કુરબાની અને સિલા રહમી

عن ابن عباس رضي الله عنهما قال قال رسول الله صلى الله عليه و سلم في يوم أضحى ما عمل آدمي في هذا اليوم أفضل من دم يهراق إلا أن يكون رحما توصل رواه الطبراني في الكبير (الترغيب والترهيب ۲/۹۹)

હઝરત અબદુલ્લાહ બીન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈદુલ અદહા (બકરી ઈદ) ના દિવસે ઈરશાદ ફરમાવ્યુઃ આજના દિવસે માણસનો કોઈ અમલ (કાર્ય) ખુન (લોહી) વહડાવવા (કુરબાની) થી અફઝલ નથી. પણ તે રીશ્તેદારી (સંબંધો) જેને (તોડી નાંખ્યા છે) પછી જોડવામાં આવે (તે કુરબાની ના સવાબ થી વધારે છે).

Source: http://ihyaauddeen.co.za/?p=12387