મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૨

રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં રવઝએ મુબારકની ઝિયારતનાં ફઝાઈલ

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની શફાઅતનો હુસૂલ

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસે મારી કબરની ઝિયારત કરે, તેનાં માટે મારી શફાઅત વાજીબ થશે. (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર સિફારીશ કરીશ કે તેને બખશી દેવામાં આવશે). [૧]

રવઝએ અકદસની ઝિયારતની ફઝીલત

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ જે માણસ મારી વફાત બાદ મારી કબરની ઝિયારત કરે, તે એવા માણસ જેવો છે જાણેકે તેણે મારા જીવનમાં મારી ઝિયારત કરી. [૨]

કયામતનાં દિવસે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં પડોશી થવાનો શરફ

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી નકલ કરવામાં આવ્યુ કે “જે માણસ (વિશેષ રૂપે) ઈરાદો કરે કે મારી ઝિયારત કરે તે કયામતમાં મારી પડોસમાં હશે અને જે માણસ મદીનામાં કયામ કરે અને ત્યાંની તંગી અને તકલીફ પર સબર કરે હું તેનાં માટે કયામતમાં ગવાહ અને સિફારિશી થઈશ અને જો હરમે મક્કા અથવા હરમે મદીનામાં મરી જશે તે કયામતમાં અનવાળાઓમાં ઉઠશે.” [૩]

નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું સલામ કરવા વાળાને જવાબ આપવુ

હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “જે માણસ પણ મારી કબરની પાસે આવીને મારા પર સલામ પઢે, તો અલ્લાહ તઆલા મારી રૂહ મારી સુઘી પહોંચાડી દે છે. હું તેના સલામનો જવાબ આપુ છું.” [૪]

ઈબ્ને હજર (રહ.) શર્રહે મનાસિકમાં લખે છે કે મારી રૂહ મારા સુઘી પહોંચાડવાનો મતલબ આ છે કે બોલવાની કુવ્વત અતા ફરમાવી દે છે. કાઝી ઈયાઝ (રહ.)  ફરમાવ્યુ છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રૂહ મુબારક અલ્લાહ તઆલાની સામે હાજર રેહતી હોય છે અને જ્યારે કોઈ સલામ કરે છે, તો તે સલામની તરફ ઘ્યાન કેંન્દ્રિત કરીને જવાબ આપે છે. [૫]

મોટા ભાગનાં આલિમો જેવી રીતે કે હાફિઝ ઈબ્ને હજર (રહ.) અને અલ્લામા ઝરકાની (રહ.) ની રાય આ છે કે રૂહ પરત કરવાનો મતલબ આ નથી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો જીસ્મ મુબારક રૂહનાં વગર હતુ અને હવે રૂહ પરત કરવામાં આવી છે, કારણકે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રૂહ આપનાં જીસ્મ મુબરકમાં વફાત બાદજ પરત કરી દેવામાં આવી હતી. તેથી આ હદીષનો મકસૂદ આ છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સલામનો જવાબ આપે છે. [૬]

ફરિશ્તાવોની દુઆ

આ નકલ કરવામાં આવ્યુ કે જે માણસ હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબર મુબારકની પાસે ઊભા થઈને આ આયત પઢેઃ

اِنَّ اللّٰہَ وَ مَلٰٓئِکَتَہٗ  یُصَلُّوۡنَ عَلَی النَّبِیِّ ؕ یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا صَلُّوۡا عَلَیۡہِ  وَ سَلِّمُوۡا  تَسۡلِیۡمًا ﴿۵۶﴾

ત્યાર પછી સિત્તેર (૭૦) વખત કહેઃ

صَلّٰى اللهُ عَلَيْكَ يَا مُحَمَّدْ

તો એક ફરિશ્તો કહે છે કે “હે માણસ અલ્લાહ જલ્લ શાનુહુ તારા પર રહમત નાઝિલ કરે છે અને તેની દરેક હાજત (જરૂરત) પૂરી કરી દેવામાં આવે છે.”

મુલ્લા અલી કારી (રહ.) લખ્યુ છે કે “સલ્લલ્લાહુ અલયક યા મુહમ્મદ” ની જગ્યાએ “યા રસૂલુલ્લાહ” કહે, તો વધારે બેહતર છે. અલ્લામા કસ્તલ્લાની (રહ.) શૈખ ઝૈનુદ્દીન મરાગી (રહ.) વગૈરહથી પણ આજ નકલ કર્યુ કે “યા રસૂલુલ્લાહ” કેહવુ અવલા છે. [૭]

અલ્લામા ઝરકાની (રહ.) શર્હ મવાહિબમાં લખે છે કે આ આનાં કારણે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નામ લઈને પુકારવાની મુમાનઅત છે. પણ જો આજ શબ્દ રિવાયતમાં મનકૂલ છે, તો મનકૂલની રિઆયતનાં કારણેથી મુમાનઅત નહી રેહશે.

હઝરત શૈખ મૌલાના મુહમ્મદ ઝકરિય્યા કાંઘલવી (રહ.) ફરમાવ્યુ કે “આ નાપાકો નાકારાનાં ખ્યાલમાં રવઝએ અકદસ પર ઝિયારત કરવા વાળાઓનાં રટેલા શબ્દો સમજવા વગર પોપટની જેમ પઢવાની બજાય ખૂબ ખુઝૂઅ, ખુશૂઅ, સુકૂન, વકારથી સિત્તેર (૭૦) વખત નીચે આપેલુ દુરૂદ દરેક હાજરીનાં સમયે પઢી લીયા કરો તો કદાચ વધારે બેહતર હોય.”

اَلصَّلَاةُ وَالسَّلَامُ عَلَيْكَ يَا رَسُوْلَ الله


[૧]عن ابن عمر قال قال رسول الله صلى الله عليه وسلم من زار قبري وجبت له شفاعتي (سنن الدارقطني، الرقم: ۲٦۹۵) رواه البزار والدارقطني ‏قاله النووي وقال ابن حجر في شرح المناسك: رواه ابن خزيمة في صحيحه وصححه جماعة كعبد الحق والتقي السبكي وقال القاري في شرح الشفا ‏‏: صححه جماعة من أئمة الحديث. (فضائلِ حج صـ ۱۸۲)‏

[૨] عن ابن عمر عن النبي صلى الله عليه وسلم قال من زار قبري بعد موتي كان كمن زارني في حياتي (المعجم الأوسط، الرقم: ۲۸۷) رواه الطبراني ‏والدارقطني والبيهقي وضعفه كذا في الإتحاف وفي المشكوة برواية البيهقي في الشعب بلفظ : من حج فزار قبري بعد موتي كان كمن زارني في ‏حياتي واستدل به الموفق في المغني على استحباب الزيارة (فضائلِ حج صـ ۱۸٤)

[૩] عن رجل من آل الخطاب عن النبي صلى الله عليه وسلم قال من زارني متعمدا كان في جواري يوم القيامة ومن سكن المدينة ‏وصبر على بلائها كنت له شهيدا وشفيعا يوم القيامة ومن مات في أحد الحرمين بعثه الله من الآمنين يوم القيامة (شعب ‏الإيمان، الرقم: ۳۸۵٦) رواه البيهقي في الشعب كذا في المشكوة وفي الإتحاف برواية الطيالسي بسنده إلى ابن عمر عن ‏عمر ثم قال : وعن رجل من آل خطاب رفعه من زارني متعمدا كان في جواري يوم القيامة … الحديث أخرجه البيهقي وهو ‏مرسل والرجل المذكور مجهول وبسط الكلام على طرقه السبكي وقال : هو مرسل جيد (فضائلِ حج صـ ۱۸۵)

[عن أبي هريرة أن رسول الله صلى الله عليه وسلم قال: ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام (سنن أبي داود، الرقم:۲٠٤۱، وسنده جيد كما قال العراقي في المغني عن حمل الأسفار في الأسفار صـ ۳٦۷) رواه أحمد في رواية عبد الله كذا في المغني للموفق وأخرجه أبو داود بدون لفظ عند قبري لكن رواه في باب زيارة القبور بعد أبواب المدينة من كتاب الحج (فضائلِ حج صـ ۱۸۹)

[૫] قال ابن حجر أي نطقي … قال القاضي لعل معناه أن روحه المقدسة في شأن ما في الحضرة الإلهية فإذا بلغه سلام أحد من الأمة رد الله تعالى ‏روحه المطهرة من تلك الحالة إلى رد من سلم عليه (مرقاة المفاتيح ۲/۷٤۳)‏

[ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام  … ووجه الإشكال فيه أن ظاهره أن عود الروح إلى الجسد يقتضي انفصالها ‏عنه وهو الموت وقد أجاب العلماء عن ذلك بأجوبة أحدها أن المراد بقوله رد الله علي روحي أن رد روحه كانت سابقة عقب دفنه لا أنها تعاد ثم ‏تنزع ثم تعاد الثاني سلمنا لكن ليس هو نزع موت بل لا مشقة فيه الثالث أن المراد بالروح الملك الموكل بذلك الرابع المراد بالروح النطق فتجوز فيه ‏من جهة خطابنا بما نفهمه الخامس أنه يستغرق في أمور الملإ الأعلى فإذا سلم عليه رجع إليه فهمه ليجيب من سلم عليه‎ ‎‏ (فتح الباري ٦/٤۸۸)‏

ما من أحد يسلم علي إلا رد الله علي روحي حتى أرد عليه السلام … ووجه إشكاله ظاهر لأن عود الروح في الجسد يقتضي انفصالها عنه وهو ‏الموت وأجاب العلماء بأن المراد أن روحه كانت سابقة عقب دفنه لأنها تعاد ثم تنزع ثم تعاد سلمنا لكن ليس بنزع موت بل لا مشقة فيه وبأن ‏المراد بالروح الملك الموكل بذلك أو النطق فتجوز فيه من جهة خطابنا بما نفهمه وبأنه يستغرق في أمور الملأ الأعلى فإذا سلم عليه رجع إليه فهمه ‏ليجيب من يسلم عليه (شرح الزرقاني على الموطا ٤/٤٤۷)‏

[૭] حدثنا ابن أبي فديك قال سمعت بعض من أدركت يقول بلغنا أنه من وقف عند قبر النبي صلى الله عليه وسلم فتلا هذه الآية إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما صلى الله عليك يا محمد حتى يقولها سبعين مرة فأجابه ملك صلى الله عليك يا فلان لم يسقط لك حاجة (شعب الإيمان، الرقم: ۳۸۷۲)

(وقال ابن أبي فديك) بالتصغير وثقه جماعة واحتج به أصحاب الكتب الستة (سمعت بعض من أدركت يقول بلغنا) أي في الحديث (أنه) أي الشأن (من وقف عند قبر النبي صلى الله تعالى عليه وسلم فتلا هذه الآية (وهي قوله تعالى (إن الله وملائكته يصلون على النبي) الظاهر أنه يقرأ ما بعدها أيضا وهو يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما (ثم قال صلى الله تعالى عليك) الأولى أن يزيد وسلم (يا محمد) الأولى أن يقول يا نبي الله ونحوه (من يقولها سبعين مرة ناداه ملك صلى الله عليك يا فلان) أي باسمه (ولم تسقط له) وفي نسخة لك (حاجة) بل ترفع والمعنى قضيت كل حاجة له دنيوية أو أخروية والحديث رواه البيهقي (شرح الشفا للقاري ۲/۱۵۲)

قال الشيخ زين الدين المراغى وغيره الأولى أن ينادى يا رسول الله وإن كانت الرواية يا محمد انتهى (المواهب اللدنية ۳/۵۹۷)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...