કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૪

વિભિન્ન અવસરો (મોકૌઓ) અને સમયોનાં માટે મસનૂન સૂરતો

અમુક વિશેષ સૂરતોંનાં બારામાં અહાદીષે મુબારકામાં આવ્યુ છે કે તેઓને રાત અને દિવસનાં વિશેષ સમયો અથવા અઠવાડિયાનાં વિશેષ દિવસોમાં પઢવામાં આવે, તેથા તે સૂરતોંને નિયુક્ત સમયોમાં પઢવુ મુસતહબ છેઃ

(૧) સુવાથી પેહલા સુરએ કાફિરૂન પઢવુ.

હઝરત જબલા બિન હારિષા (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે જ્યારે તમે સુવાનો ઈરાદો કરો, તો સુરએ કાફિરૂન શરૂથી લઈને અંત સુઘી પઢી લિયા કરો, કારણકે આ સૂરતને પઢવુ શિર્કથી નજાતનો ઝરીયો છે. (મુઅજમુલ કબીર લિત તબરાની)

(૨) સવાર-સાંજ ત્રણ વખત ત્રણેવ કુલ (સુરએ ઈખલાસ, સુરએ ફલક અને સુરએ નાસ) પઢવુ.

હઝરત અબ્દુલ્લાહ બિન ખુબૈબ (રદિ.) ફરમાવે છે કે અમે એક વરસાદ વાળી સખત અંધારી રાતમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને શોધવા માટે નિકળ્યા, જેથી કે આપ અમને નમાઝ પઢાવી દે, તેથી મેં આપને શોધી લીઘા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મને ફરમાવ્યુઃ પઢો, પણ મેં કંઈ ન પઢ્યો (કારણકે મને ખબર ન હતી કે શું પઢું) પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બીજી વખત ફરમાવ્યુઃ પઢો, પણ મેં કંઈ ન પઢ્યુ (કારણકે મને ખબર ન હતી કે શું પઢું) પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ત્રીજી વખત ફરમાવ્યુઃ પઢો, તો મેં પૂછ્યુઃ હું શું પઢું? આપે ફરમાવ્યુઃ સવાર-સાંજ ત્રણ વખત સુરએ ઈખલાસ અને મુઅવ્વઝતૈન (કુલ અઊઝુ બિરબ્બિલ ફલક અને કુલ અઊઝુ બિરબ્બિન્નાસ) પઢી લિયા કરો, આપે વધારેમાં ફરમાવ્યુઃ આ (સૂરતો) તમને દેરક વસ્તુનાં માટે કાફી થઈ જશે (એટલે આ સૂરતોંની બરકતથી દરેક બલાવો અને મૂસીબતોંથી તમને નજાત મળશે). (તિર્મીઝી શરીફ)

(૩) રાત્રે સુરએ વાકિયા પઢવુ.

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માનસ દરેક રાત્રે સુરએ વાકિયા પઢે, તે ક્યારેય ફાકામાં મુબતલા નહીં થશે. તથા હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) વધારે ફરમાવે છે કે મેં પોતાની છોકરીઓને હુકમ આપ્યો છે કે તેઓ દરેક રાત્રે આ સૂરતની તિલાવત કર્યા કરે.

જ્યારે હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) મરઝુલ મૌત (મરણ પથારી) માં હતા અને પોતાની જીંદગીનાં અંતિમ ક્ષણોમાં હતા, તો હઝરત ઉષમાન (રદિ.) તેમની ઈયાદત માટે તશરીફ લાવ્યા. ઈયાદતનાં દરમિયાન હઝરત ઉષમાન (રદિ.) તેમને પૂછ્યુઃ શું હું આપનાં માટે વઝીફો નિયુક્ત ન કરી દવું? હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) જવાબ આપ્યોઃ મને તેની જરૂરત નથી. હઝરત ઉષમાન (રદિ.) ફરમાવ્યુઃ તે વઝીફો (આપની વફાત બાદ) આપની છોકરીઓનાં કામ આવશે. હઝરત અબ્દુલ્લા બિન મસઊદ (રદિ.) જવાબ આપ્યોઃ શું આપને મારી છોકરીવોનાં બારામાં ફાકા નો ભય છે? (આપ તેની ફિકર ન કરો, કારણકે) મેં મારી છોકરીવોને તાકીદ કરી છે કે તેઓ દરેક રાત્રે સુરએ વાકિયાની તિલાવત કરે, એટલા માટે કે હું રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી સાંભળ્યુ છે કે જે માણસ દરેક રાત્ર સુરએ વાકિયાની તિલાવત કરે, તેઓ ક્યારેય પણ ફાકામાં મુબતલા નહીં થશે.

