ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૪

જુમહૂર ઉમ્મતનાં રસ્તા પર ચાલવુ અને શાઝ વાતોથી બચવુ

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી ફરમાવી છે કે એક એવો ઝમાનો આવશે જ્યારે લોકોફિતનાવો અને આઝમાઈશોમાં મુબતલા હશે, તથા તે ઝમાનામાં ઘણાં બઘા લોકો કિતાબો સુન્નતનાં ખિલાફ નવી નવી વાતો પૈદા કરશે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવા સંગીન હાલાતમાં ઉમ્મતને આ તાલીમ આપી છે કે તે દીન અને સુન્નતનાં રસ્તા પર ચાલે અને તેઓ તે વસ્તુઓથી બચે જે દીનમાં નથી.

આલિમે દીનની લગઝિશ

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જે ફિતનાવોનો પોતાની ઉમ્મત પર અંદેશો હતો તે ફિતનાવોમાંથી એક મોટો ફિતનો આલિમે દીનની લગઝિશનો ફિતનો છે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આલિમે દીનની લગઝિશનો અન્દેશો આ કારણેથી હતો કે જ્યારે આલિમે દીન કોઈ લગઝિશ કરે અને ગલત રસ્તા પર ચાલે, તો તેની લગઝિશનું લોકો પર અષર પડે છે અને લોકો તે લગઝિશમાં તે આલિમની ઈત્તેબાઅ કરે છે, તેથી ઉલમાની લગઝિશો ઉમ્મતની ગુમરાહીનું કારણ બની શકે છે.

તેથી રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક મને પોતાની ઉમ્મત પર આલિમની ઝલ્લત (લગઝિશોં અને ભૂલો)નો મોટો અંદેશો છે. (મજમઉઝ્ઝવાઈદ)

ઉમ્મતનાં સામાન્ય લોકોનો હાલ આ છે કે તેઓને કુર્આનો હદીષથી સીઘે સીઘુ પહોંચ નથી અને તેઓ સંપૂર્ણપણે ઉલમા પર ભરોસો કરે છે અને ઉલમાની ઈત્તેબાઅ કરે છે, તેથી જો આલિમે દીન દીની કામોમાં ભૂલો કરે, તો ક્યારેક એવુ થાય છે કે આખી કૌમ તેની ભૂલમાં તે આલિમની ઈત્તેબાઅ કરે છે અને અંતમાં તે બઘી ગુમરાહીમાં મુબતલા થાય છે.

જેવી રીતે હઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ વાતની મોટી ફિકર હતી એવીજ રીતે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં સહાબએ કિરામ (રદિ.) ને પણ આજ વાતની ફિકર હતી. સહાબએ કિરામ (રદિ.) હંમેશા આ ફિકર કરતા હતા કે તેઓ દીનનાં સહીહ રસ્તા પર ચાલે અને તેઓ દીનાં સહીહ રસ્તા પર બીજાવોને પણ ચલાવે.

જો સહાબએ કિરામ (રદિ.) ને ઈલમ હોતે કે લોકો દીનમાં કોઈ નવી વાત પૈદા કરવાની કોશિશ કરે છે, તો તેઓ સંપૂર્ણ પણે મેહનતની સાથે તેની સૂધારણા ફરમાવી દેતે અને ઉમ્મતની સહીહ રેહબરી ફરમાવી દેતા હતા.

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) ની ફિકર અને રેહનુમાઈ

એક વખત હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) નિમ્નલિખિત નસીહત અમુક લોકોને ફરમાવીઃ

જો કોઈ માણસ દીનમાં નવી બિદઅતો પૈદા કરે, તો તમે લોકો તેનાંથી બચ્યા કરો, કારણકે જે નવી વાત પૈદા થશે તે ઝલાલત અને ગુમરાહી છે અને હું તમને આલિમની ગુમરાહીથી ડરાવું છું, એટલા માટે કે શૈતાન ગુમરાહીની વાત આલિમની ઝબાનથી કહે છે અને ક્યારેક મુનાફિક માણસ હક વાત કહી દે છે.

રાવી (યઝીદ બિન અમીરા) બયાન કર્યુ કે હું હઝરત મુઆઝ (રદિ.) થી ખબર થઈ કે મને આ વાતનો ઈલમ કેવી રીતે થશે કે દાના (અકલમંદ અથવા આલિમ) માણસ ગુમરાહીની વાત બતલાવી રહ્યો છે અને મુનાફિક ક્યારેય હક વાત કહી દે છે?

હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) જવાબ આપ્યોઃ હાં, તમે આલિમ માણસની તે વાતોથી બચ્યા કરો જે ખ્યાતિ પામી જાય અને લોકો તેનાં સંબંઘથી વાતો બનાવવા લાગે (એટલે તેનાં પર એતેરાઝ કરવા લાગે), પણ એવી વાતોનાં કારણેથી તમે આલિમથી મોઢુ ન ફેરવી લેતા, કારણકે થઈ શકે છે કે તે પોતાની ભૂલથી રુજૂઅ કરી લે (પોતાની ભૂલ સુઘારી લે) અને તમે જ્યારે પણ હક વાત સાંભળો, કબૂલ કરી લો, કારણકે હકમાં એક રોશની હોય છે. (અબુ દાવુદ)

આજ કાલ આપણે જોઈએ છે કે ઘણાં બઘા લોકો કોઈ નાજાઈઝ વસ્તુ અથવા કામને જાઈઝ બનાવવાની કોશિશમાં અમુક ઉલમાનું નામ લે છે અને પેશ કરે છે, તે કહે છે કે ફલાણાં આલિમે ફલાણી વસ્તુ અથવા કામને જાઈઝ કહ્યુ છે, પણ તે સમજતા નથી કે શરીઅતમાં જવાઝ (જાઈઝ) અને અદમે જવાઝ (નાજાઈઝ)ની બુનયાદ કુર્આનો હદીષ છે ન કે કોઈ માણસની વાત અથવા કામ.

તેથી હઝરત મુઆઝ બિન જબલ (રદિ.) ની ઉપર જણાવેલ નસીહતથી આપણે સમજીએ છે કે આલિમથી પણ ભૂલ થઈ શકે છે અને તેની ભૂલ ને જાણવાનો તરીકો આ છે કે બીજા નેક ઉલમા તેની રાય પર વાંધો ઉઠાવશે અને તે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સાફ સુન્નતની તરફ ઉમ્મતની સહીહ રેહબરી કરશે.

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …