વડીલોના માર્ગદર્શન હેઠળ જ્ઞાન અને સ્મરણ પ્રાપ્ત કરવાનું મહત્વ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“આપણી આ દીની દઅવતો (તબલીગ) માં કામ કરવા વાળા (લોકો) બઘાને આ વાત સારી રીતે સમજાવી દેવી જોઈએ કે તબલીગી જમાઅતમાં નિકળવાનો મકસદ માત્ર બીજાને (દીન) પહોંચાડવુ અને જણાવવુજ નથી, બલકે તેનાં ઝરીએથી પોતાની ઈસ્લાહ અને પોતાની તાલીમ તથા તરબિયત (હાસિલ કરવુ) પણ મકસૂદ છે.

તેથી નિકળવાનાં ઝમાનામાં ઈલ્મ અને ઝિકરમાં વ્યસ્ત રેહવાનો ઘણો વધારે પ્રબંઘ કરવામાં આવે. ઈલ્મે દીન અને ઝિકરૂલ્લાહનાં એહતેમામ વગર (જમાતમાં) નિકળવુ કંઈ પણ નથી. પછી આ પણ જરૂરી છે કે ઈલ્મ તથા ઝિકરમાં આ વ્યસ્તતા આ રસ્તાનાં પોતાનાં મોટાવોથી સંબંઘ રાખીને (હાસિલ કરવામાં આવે) અને તેમની હિદાયત તથા નિગરાનીનાં હેઠળ હોય.

અંબિયા (અલૈ.) નો ઈલમ તથા ઝિકર અલ્લાહ તઆલાનાં હિદાયત હેઠળ હતા અને સહાબએ કિરામ (રદિ.) હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી ઈલ્મ તથા ઝિકર લેતા હતા અને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમની પૂરી પૂરી નિગરાની ફરમાવતા હતા.

એવીજ રીતે દરેક ઝમાનાનાં લોકોએ પોતાનાં મોટાવોથી ઈલમ તથા ઝિકર હાસિલ કર્યો અને તેમની નિગરાની અને રેહનુમાઈમાં પૂરૂ કર્યુ.

એવીજ રીતે આજે પણ આપણે પોતાનાં મોટાવોની નિગરાનીનાં મોહતાજ છે, નહીતર (આપણે) શૈતાનની જાળમાં ફસાઈ જવાનો મોટો અંદેશો છે.” (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) પેજ નં- ૮૮)

Source: https://ihyaauddeen.co.za/?p=20018


 

Check Also

મોતની તૈયારી દરેક વ્યક્તિએ કરવાની છે

શૈખ-ઉલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહિમહુલ્લાહ‌‌‌ એ એકવાર ઇર્શાદ ફરમાવ્યું: મને એક વાત વિશે ઘણું …