ઈમામનાં ગુણો (૧)

સવાલ– ઈમામ બનવા માટે (એટલે લોકોની ઈમામત કરવા માટે) માણસમાં કેવા ગુણો હોવા જોઈએ?

જવાબ- ઈમામત માટે એવા માણસને પસંદ કરવો જોઈએ, જે તહારત અને નમાઝનાં મસાઈલ અને નમાઝનાં ટાઈમોનો જાણકાર હોય. ઈમામનું આલિમ હોવુ જરૂરી નથી, અલબત્તા જો ઈમામ આલિમ હોય, તો આ બેહતર છે.

એવજ રીતે ઈમામ મુત્તકી અને પરહેઝગાર માણસ હોય, ગલત સલત કામોમાં ભેરવાયેલો ન હોય અને કુર્આનને તજવીદની સાથે પઢવાનું જાણતો હોય.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?