ્યું:

اَتَقۡتُلُوۡنَ رَجُلًا اَنۡ یَّقُوۡلَ رَبِّیَ اللّٰہُ وَقَدۡ جَآءَکُمۡ بِالۡبَیِّنٰتِ مِنۡ رَّبِّکُمۡ

શું તમે લોકો એવા વ્યક્તિને મારવા માંગો છો જે કહે છે કે, “મારો પાલનહાર અલ્લાહ તઆલા છે અને તે તમારી પાસે તમારા પાલનહાર ની તરફથી સ્પષ્ટ દલીલો પણ લાવી ચૂક્યા છે.

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …