ગુફામાં અને હ઼ોઝે કવષર પર રસૂલે કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સાથી

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે હઝરત અબુ બકર રદી અલ્લાહુ અન્હુ થી ફરમાવ્યું:

 أنت صاحبي على الحوض (الكوثر يوم القيامة) وصاحبي في الغار (أثناء الهجرة) (سنن الترمذي، الرقم: ٣٦٧٠)

તમે મારા સાથી હશો હ઼ોઝ (કવષર) પર(જેમ કે હિજરત સમયે) તમે ગુફામાં મારા સાથી હતા.

હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુ) ગારે ષૌરમાં

હિજરતનાં વાકિઆ માં મનકૂલ છે કે જ્યારે હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુ) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સંગાત ગારે ષૌર(ષૌર ગુફા) સુઘી પહોંચ્યા, તો હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુએ) આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ થી કહ્યુઃ અલ્લાહ તઆલાનાં વાસ્તે તમો હમણાં આ ગુફામાં દાખલ નાં થાવ. પેહલા હું અંદર જાવું, જેથી અગર તેમાં કોઈ તકલીફ આપવા વાળી વસ્તુ (સાંપ, બીચ્છુ વગૈરહ) હોય અને તે તકલીફ પહોંચાડે, તો મને તકલીફ પહોંચાડે ન કે તમને.

પછી હઝરત અબુ બકર સિદ્દીક (રદિ અલ્લાહુ અન્હુ) ગુફામાં દાખલ થયા અને તેને સારી રીતે સાફ કર્યુ. તેમણે ગુફામાં કેટલાક છિદ્ર (સુરાખ) જોયા, તો તેવણે પોતાની લુંગીને ફાડી અને કેટલાક છીદ્રો (સુરાખો) ને પોતાની લુંગીનાં ચીથરાવોથી બંદ કરી દીઘુ. માત્ર બે છીદ્ર (સુરાખ) બાકી રહી ગયા (કારણકે તેને બંદ કરવા માટે લુંગીનાં ચીથરાવોમાંથી કંઈ પણ બચ્યુ ન હતુ) તો તે છીદ્રો પર પોતાનો પગ મૂકીને બેસી ગયા.

પછી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુ કે અંદર તશરીફ લાવો. જેથી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ગુફામાં દાખલ થયા અને હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) નાં ખોળામાં પોતાનું માથુ મુકીને સૂઈ ગયા.

તે દરમિયાન એક સાંપે છીદ્રનાં અંદરમાંથી હઝરત અબુ બક્ર સિદ્દીક(રદિ.) નાં પગમાં ડંખ માર્યો, પણ તેવણ આ બીકથી પોતાની જગ્યાથી હલ્યા નહીં કે ક્યાંક રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જાગી ન જાય. છેવટે (વધારે તકલીફનાં કારણે) તેમની આંખોમાં ચાહવા વગર આંસુ નીકળી આવ્યા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મુબારક ચેહરા પર પડ્યા.

જેનાંથી આપની આંખ ખુલી ગઈ, તો આપે પૂછ્યુઃ અબુ બક્ર તમને શું થયુ? તેવણે અરજ કર્યુઃ હે અલ્લાહ નાં રસૂલ ! મારા માં-બાપ તમારા પર કુર્બાન મને કોઈ ઝહરીલા જાનવરે (સાંપે) કરડી લીઘુ છે. આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનો મુબારક થુક તેમનાં પગમાં ડંખ વાળી જગ્યા પર લગાવી દીઘુ, તો તે તકલીફ તરતજ દૂર થઈ ગઈ. (મિશ્કાતુલ મસાબીહ).

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …