તલાકની સુન્નતોં અને આદાબ – ૧

તલાક

નિકાહનો મકસદ આ છે કે મિયાં બિવી પાકીઝા જીવન પસાર કરે અને એક બીજાને અલ્લાહ તઆલાનાં અધિકારો અને પરસ્પરનાં (એકબીજાનાં) અધિકારો પૂરા કરવામાં મદદ કરે.

જે નિકાહમાં મિયાં બિવી ઉલફત તથા મોહબ્બતની સાથે રહે અને એક બીજાનાં મિજાઝ અને લાગણીઓને સમજીને જીવન બસર કરે, તો તે નિકાહ આનંદ તથા ખુશીનું કારણ બનશે અને દુનિયામાં નેક ઔલાદ આવવાનું કારણે બનશે.

જો નિકાહ બાદ મિંયા બિવી ને મહસૂસ થાય કે તેઓનાં દિલોમાં એક બીજાનાં માટે મોહબ્બત તથા ઉલફત નથી અથવા તેઓ માંથી એક નિકાહમાં બેવફાઈ કરી રહ્યો છે કોઈ અજનબી સાથે ગલત સંબંધ જોડવાનાં કારણે અથવા તેઓમાંથી એક વૈવાહિક જવાબદારીને નિભાવવા નહી ચાહતો, જેનાં કારણે તેઓ (મિયાં બિવી)નાં વૈવાહિક જીવનમાં ભંગાણ (ખલલ) થઈ રહી છે અને સતત ઝઘડાઓ અને લડાઈઓ એકબીજા સાથે થઈ રહી છે, તો એવી સૂરતમાં જ્યારે કે નિકાહનો મકસદ હાસિલ નથી થઈ રહ્યો, તો શરીઅત મિયાં બિવીને તલાકનાં ઝરીએ અલગ થઈ જવાની ઈજાઝત આપે છે.

સ્પષ્ટ રહે કે તલાક શરીઅતની નજરમાં તલાક એક નાપસંદીદા વસ્તુ છે, (પણ જરૂરત અને મજબૂરીનાં સમયે શરીઅતને શૌહરને તલાક આપવાની ઈજાઝત આપી છે), તેથી શૌહરને જોઈએ કે તલાક આપવામાં જલદી ન કરે, બલકે આપસની મનમુટાવ અને અપ્રસન્નતતાને ખતમ કરવાની કોશિશ કરે.

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ ફરમાવ્યુ કે અલ્લાહ તઆલાનાં નજદીક બઘી મબાહ (જાઈઝ) વસ્તુઓમાં સૌથી વધારે નાપસંદીદા વસ્તુ તલાક છે (એટલે તે તલાક નાપસંદીદા છે જે વગર જરૂરતે આપવામાં આવે).


[૧]

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...