અલ-અતીક – જહન્નમ ની આગથી આઝાદ

كان سيدنا رسول الله صلى الله عليه وسلم جالسا مع أصحابه مرة، فنظر إلى سيدنا أبي بكر رضي الله عنه وقال: هذا عتيق الله من النار فيومئذ سمي سيدنا أبو بكر رضي الله عنه عتيقا (مسند البزار، الرقم: ٢٢١٣، مجمع الزوائد، الرقم: ١٤٢٨٩)

એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સહાબા એ કિરામ રદિ અલ્લાહુ અન્હુમ સાથે બેઠા હતા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અબુબકર રદિ અલ્લાહુ અન્હુ તરફ નજર કરી અને ફરમાવ્યું કે અલ્લાહ તઆલાએ આ વ્યક્તિને (હઝરત અબુ બકર રદિ અલ્લાહુ અન્હુ ને) જહાન્નમની આગ થી આઝાદ કરી દીધા છે.

આ મૌકા પર હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુને અલ્લાહ તઆલા તરફથી અલ-અતીકનું લકબ (ઉપનામ) મળ્યું.

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ઇજ્જત અને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિલ માં એમની મોહબ્બત

ફતહે મક્કા ના મૌકા પર હઝરત અબુ બકર રદિઅલ્લાહુ અન્હુ એમના પિતા અબુ કુહાફા ને લઈને આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની ખિદમત માં હાજર થયા, જેથી તેઓ ઇસ્લામ કબૂલ કરે. તે સમયે અબુ કુહાફા નેવું વર્ષનાં હતા અને એમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી.

જ્યારે તેઓ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ની પાસે પહોંચ્યા તો આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે  અબુબકર રદી અલ્લાહુ અન્હુ થી ફરમાવ્યું : તમે આ વૃદ્ધ માણસ (અબુ કુહાફા)ને તેમની જગ્યાએ કેમ ન છોડ્યા? જેથી હું જાતે તેમની મુલાકાત કરું.

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો: ના, આ કેવી રીતે બની શકે કે તમે ‌તેમની પાસે જાઓ ; જો કે તમે આ વાતનાં વધુ હકદાર છો કે તે તમારી પાસે આવે (એટલે ​​કે જો કે તે મારા પિતા છે, પરંતુ તમે અલ્લાહના રસુલ છો; આ માટે તમે વધુ આદર અને સન્માન ના હકદાર છો, તેથી અમારે તમારી ખિદમત માં હાજર થવું જોઈએ).

એક બીજી રિવાયત માં હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુએ આ વાત નું બીજું કારણ આપ્યું છે કે તેઓએ આ કેમ ઈચ્છ્યું કે તેમના પિતા આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની પાસે આવે એવું ન થઈ શકે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તેમની પાસે જાય.

હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: હે અલ્લાહના રસુલ! હું ઈચ્છું છું કે મારા પિતા તમારી પાસે આવે, જેથી તેમનું આવવું તેમના માટે અલ્લાહ તઆલા ની ત્યાં સવાબ નો ઝરીયો બની શકે (કે તેમણે વૃદ્ધાવસ્થા અને અંધત્વ હોવા છતાં તમારી ખિદમત માં હાજર થવાનો કષ્ટ ઉઠાવ્યો.

આ સાંભળીને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યુ : આપણે તેમનું સન્માન કરીશું (એટલે ​​કે ખાસ રીતે અબુ કુહાફા રદી અલ્લાહુ અન્હુનુ સન્માન કરીશું), કારણ કે તેમના પુત્ર અબુ બકર (રદિ. અલ્લાહુ અન્હુ)એ અમને ઘણો ફાયદો પહોંચાડ્યો છે.

આ પછી હઝરત અબુબકર રદિઅલ્લાહુ અન્હુએ તેમના પિતાને નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સામે બેસાડ્યા, પછી પયગમ્બરે સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેમની છાતી પર હાથ ફેરવીને ફરમાવ્યું: ઇસ્લામ સ્વીકારો, તમને નજાત (મુક્તિ) મળશે.

અબુ કુહાફાએ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની આ દાવતનો (આમંત્રણનો) સ્વીકાર કર્યો અને તેજ સમયે ઇસ્લામમાં દાખિલ થઈ ગયા. (મઝમુઉ-ઝવાઈદ અને મુસ્તદરક હકીમ)

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …