મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૩

મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ

(૧) હજ્જ તથા ઉમરહ અદા કરવા બાદ તમો આ વાતનો એહતેમામ કરો કે તમો મદીના મુનવ્વરહ જાવો અને રવઝએ મુબારકની ઝિયારત કરો, કારણકે હદીષ શરીફમાં નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે જે માણસે હજ્જ કર્યો અને મારી ઝિયારત ન કરી, તેણે મારા પર ઝુલમ કર્યો. [૧]

(૨) જ્યારે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ અકદસની ઝિયારત કરો, તો આ હદીષ ધ્યાનમાં રાખોઃ જે માણસે મારી કબરની ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત વાજીબ થઈ ગઈ. [૨]

(૩) રવઝએ અકદસ પર સલાતો સલામ પેશ કરવા માટે જવાથી પેહલા ગુસલ કરો, સૌથી સરસ કપડા પેહરો અને ખુશ્બૂ લગાવો. [૩]

(૪) અમુક ઉલમાએ સાલિહીન આ વાતનું પ્રોત્સાહન આપે છે કે મદીના મુનવ્વરહમાં દાખલ થવાથી પેહલા એક હઝાર વખત સુરએ કવષર પઢો અને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને તેનો ષવાબ પહોંચાડી દો.

(૫) રવઝએ મુબારક પર હાજર થવાથી પેહલા સદકો આપે.

(૬) જ્યારે મસ્જીદે નબવીમાં દાખલ થવો, તો સૌથી પેહલા બે રકઅત તહિય્યતુલ મસ્જીદ અદા કરો પછી દુઆ અને ઈસ્તિગફાર કરો. ત્યાર બાદ અત્યંત અદબ તથા આદરભાવની સાથે સલામ પેશ કરવા માટે આપણા આકા તથા મૌલા નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝાની તરફ વધો. કોઈ કિતાબ અથવા કાગળમાં જોઈને સલામ પઢવાથી વધારે બેહતર આ છે કે ટૂંકો સલામ (જેનો અર્થ તમને ખબર હોય) પેશ કરો.

(૭) એક વખત اِنَّ اللّٰہَ وَ مَلٰٓئِکَتَہٗ  یُصَلُّوۡنَ عَلَی النَّبِیِّ પઢો, પછી સિત્તેર વખત اَلصَّلَاةُ وَالسَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ الله  પઢો. ત્યાર બાદ નીચે આપેલ શબ્દોનાં ઝરીએ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી શફાઅતની દરખ્વાસ્ત કરોઃ

يَا رَسُوْلَ اللهِ أَسْأَلُكَ الشَّفَاعَةَ وَأَتَوَسَّلُ بِكَ إِلٰى اللهِ فِيْ أَنْ أَمُوْتَ مُسْلِمًا عَلٰى مِلَّتِكَ وَسُنَّتِكَ

હે અલ્લાહનાં રસૂલ ! હું આપથી શફાઅત ચાહું છું અને આપનાં વસીલાથી અલ્લાહ તઆલાથી આ માંગુ છું કે મારી મૌત આપનાં દીન અને આપની સુન્નત પર થાય.

(૮) ત્યાર બાદ નીચે આપેલા શબ્દોનાં ઝરીએ તે લોકોનાં સલામ પહોંચાડો જેઓએ આપથી સલામ પહોંચાડવાની દરખ્વાસ્ત કરી હતી.

اَلسَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ اللهِ مِنْ جَمِيْعِ مَنْ أَوْصَانِيْ بِالسَّلَامِ عَلَيْكَ

હે અલ્લાહનાં રસૂલ ! તમારા પર સલામ થાય તે લોકોની તરફથી જેઓએ મારાથી આપને સલામ પહોંચાડવાની દરખ્વાસ્ત કરી હતી.

(૯) સલામ પેશ કરવા માટે દરેક દિવસે ઓછામાં ઓછું બે વાર રવઝએ મુબારક પર હાજરી આપો. ત્યાર બાદ આપ હરમમાં જ્યાં પણ હોય, ત્યાંથી દરેક નમાઝ બાદ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે સલામ પેશ કરો.

(૧૦) દરેક દિવસે એક હઝાર વખત અથવા તેનાંથી વધારે દુરૂદ શરીફ પઢવાની કોશિશ કરો.

(૧૧) મસ્જીદે નબવીમાં કોઈ પણ પ્રકારની વાત-ચીત ન કરો.

(૧૨) વારંવાર બે રકઅત શુકરાનાની નમાઝ અદા કરો અને અલ્લાહ તઆલાનો શુક્રિયા અદા કરો કે તેવણે આપને આ મુબારક જગ્યામાં આવવાની તૌફીક અતા ફરમાવી.

(૧૩) તમો હઝરત ઉમર (રદિ.) વાળી દુઆ પણ પઢોઃ

اَلّٰلهُمَّ ارْزُقْنِيْ شَهَادَةً فِيْ سَبِيْلِكَ وَاجْعَلْ مَوْتِيْ فِيْ بَلَدِ رَسُوْلِكَ صَلّٰى اللهُ عَلَيْهِ وَسَلَّمْ

હે અલ્લાહ ! મને પોતાનાં રસ્તામાં શહાદત નસીબ ફરમાવ અને મને નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં શહેરમાં મૌત અતા ફરમાવ.

(૧૪) જ્યારે તમો મદીના મુનવ્વરહમાં રહો, તો તે દરમિયાનમાં “ફઝાઈલે હજ્જ” ની તાલીમ કરો (એટલે ફઝાઈલે હજ્જમાં મદીના મુનવ્વરહથી સંબંઘિત જે ભાગ છે તે ભાગ પઢો).

(૧૫) જુમેરાતનાં દિવસે ઉહદની ઝિયારત કરો, કારણકે આ મુસ્તહબ છે. એક વખત આયતુલ કુર્સી, એક વખત સુરએ તકાસુર, ગ્યાર વખત સુરએ ઈખલાસ અને એક વખત સુરએ યાસીન પઢીને ઉહદનાં શહીદોને તેનો ષવાબ પહોંચાડો.

(૧૬) શનીવારનાં દિવસે મસ્જીદે કુબાની ઝિયારત કરો. કારણકે આ મુસ્તહબ છે. મસ્જીદે કુબા પગપાળા જવુ અથવા સવારીથી જવુ બન્નેવ મુસ્તહબ છે.

(૧૭) મદીના મુનવ્વરહમાં ફુકરાનાં દરમિયાન વહેંચવા માટે સદકાની અમુક રકમ પોતાની સાથે લઈને જાવો જેથી કે તમો મદીના મુનવ્વરહનાં ફુકરાનાં દરમિયાન વહેંચી શકો.

(૧૮) ઓછામાં ઓછુ એક કુર્આને કરીમ મક્કા મુકર્રમામાં ખતમ કરો અને એક કુર્આને કરીમ મદીનામાં ખતમ કરો.

(૧૯) મદીના મુનવ્વરહમાં કયામનાં દરમિયાન વારંવાર જન્નતુલ બકીઅની ઝિયારત કરવાની કોશિશ કરો (જન્નતુલ બકીઅની ઝિયારતનો સારો સમય નમાઝે ઈશરાક પછીનો છે) અને અલ્લાહ તઆલાથી દુઆ કરો કે આપને પણ જન્નતુલ બકીઅમાં તદફીનનાં માટે જગ્યા ઈનાયત ફરમાવે.


[૧] من حج ولم يزرني فقد جفاني ابن عدي والدارقطني في العلل وابن حبان في الضعفاء والخطيب في رواة مالك بسند ضعيف جدا عن ابن عمر (الدرر المنتثرة للسيوطي، الرقم: ٤۱۱)

ولما جرى الرسم أن الحجاج إذا فرغوا من مناسكهم وقفلوا عن المسجد الحرام قصدوا المدينة زائرين قبر النبي صلى الله عليه وسلم إذ هي من أفضل المندوبات والمستحبات بل تقرب من درجة الواجبات فإنه صلى الله عليه وسلم حرض عليها وبالغ في الندب إليها فقال من وجد سعة ولم يزرني فقد جفاني وقال عليه الصلاة والسلام من زار قبري وجبت له شفاعتي وقال عليه الصلاة والسلام من زارني بعد مماتي فكأنما زراني في حياتي إلى غير ذلك من الأحاديث (الاختيار ۱/۱۷۵)

[૨] من زار قبري وجبت له شفاعتي أبو الشيخ وابن أبي الدنيا وغيرهما عن ابن عمر وهو في صحيح ابن خزيمة وأشار إلى تضعيفه وهو عند أبي الشيخ ‏والطبراني وابن عدي والدارقطني والبيهقي ولفظهم كان كمن زارني في حياتي وضعفه البيهقي وكذا قال الذهبي طرقه كلها لينة لكن يتقوى بعضها ‏ببعض لأن ما في روايتها متهم بالكذب قال ومن أجودها إسنادا حديث حاطب من زارني بعد موتي فكأنما زارني في حياتي أخرجه ابن عساكر ‏وغيره وللطيالسي عن عمر مرفوعا من زار قبري كنت له شفيعا أو شهيدا وقد صنف السبكي شفاء السقام في زيارة خير الأنام (المقاصد ‏الحسنة، الرقم: ۱۱۲۵)‏

[૩] ويغتسل قبل الدخول أو بعده إن أمكنه ويتطيب ويلبس أحسن ثيابه (الفتاوى الهندية ۱/۲٦۵)‏

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...