કયામતની અલામતો – ૩

કયામતની મોટી અલામતોથી પેહલા નાની અલામતોનું દેખાવુ

અહાદીષે મુબારકામાં કયામતની ઘણી બઘી નાની અલામતો બયાન કરવામાં આવી છે. આ નાની અલામતો પર ગૌર કરવાથી આપણને ખબર થાય છે કે આ નાની અલામતો જ્યારે આખી દુનિયાનાં દરેક જગ્યામાં વધારે પ્રમાણમાં જાહેર થવા લાગશે અને તે દરેક સમયે ઉદય (ઊરૂજ) અને તરક્કી પર હશે, તો આ મોટી અલામતોનાં જાહેર થવાની તરફ લઈ જશે અને મોટી અલામતોનાં વુકુઅ (જાહેર થવાનો) ઝરીઓ બનશે.

અમુક અહાદીષે મુબારકામાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફિતનાવોની શિદ્દતની મિષાલ એક અંધારી રાતથી કરી છે. રાત જ્યારે આવે છે તો જેવીરીતે રાતનાં સમયો ગુજરે છે તેનું અંધારપટ વધે છે અને તરક્કી કરે છે એવીજ રીતે ઝમાનાનાં ફિતનાવોનો હાલ હશે કે જેવી રીતે સમય પસાર થતા જાય છે ફિતનાવોની શિદ્દત પણ તરક્કી પર હશે, તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઉમ્મતને નસીહત ફરમાવીને ઈરશાદ ફરમાવ્યુઃ

આમાલે સાલિહા જલદી કરી લો તે ફિતનાવોનાં આવવાથી પેહલા જે અંધારી રાતનાં ભાગોની જેમ આવશે (એક પછી એક આવશે). ઈન્સાન સવાર પસાર કરશે મોમિન હોવાની હાલતમાં અને સાંજનાં કાફિર થઈ જશે. એવીજ રીત સાંજને પસાર કરશે મોમિન હોવાની હાલતમાં અને સવારનાં કાફિર થઈ જશે અને તે દુનિયાની સામાન્ય જેવી વસ્તુનાં બદલે પોતાનાં દીન તથા ઈમાન વેચી નાંખશે. (મુસ્લિમ શરીફ)

ફિતનાવોની તિવ્રતાનું એક કારણ “માલની મોહબ્બત” છે, કારણકે માલની મોહબ્બતનાં કારણેથી ઈન્સાન પોતાની દીની સિફાત તથી મૂલ્યતા અને શરમ તથા હયાને છોડી દેશે અને માલને હાસિલ કરવા માટે પોતાનો દીન તથા ઈમાન વેચી દેશે.

તેથી નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે બેશક કયામતથી પેહલા (તમે જોશો કે) લોકો માત્ર મખસૂસ લોકોને સલામ કરશે અને (તમે જોશો કે) વ્યાપાર અહિંયા સુઘી ફેલાઈ જશે કે ઔરત પોતાનાં ઘરથી બાહર નિકળશે, જેથી કે તે તિજારતમાં પોતાનાં શૌહરની મદદ કરશે અને (તમે  જોશો કે) સગા સંબંઘીઓથી સંબંઘ ખતમ કરવો સામાન્ય વાત થઈ જશે (આ બઘી બુરાઈયો માલની મોહબ્બતનાં કારણેથી પૈદા થશે). (મુસનદે અહમદ)

પાંચ બુનિયાદી ફિતનાવો જે દરેક ફિતનાવોની જડ

જ્યારે આપણે તે અહાદીષે મુબારકા પર ગૌર કરીએ છીએ જે ફિતનાવોનાં મુદ્દાઓનાં સંબંઘથી લખાયેલી છે, તો આપણે પાંચ ફિતનાવોને જોઈએ છે જે બુનિયાદી ફિતનાવો છે.

આ પાંચ ફિતનાવો અત્યંત જીવલેણ અને ઘણાં મોટા મોટા દીની નુકસાનાત અને બુરાઈયોંનાં કારણો હશે અને પરિણામે તે ઘણી બઘી બીજી બુરાઈયોનાં વુજૂદમાં આવવાનો ઝરીઓ હશે.

(૧) કુફ્ફાર અને યહૂદો નસારાની મુશાબહત (૨) શરમ હયાનો અભાવ (૩) દીન અને દુનિયાથી સંબંઘિત વસ્તુઓની બેઅદબી અને લોકોોનાં અધિકારોની અદાયગીમાં ગફલત (૪) માલની મોહબ્બત અને ખ્વાહિશાતની પૈરવી (૫) પોતાની રાયને પસંદ કરવુ અને ઉલમાએ સાલિહીનની તરફ રૂજુઅ ન કરવુ.

કુફ્ફાર અને યહૂદો નસારાની મુશાબહત અપનાવવુ

આ ફિતનાવો જો કે મુસલમાન કુફ્ફાર અને યહૂદો નસારાનાં તરીકાવો તથા આદતો અને ઝિંદગીનાં તર્ઝને અપનાવવુ, અત્યંત ખતરનાક ફિતનાવોમાંથી છે અને આ દીન તથા ઈમાનની બરબાદીનું કારણ છે. એક હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી કરી છે કે મારી ઉમ્મત કયામતથી પેહલા કુફ્ફાર અને યહૂદો નસારાનાં નકશે કદમ પર ચાલશે અને તેમની સમાનતા (મુશાબહત) અપનાવશે.

તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે યકીનન તમે લોકો (એટલે મારી ઉમ્મતનાં તે લોકો જેઓ કયામતથી પેહલા આવશે) પાછલી ઉમ્મતોનાં તરીકાવો પર ચાલશે (અને તમે તેઓનાં એટલા મુશાબેહ (સમાન) થઈ જશો જેવી રીતે કે) બાલિશ્ત બાલિશ્તનાં બરાબર હોય અને ઝિરાઅ ઝિરાઅનાં (એક હાથનાં) બરાબર હોય, અહિંયા સુઘી કે જો તે ગોહનાં બિલમાં ઘુસશે, તો તમે પણ તેમાં જવામાં તેમની પૈરવી કરશો. આ સાંભળી સહાબએ કિરામ (રદિ.) અરજ કર્યુ કે હે અલ્લાહનાં રસૂલ ! શું યહૂદો નસારા મુરાદ છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ તો બીજુ કોણ? (સહીહ બુખારી)

કુર્આનો હદીષમાં ઈમાન વાળાઓને કુફ્ફારની સાથે દોસ્તી કરવા અને સંબંઘ રાખવાથી રોકવામાં આવ્યા છે, તેનું કારણ આ છે કે જો મોમિન કુફ્ફારની સાથે દોસ્તી અને સંબંઘ રાખે, તો જરૂરબીજ જરૂર કુફ્ફારની ઝિંદગીનાં તર્ઝથી પ્રભાવિત થઈને તેમનાં તરીકાવો તથા આદતો, ફિકરો તથા ખયાલાતો અને કપડાવોની નકલ કરશે અને અંતમાં તેનું પરિણામ આ હશે કે તે પોતાની દીની જવાબદારીઓથી ગાફિલ થઈ જશે અને તે પોતાનાં ફરાઈઝ તથા વાજીબાતને પૂરા નહી કરશે (જે તેનાં ઝિમ્મે લાઝિમ છે અલ્લાહ તઆલા અને મખલૂકનાં માટે) અથવા તેમાં કોતાહી કરશે, તેથી જ્યારે કોઈ મોમિન કાફિરો અને તેમનાં તરીકાવો તથા આદતોની તરફ લોભ થાય, તો તે તેની જેમ ઝિંદગી જીવવાનું શરૂ કરશે અને અંતમાં તે પોતાની ઈસ્લામી તરીકાવો તથા આદતોને છોડી દેશે.

મુસલમાનોનું પતન

એખ વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ની સામે કયામતની વિભિન્ન નિશાનિયો અને અલામતો બયાન ફરમાવી. જો આપણે તે અલામતો પર ગૌર કરીએ જેને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) બયાન કરી, તો આપણને ખબર પડશે કે તે અલામતોમાં તે બાકી ચાર ફિતનાવોનું વર્ણન છે, જેનો આપણે ઉપર વર્ણવ્યો છે.

તેથી હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે યુદ્ધ વિના પ્રાપ્ત થયેલા માલને વ્યક્તિગત સંપત્તિ સમજવામાં આવશે જેને લોકો હાથો હાથ લેશે અને ઈસ્તેમાલ કરશે અને અમાનતને માલે ગનીમત (યુદ્ધ બાદ પ્રાપ્ત થયેલો માલ) સમજવામાં આવશે (એટલે લોકો અમાનતમાં ખયાનત કરશે) અને ઝકાતને ટેક્સ સમજવામાં આવશે. દીનનો જ્ઞાન દીન પર અમલ કરવા માટે પ્રાપ્ત કરવામાં નહી આવશે બલકે બીજા કોઈ મકસદ માટે પ્રાપ્ત કરવામાં આવશે (એટલે દુનિયા માટે),  માણસ પોતાની બીવી (પત્ની) નું સાંભળશે અને માં ની નાફરમાની કરશે (વાત નહી માનશે), પોતાનાં દોસ્તોને કરીબ કરશે અને વાલીદ (પીતા) ને દૂર કરશે, મસ્જીદોમાં અવાજો ઊંચી થશે (શોર-બકોર થશે), ફાસિક (દુરાચારી) માણસ કબીલા(જનજાતી)નો સરદાર બનશે, કૌમનો સરબરાહ(વડો) ઘટિયા(તુચ્છ) માણસ હશે, માણસની ઈઝ્ઝત તેની બુરાઈ (દુષ્ટતા) ની બીકનાં કારણે કરવામાં આવશે, ગાવાવાળીઓ અને સંગીતનાં સાધનો સામાન્ય થઈ જશે, ખુલ્લેઆમ શરાબ પીવાશે અને આ ઉમ્મતનાં પાછલા લોકો આગળનાં લોકો(સલફ સાલિહીન)પર લાનત કરશે (એટલે ખરાબ શબ્દો કહેશે), તો (આ નિશાનીઓનાં જાહેર થવા પછી) પ્રતિક્ષા કરો વાવાજોડાઓ, ભૂકંપો, લોકોનું જમીનમાં ધસાવવુ, લોકોનાં ચેહરાવો બગડી જવા, પત્થરોનો વરસાદ થવો અને આવા પ્રકારની બીજી નિશાનીયોની એક પછી એક જાહેર થશે જેવીરીતે કે હાર જ્યારે તેની દોરી કાપી નાંખવામાં આવે, તો તેનાં મોતીઓ એકપછી એક જલદી જલદી પડવા લાગે છે.”

ઉમ્મતનાં માટે ફિતનાવોથી નજાતનો રસ્તો

એક વખત નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને સંબોધીને ઈરશાદ ફરમાવ્યુઃ તમે સારી વાતનો હુકમ આપતા રહો અને ખરાબ વાતથી રોકતા રહો, અહિંયા સુઘી કે એક એવો ઝમાનો આવશે કે તમે આ જોઈ લેશો કે માલની લાલચની તાબેદારી થશે અને નફસાની ખ્વાહિશાત (ભાવનાત્મક ઇચ્છાઓ)ની પૈરવી કરવામાં આવશે અને દુનિયાને (ઝિંદગીનો મકસદ બનાવીને દીન પર) પ્રાથમિકતા આપવામાં આવશે અને દરેક સાહિબે રાયને પસંદ કરાશે, તો તે સમયે તમે પોતાની ઝાતને (ફિતનાવોથી) બચાવવાની વધારે ફિકર કરો અને લોકોની સાથે મેળ મિલાપ કરવાને છોડી દો, કારણકે ત્યાર બાદ આવવા વાળો દિવસ સબરનો દિવસ હશે (એટલે તે દિવસોમાં ફિતનાવો ઘણાં વધારે હશે અને પોતાનાં દીનની હિફાઝત કરવુ ઘણું મુશ્કિલ થશે). તે ઝમાનામાં દીન પર અડગ રેહવુ એવુજ મુશ્કિલ થશે જેવી રીતે ચીંગારી હાથમાં લેવુ (મુશ્કિલ થાય છે), તે ઝમાનામાં સારા કામ કરવા વાળાને પચાસ માણસોનાં ષવાબનાં બરાબર ષવાબ મળશે જે તેનાં જેવાજ સારા કામ કરતો હોય. આ સાંભળી એક સહાબીએ અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! શું તેનો ષવાબ આપણાં ઝમાનાનાં પચાસ માણસોનાં બરાબર હશે જે તેનાં જેવાજ કામ કરતો હોય? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ નહીં, બલકે તેનો ષવાબ તમારામાંથી (એટલે સહાબામાંથી) પચાસ માણસોનાં બરાબર હશે જેઓએ તેનાં જેવાજ કામ કર્યા હતા. (સુનને અબી દાવુદ)

આ હદીષથી આપણે સમજી શકીએ છે કે તે નાઝુક ઝમાનામાં જ્યારે દુનિયામાં ફિતનાવો ફેલાઈ જશે, તો ઉમ્મતનાં માટે નજાતનો રસ્તો આ છે કે ઉમ્મત મજબૂતીથી દીન પર કાયમ રહે અને તે લોકોની સંગાતથી બચો, જેઓ ફિતનાવોમાં મુબતલા છે.

આ વાત ધ્યાનમાં રહે કે ષવાબનું વધી જવુ અહિંયા સુઘી કે તે પચાસ સહાબાનાં ષવાબનાં બરાબર હોય યકીનન આ ઉમ્મત પર અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો ઘણો મોટો એહસાન છે.

ઉલમાએ કિરામે લખ્યુ છે કે ષવાબનું વધી જવુ ષવાબની મિકદારનાં એતેબારથી છે ન કે કૈફિયત (ગુણવત્તા) નાં એતેબારથી, આય આ કારણેથી છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઈરશાદ ફરમાવ્યુ કે “જો તમારામાંથી કોઈ માણસ ઉહદ પહાડનાં બરાબર સોનું (સદકામાં) ખર્ચ કરે, તો તે ષવાબમાં સહાબાનાં એક મુદ્દ અથવા અડધા મુદ્દનાં બરાબરને નહીં પહોંચશે (તેમનાં ઈખલાસ અને તેમની કુર્રબાનીનાં કારણેથી).” (સુનને અબી દાવુદ)

તેથી ઉમ્મતનાં નેક આમાલ સહાબાનાં નેક આમાલનાં કરીબ નથી પહોંચી શકવાનાં છે. આ એટલા માટે છે કે જે કુર્બાનિયો સહાબએ કિરામે આપી છે અલ્લાહ તઆલાનાં રસ્તામાં ઈખલાસની સાથે તે ઈસ્લામનાં શરૂ ઝમાનામાં હતી અને તે અલ્લાહ તઆલાનેં ત્યાં સૌથી વધારે મકબૂલ છે. દરઅસલ તેઓની કુર્બાનિયોથી દીન કાયમ થયો અને મહફૂઝ થયો અને આપણાં સુઘી પહોંચ્યો.

Source: http://ihyaauddeen.co.za/?p=18914


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …