મદીના મુનવ્વરહની સુન્નતોં અને આદાબ – ૧

મદીના મુનવ્વરહની ઝિયારત

મદીના મુનવ્વરહમાં હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારક પર હાઝરી અતિ મહાન સૌભાગ્ય (સઆદત) અને મોટી નેઅમતો માંથી છે, જેનાંથી કોઈ મોમિનને સંમાનિત (સરફરાઝ) કરવામાં આવે છે.

અલ્લાહ સુબ્હાનહુ વતઆલા જે માણસને આ સૌભાગ્ય (સઆદત) નસીબ ફરમાવે, તેને જોઈએ કે તેની ઘણી કદર કરે અને તે મૌકાથી વધારેથી વધારે ફાયદો ઉઠાવે.

ફિકહે હનફીનાં મશહૂર ફકીહ અને જલીલુલ કદર મુહદ્દિષ મુલ્લા અલી કારી (રહ.) લખ્યુ છે કે સંજોગ અનુસાર (બિલઈત્તેફાક) બઘા મુસલમાનોં નાં નજદીક હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઝિયારત સૌથી મહત્તવની નેકિયોમાંથી છે અને અફઝલ તરીન ઈબાદાત માંથી છે અને આખિરતનાં ઉચ્ચ દરજાત સુઘી પહોંચવા માટે કામયાબ ઝરીઓ અને ઉમ્મીદ ભર્યો વસીલો છે.

દુર્રે મુખતારમાં લખ્યુ છે કે હુઝૂરે અકસદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબર મુબારકની ઝિયારત મનદૂબ (મુસ્તહબ) છે, બલકે અમુક ઉલમાએ તે માણસનાં હકમાં જેની પાસે માલી ગુંજાશ (વુસ્અત) હોય વાજીબ કહ્યુ છે. મશહૂર ફકીહ અલ્લામા શામી (રહ.) હાફિઝ ઈબ્ને હજર (રહ.) થી આ કૌલ (વાત) ને નકલ કર્યો છે.

યકીનન નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં જેટલા એહસાનો ઉમ્મત પર છે, તેનો તકાઝો આ છે કે જો અમારી પાસે માલી ગુંજાશ (વુસ્અત) હોય, તો આપણે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રવઝએ મુબારકની ઝિયારત કરે. બેશક આ બેહદ મહરૂમીની વાત છે કે માણસ હજ્જ તથા ઉમરહનાં માટે સફર કરે અને તાકત તથા માલી ગુંજાશ (વુસ્અત) હોવા છતા તે રવઝએ મુબારકની ઝિયારત ન કરે.

અઈમ્મએ અરબઆનાં બઘા સંપ્રદાયો (મઝાહિબ) આ વાત પર સંમત (મુત્તફિક) છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની કબર મુબારકની ઝિયારત કરવુ મુસ્તહબ છે.


Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...