સહાબએ કિરામ (રદિ.)નાં માટે અલ્લાહ તઆલાની સંમતિની અભિવ્યક્તિ (ઈઝહાર)‎

 

અલ્લાહ તઆલાએ કુર્આને કરીમમાં સહાબએ કિરામ (રદિ.)નાં માટે જન્નતનું એલાન ફરમાવ્યુઃ

وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّاتٍ تَجْرِي تَحْتَهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ ﴿۱۰۰﴾

અને જે મુહાજીરીન અને અન્સાર ભૂતપૂર્વ અને પૂર્વવર્તી છે અને જેટલા લોકોએ નેકીમાં તેમની પૈરવી કરી, અલ્લાહ તેમનાંથી રાઝી થયા અને તેઓ બઘા અલ્લાહથી રાઝી થયા અને અલ્લાહે તેઓનાં માટે એવી જન્નતો તય્યાર કરી રાખી છે જેનાં નીચેથી નેહરો જારી થશે, જેમાં તેઓ હંમેશા રહેશે. આ મોટી સફળતા છે. (સુરએ તૌબા, આયત નં-૧૦૦)

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે સહાબએ કિરામ (રદિ.) નાં દિલોમાં કેટલી વધારે મોહબ્બત તથા મહાનતા હતી. તેનો અંદાજો તે સમયનાં કાફિરોની મુશાહદા અને ગવાહીથી સારી રીતે લગાવી શકાય છે.

સુલ્હે હુદયબિયહનાં મૌકા પર જ્યારે મુસલમાનો અને મક્કાનાં કાફિરોનાં દરમિયાન કરાર થઈ રહ્યો હતો, તો કુરૈશનો સંદેશવાહક હઝરત ઉરવહ બિન મસ્ઊદ (રદિ.) (જેઓ પછીથી મુસલમાન થઈ ગયા) ને આ મોકો મળ્યો કે તેઓ જાતે મુશાહદો કરે કે સહાબએ કિરામ (રદિ.) નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે કેવી રીતે વ્યવ્હાર કરતા છે. જેથી તેવણે સહાબએ કિરામ (રદિ.) ની મોહબ્બત અને માન સન્માનનું સારી રીતે અવલોકન કર્યુ. પછી મક્કા મુકર્રમહ પાછા આવ્યા અને કુરૈશને સંબોધીને આ કહ્યુ,

“હે કુરૈશ ! હું મોટા મોટા બાદશાહોને ત્યાં ગયો છું કૈસરો કિસરા અને નજ્જાશી નાં દરબારોને પણ જોયા છે અને તેઓનાં આદાબ (શિષ્ટાચાર) પણ જોયા છે. ખુદાની કસમ મેં કોઈ બાદશાહને નથી જોયો કે તેની જમાઅત તેની એવી તાઝીમ કરતી હોય જેવી મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની જમાઅત તેમની તાઝીમ કરે છે.

“જો તેવણ થૂકે છે તો જેનાં હાથ પર પડી જાય તો તે તેને શરીર અને મોં પર મસળી લે છે જે વાત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં મોં થી નિકળે છે તેને પુરૂ કરવા માટે બઘાજ ટૂટી પડે છે.

“તેમનાં વુઝૂનું પાણી આપસમાં લડી લડીને વહેંચે છે. જમીન પર નથી પડવા દેતા. જો કોઈને ટીંપું પણ ન મળે તો તે બીજાનાં ભીંજાયેલા હાથોથી મિલાવીને પોતાનાં મોં પર લગાવી લે છે.

“તેમની સામે બોલે ત્યારે અત્યંત નીચી અવાજ થી બોલે છે. તેમની સામે ઝોરથી નથી બોલતા. તેમની તરફ નજર ઉઠાવીને અદબનાં કારણે નથી જોતા. જો તેમનાં માથા અને દાઢીનો કોઈ બાલ પડે છે, તો તેને તબર્રુકન ઉઠાવી લે છે અને તેની તાઝીમ અને એહતેરામ કરે છે.

“અંતમાં મેં કોઈ જમાઅતને પોતાનાં આકાની સાથે આટલી મોહબ્બત કરતા નથી જોયા જેટલી મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની જમાઅતની સાથે કરતા જોયા છે.” (સહીહલ બુખારી, હદીષ નં-૨૭૩૧, ફઝાઈલે આ’અમાલ, પેજ નં-૧૬૬)

અલ્લાહ તઆલા આપણાં દિલોને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.) ની સાચી મોહબ્બતથી મુનવ્વર કરી દે અને આપણને જીવનનાં દરેક ઉમૂરમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોંને જીવીત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Check Also

અલ્લાહ તઆલાની બારગાહ માં (દરબારમાં) હઝરત સ’અ્દ રદી અલ્લાહુ અન્હુની દુઆઓ નું કબૂલ થવુ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે દુઆ કરી: …