(૪) સવાર સાંજ સુરએ યાસીન પઢવુ.

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે જે માણસ સવારનાં સમયે સુરએ યાસીન પઢે, તેનાં બઘા કામ તે દિવસે સાંજ સુઘી આસાન કરી દેવામાં આવશે અને જે માણસ દિવસનાં અંતમાં તેને પઢે, તેનાં બઘા કામ બીજી સવાર સુઘી આસાન કરી દેવામાં આવશે.

હઝરત જુનદુબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ રાતનાં અલ્લાહની રઝા હાસિલ કરવા માટે સુરએ યાસીન પઢે, તેનાં (સગીરા) ગુનાહ માફ કરી દેવામાં આવશે.

(શોઅબુલ ઈમાનની રિવાયતમાં વારિદ થયુ છે કે જે માણસ સુરએ યાસીન પઢે, તેનાં સગીરા ગુનાહ માફ કરી દેવામાં આવશે. આ હદીષમાં રાતનાં પઢવાની કોઈ તખસીદ (તાકીદ) નથી છે, તેથી જો કોઈ માણસ દિવસ અથવા રાતનાં કોઈ પણ સમયમાં સુરએ યાસીનની તિલાવત કરે, તો તેને આ ફઝીલત (ગુનાહોનું માફ થવુ) હાસિલ થશે.

(૫) સુવાથી પેહલા સુરએ મુલ્ક પઢવુ.

હઝરત અબ્દુલ્લાહ બિન મસઊદ (રદિ.) ફરમાવે છે કે જે માણસ દરેક રાત્રે સુરએ મુલ્ક પઢે, તો અલ્લાહ તઆલા તે માણસને તે સુરતની બરકતથી કબરનાં અઝાબથી નજાત આપશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં ઝમાનામાં આપણે (સહાબએ કિરામ) આ સૂરતને “અલમાનિઆ” (કબરનાં અઝાબથી બચાવવા વાળી સૂરત) નાં નામથી બોલાવતા હતા. આ સૂરત એવી સૂરત છે કે જે માણસ દરેક રાતમાં તેની તિલાવત કરે, તો બેશક તેણે ઘણો વધારે (ષવાબ) હાસિલ કર્યો અને ઘણું સારૂ કર્યુ.

સુરએ મુલ્કનાં બારામાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારૂ દિલ ચાહે છે કે આ સૂરત (સુરએ મુલ્ક) મારી ઉમ્મતનાં દરેક ફર્દનાં દિલમાં હોય.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી મરવી છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે કુર્આને મજીદમાં એક સૂરત છે જે ત્રીસ આયતો પર સમાયેલ છે, આ સૂરત તે માણસનાં માટે સિફારિશ કરશે, અહિંયા સુઘી કે તેને બખશી દેવામાં આવશે, આ સૂરત સુરએ મુલ્ક છે (એટલે આ સૂરત તે માણસનાં માટે સિફારિશ કરશે જે પાબંદીથી તેની તિલાવત કરે).

(૬) સુવાથી પેહલા સુરએ સજદા પઢવુ.

હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે કે હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તે સમય સુઘી ન સુતા હતા, જ્યાં સુઘી સુરએ સજદા અને સુરએ મુલક ન પઢી લેતા હતા.

હઝરત ખાલિદ બિન મઅદાન (રહ.) (તાબિઈ) ફરમાવે છે કે બેશક સુરએ સજદા કબરમાં તે માણસની દિફાઅ (સંરક્ષણ) કરશે જે તેની તિલાવત કરે છે. આ સૂરત કહેશેઃ હે અલ્લાહ ! જો હું આપની કિતાબનો હિસ્સો છું, તો તે માણસનાં હકમાં મારી શફાઅત કબૂલ ફરમાવો અને જો હું આપની કિતાબનો હિસ્સો નથી છું, તો મને પોતાની કિતાબથી મિટાવી દો. આ સૂરત પક્ષીની શકલ અપનાવીને તે માણસનાં ઉપર પોતાનાં પર ફેલાવી દેશે (જેથી કે તેની હિફાઝત કરે) અને તેનાં માટે સિફારીશ કરશે અને તેને કબરનાં અઝાબથી બચાવશે. સુરએ મુલકને પણ આજ ફઝીલત હાસિલ છે. આ મહાન ફઝીલતનાં કારણેથી હઝરત ખાલિદ બિન મઅદાન (રહ.) નો નિયમ હતો કે તેવણ નહી સુતા હતા જ્યાં સુઘી કે તેવણ સુરએ સજદા અને સુરએ મુલ્ક ન પઢી લેતા હતા.

