કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૧

ઉમ્મતનો સૌથી મહાન ઈનઆમ

અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ ઉમ્મતે મુહમ્મદિયા અલા સાહિબિહા અલફ અલફ સલાતો સલામને એક એવો સમુદ્ર અર્પણ કર્યો છે જેનો કોઈ કિનારો નથી. આ સમુદ્ર ભાત ભાતનાં હીરા, જવેરાત, મોતિયોં અને અનમોલ ખજાનાવોથી ભરેલો છે. જે માણસ જેટલુ વધારે આ સમુદ્રમાં ડૂબકી મારતો રહે અને કીમતી વસ્તુઓ કાઢતો રહે, તે તેટલો વધારે ફાયદો ઉઠાવશે. આ એક એવો સમુદ્ર છે જેનું પાણી ક્યારેય પણ સુકાતુ નથી, બલકે આ ઈન્સાનને દુનિયા અને આખિરત બન્નેવમાં ફાયદો પહોંચાડવા વાળો છે અને દરેક પ્રકારની સઆદતો (સૌભાગ્ય) થી ધન્યવાના કરવા વાળો છે. આ સમુદ્ર કયો સમુદ્ર છે? આ સમુદ્ર કુર્આને કરીમ છે.

કુર્આને કરીમ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મત પર અલ્લાહ સુબ્હાનહુ વતઆલાનો સૌથી મહાન પુરસ્કાર (ઈન્આમ) છે. આ અલ્લાહ તઆલાનો કલામ છે અને દુનિયાની કોઈ નેઅમત તેનો મુકાબલો નથી કરી શકતી.

જ્યાં સુઘી ઉમ્મત કુર્આને કરીમની તાલીમાત (શિક્ષણોં) પર કાયમ રહેશે અને તેનાં અધિકારો અદા કરતી રહેેશે, “કુર્આને કરીમ” તેમનાં માટે દુનિથા અને કબરમાં નૂર અને રોશનીનો ઝરીઓ બનશે. તથા કયામતનાં દિવસે હશરનાં મેદાનમાં તેમની સાથે રહેશે, અહિંયા સુઘી કે તે તેને જન્નતમાં લઈ જશે.

ઘરમાં કુર્આને પાકની તિલાવત કરવુ

હદીષ શરીફમાં બયાન કરવામાં આવ્યુ છે કે જે ઘરમાં કુર્આને પાકની તિલાવત કરવામાં આવે છે, તે ઘરમાં અલ્લાહ તઆલાની એવી બરકતો થાય છે કે ફરિશ્તાવો ત્યાં વધારે પ્રમાણમાં આવે છે અને તે ઘરમાં અલ્લાહ તઆલાની વિશેષ રહમતોં નાઝિલ થાય છે.

હઝરત ઉબાદહ બિન સામિત (રદિ.) ની હદીષમાં મનકૂલ છે કે જે ઘરમાં કુર્આને પાકની તિલાવત થાય છે તે ઘરનાં ઊપર નૂરનો ખૈમો (તંબુ) હોય છે જેનાંથી આસમાન વાળા (ફરિશ્તાવો) માર્ગદર્શન હાસિલ કરે છે, જેવી રીતે ચમકદાર સિતારાવોથી ઊંડા સમુદ્રો અને જંગલ તથી રેગિસ્તાનોમાં માર્ગદર્શન હાસિલ કરવામાં આવે છે (એટલે મુસાફિર તે સિતારાવોથી માર્ગદર્શન હાસિલ કરે છે). [૧]

એક બીજી હદીષમાં આવ્યુ છે કે જે ઘરમાં કુર્આને કરીમની તિલાવત કરવામાં આવે છે તે ઘરવાળાઓ માટે વસીઅ (કુશાળ) થઈ જાય છે (એટલે તે તિલાવત ઘરવાળાઓનાં માટે બરકત હાસિલ કરવાનો ઝરીઓ બની જાય છે), તેમાં ફરિશ્તાવો આવે છે અને શૈતાન તેનાંથી ભાગી જાય છે અને તેમાં ખૈરો બરકત વધી જાય છે અને તે ઘર જેમાં કુર્આને કરીમ ની તિલાવત નથી થતી, તે ઘરમાં (ઘરવાળાઓનું) જીવન ચુસ્ત (તંગ) થઈ જાય છે, ફરિશ્તાવો તે ઘરથી નિકળી જાય છે તેમાં શૈતાનનો બસેરો (વસવાટ) થઈ જાય છે અને તે ઘર ખૈરથી મહરૂમ થઈ જાય છે. [૨]

રાતની તિલાવતનું વિશેષ સમયનો ઈન્તેજાર કરવુ

એક રિવાયતમાં વારિદ છે કે જે માણસ કુર્આને પાક નો ઈલમ (જ્ઞાન) હાસિલ કરે છે (અથવા કુર્આને પાકનાં કોઈ હિસ્સા નો ઈલમ (જ્ઞાન) હાસિલ કરે છે) પછી તે રાત્રે કોઈ સમયમાં તે કુર્આનને નફલ નમાઝમાં પઢે છે, તો તે રાત આવવા વાળી રાતને ખબર આપે છે કે તમે તે બંદાના કુર્આને પાક પઢવાનાં તે ચોક્કસ સમયનાં માટે પ્રતિક્ષા કરો અને તમે તેની સાથે સારો વ્યવ્હાર કરો (જેથી કે તે બંદો આનંદ અને ખુશીની સાથે નમાઝમાં તિલાવત તથા ઈબાદત કરી શકે).

મરવા બાદ કુર્આને પાકની બરકતો

જેવી રીતે ઈન્સાન કુર્આને પાકની બરકતોથી પોતાની દુન્યવી જીવનમાં લાભાર્થી થાય છે, એવીજ રીતે તે કુર્આને પાકની બરકતોથી આખિરતમાં પણ લાભ ઉઠાવે છે. કુર્આને પાક ઈન્સાનને કબર અને આખિરતમાં ફાયદો પહોંચાડે છે, અહિંયા સુઘી કે તે તેને જન્નતમાં દાખલ કરાવી દે છે.

એક રિવાયતમાં આવ્યુ છે કે જ્યારે સાહિબે કુર્આન ઈન્તેકાલ કરી જાય છે, તો નૂરનો ખૈમો (જે તેનાં ઘરને તેનાં જીવનમાં મુનવ્વર કરતો હતો) જમીનથી ઉઠાવી લેવામાં આવે છે, ફરિશ્તાવો આસમાનથી તે નૂરને શોઘીને જોય છે, પણ તેવણને તે નૂર દેખાતુ નથી.

તેના ઈન્તેકાલ બાદ, જ્યારે તેની રૂહ આસમાન સુઘી પહોંચે છે, તો દરેક આસમાનનાં ફરિશ્તાવો તેનાંથી મુલાકાત કરે છે અને તેઓ તેનાંથી ખુશ થઈને તેનાં માટે રહમતની દુઆ કરે છે પછી તે (રૂહ) તે ફરિશ્તાવોથી મળે છે જે તે (રૂહ) ની સુરક્ષા પર જીમ્મેદાર રેહતા હતા. પછી તે બઘા ફરિશ્તાવો તેનાં માટે કયામતનાં દિવસ સુઘી ઈસ્તિગફાર કરે છે.

કબરમાં હિફાઝત

એક રિવાયતમાં વારિદ છે કે જ્યારે સાહિબે કુર્આનનો ઈન્તેકાલ થઈ જાય છે અને તેનાં ઘરવાળાઓ તેની કફનવિઘી-દફનવિઘીનાં માટે તય્યારી કરે છે, તો તે સમયે કુર્આને મજીદ અત્યંત ખૂબ સૂરત શકલમાં તેની પાસે આવે છે અને તેનાં સરહાને ઊભુ થઈ જાય છે, (પછી તે તેની સુરક્ષા કરે છે અને તેને તસલ્લી આપે છે) અને જયારે તેને તેનાં કફનામાં મુકવામાં આવે છે, તો કુર્આન મજીદ તેનાં કફનમાં તેની સાથે દાખલ થઈ જાય છે અને તેનાં સીના (છાતી)ની સાથે લાગી જાય છે.

જ્યારે તે માણસને કબરમાં મુકવામાં આવે છે અને મંટોડી તેનાં પર નાંખી દેવામાં આવે છે અને તેનાં બઘા દોસ્તો અહબાબ તેને છોડીને ચાલી જાય છે, તો મુનકર અને નકીર તેની પાસે આવે છે અને તેને કબરમાં બેસાડી દે છે, તે સમયે પણ કુર્આને મજીદ તેની પાસે આવે છે અને તે તેનાં અને મુનકર નકીરનાં દરમિયાન આવી જાય છે.

તો તે બન્નેવ ફરિશ્તાવો કુર્આને મજીદથી કહે છે “તમે એક તરફ થઈ જાવો, જેથી કે અમે તેને સવાલ કરી શકે.” તો કુર્આને મજીદ તેઓને જવાબ આપે છે અને કહે છે, હું અહિંયાથી કદાપી નહી હટીશ, કઅબાનાં રબની કસમ આ બંદો દુનિયામાં મારો સાથી અને દોસ્ત હતો, તેથી હું કોઈ પણ સૂરતમાં તેને નહી છોડીશ, જો તમે બન્નેવને કોઈ વાતનો હુકમ આપવામાં આવ્યો છે, તો તમે તે કામ કરી લો જેનો તમને હુકમ આપવામાં આવ્યો છે. પણ મને છોડી દો, જેથી કે હૂં તેની સાથે રહું, કારણકે હું તેનાંથી ત્યાં સુઘી અલગ નહી થઈશ, જ્યાં સુઘી તેને જન્નતમાં દાખલ ન કરાવી દઊં.”


[૧] ورواه ابن أبي الدنيا وغيره عن عبادة بن الصامت موقوفا عليه ولعله أشبه كذا في الترغيب والترهيب للمنذري ۱/ ۲٤۵

[૨] سنن الدارمي، الرقم: ۳۳۵۲، ورجاله رجال البخاري إلا معاذ بن هانئ وحفص بن عنان وكلاهما ثقة

[૩] ورواه ابن أبي الدنيا وغيره عن عبادة بن الصامت موقوفا عليه ولعله أشبه كذا في الترغيب والترهيب للمنذري ۱/ ۲٤۵

[૪] ورواه ابن أبي الدنيا وغيره عن عبادة بن الصامت موقوفا عليه ولعله أشبه كذا في الترغيب والترهيب للمنذري ۱/ ۲٤۵

[૫] ورواه ابن أبي الدنيا وغيره عن عبادة بن الصامت موقوفا عليه ولعله أشبه كذا في الترغيب والترهيب للمنذري ۱/ ۲٤۵

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...