(૭) જુમઆની રાતમાં સુરએ દુખાન પઢવુ.

 હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ જુમઆની રાત્રે (જુમેરાતની રાતમાં) સુરએ દુખાન પઢે, તેનાં બઘા (સગીરા) ગુનાહ માફ કરી દેવામાં આવશે.

હઝરત અબુ ઉમામા (રદિ.) થી મરવી છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ જુમ્આની રાત્રીમાં (જુમેરાતની રાતમાં) અથવા જુમ્આનાં દિવસમાં સુરએ દુખાન પઢે, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં એક મહલ બનાવશે.

(૮) જુમઆનાં દિવસે સુરએ કહફ પઢવુ.

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ જુમઆનાં દિવસે સુરએ કફહની તિલાવત કરે, તેનાં કદમનાં નીચેથી એક નૂર નિકળે છે અને તે આસમાનનાં વાદળો સુઘી પહોંચી જાય છે. આ નૂર કયામતનાં દિવસે તેને રોશની આપશે અને પાછલી જુમઆથી લઈને આવતી જુમઆ સુઘીનાં તેનાં બઘા (સગીરા) ગુનાહ માફ થઈ જાય છે.

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસ જુમઆનાં દિવસે સુરએ કહફ પઢી લે (અને જુમઆનાં હુકૂક પૂરા કરે), તે આંઠ દિવસ સુઘી દરેક ફિતનાથી સુરક્ષિત રહેશે અને જો દજ્જાલ નિકળી આવે, તો આ માણસ તેનાં ફિતનાથી સુરક્ષિત રહેશે.

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) ફરમાવે છે કે જે માણસ જુમઆનાં દિવસે સુરએ કહફ પઢી લે, તો જો દજ્જાલથી તેનો સામનો થઈ જાય, તો દજ્જાલને તેનાં પર ગલબો હાસિલ નહી થશે અને ન તે તેને કોઈ તકલીફ પહોંચાડી શકશે.

(૯) સુવાથી પેહલા સુરએ બકરાની છેલ્લી ત્રણ આયતોં પઢવુ.

હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે હું નથી સમજતો કે કોઈ અકલમંદ માણસ સુરએ બકરાની છેલ્લી ત્રણ આયતોં પઢવા વગર સૂશે, કારણકે આ (આયતો) અર્શનાં નીચેનાં ખઝાનામાંથી આવી છે.

(૧૦) સુવાથી પેહલા સુરએ ફાતિહા અને સુરએ ઈખલાસ પઢવુ.

હઝરત અનસ રદી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યું કે જ્યારે તમે (સુવાનાં સમયે) પોતાનો પેહલુ બિસ્તર પર રાખો અને સુરએ ફાતિહા અને સુરએ ઈખલાસ પઢી લો, તો તમે મૌતનાં વગર દરેક વસ્તુથી સુરક્ષિત થઈ જશો.

(૧૧) સુવાથી પેહલા સુરએ ઝુમર અને સુરએ બની ઈસરાઈલ પઢવુ.

હઝરત અબુ લુબાબા રદી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા એ ફરમાવ્યું કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ન સુતા હતા જ્યાં સુઘી તેઓ સુરએ ઝુમર અને સુરએ બની ઈસરાઈલ ન પઢી લેતા.

(૧૨) સુવાથી પેહલા મુસબ્બિહાત પઢવુ. (તે સૂરતો જે “તસ્બીહ” નાં શબ્દથી શરૂ થાય છે)

તે સૂરતો આ છેઃ સુરએ બની ઈસરાઈલ (سورة بني إسرائيل), સુરએ હદીદ (سورة الحديد), સુરએ હશર (سورة الحشر), સુરએ સફ (سورة الصف), સુરએ જુમઆ (سورة الجمعة), સુરએ તગોબુન (سورة التغابن) અને સુરએ અઅલા (سورة الأعلى).

હઝરત ઈરબાઝ બિન સારિયા (રદિ.) ફરમાવે છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ન સુતા હતા જ્યાં સુઘી તેઓ મુસબ્બિહાત ન પઢી લેતા, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવતા હતા કે તે સૂરતોમાં એક એવી આયત છે જે હઝાર આયતોથી અફઝલ છે.

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...