કયામતની અલામતો – ૨

ઉમ્મતની સામે કયામતની અલામતોને બયાન કરવાનો મકસદ

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતની ઘણી બઘી નાની અને મોટી અલામતોથી આગાહ કર્યા છે. તેમાંથી ઘણી નાની અલામતો ભૂતકાળમાં જાહેર થઈ ચૂકી છે અને ઘણી બઘી નાની અલામતો વર્તમાન સમયમાં જાહેર થઈ રહી છે.

અલ્લામા કુરતુબી (રહ.) ફરમાવ્યુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને જે કયામતની અલામતો બયાન ફરમાવી તેની બે વજહો છેઃ

(૧) જ્યાર ઉમ્મત કયામતની કોઈ અલામતને જુવે, તો તે અલામત તેમનાં માટે તંબીહ થશે કે તે ગફલતથી બેદાર થઈ જાય અને દીનની તરફ આવી જાય.

(૨) જેથી કે ઉમ્મત જમાનાનાં ફિતનાવોથી પોતાને બચાવી શકે અલ્લાહ તઆલાની તરફ રુજુઅ કરવાથી અને આખિરતની તય્યારી કરવાથી. (અત તઅલીકુસ્સબીહ)

કયામતની નીચે પ્રમાણેની નાની અલામતો ભૂતકાળના વર્ષોમાં  જાહરે થઈ ચૂકી છેઃ

(૧) રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની આંગળીનાં ઈશારાથી ચાંદનું ફાટી જવુ.

(૨) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો વિસાલ (ઈન્તેકાલ).

(૩) હઝરત ઉમર, હઝરત ઉષમાન અને હઝરત અલી (રદિ.) ની શહાદત.

(૪) હઝરત ઉમર (રદિ.) ની ખિલાફતમાં પ્લેગની ઘટના જેમાં હઝારો લોકોની મૌત થઈ ગઈ.

(૫) બયતુલ મકદિસની ફતહ અને કૈસરો કિસરાનું પતન (આ અલામત હઝરત ઉમર (રદિ.) નાં ખિલાફતનાં ઝમાનામાં જોવા મળી)

(૬) કરબલામાં હઝરત હુસૈન (રદિ.) ની શહાદત (આ અલામત યઝીદ બિન મુઆવિયહ (રદિ.) નાં ખિલાફતનાં ઝમાનામાં જોવા મળી)

(૭) વાકિયએ હર્રામાં (મદીના મુનવ્વરહનાં બહાર એક જગ્યા) ઘણાં બઘા સહાબએ કિરામ (રદિ.) અને તાબિઈને ઈઝામ (રહ.) સમેત હઝારો લોકો કતલ કરવામાં આવ્યા.

(૮) હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહ.) ની ખિલાફત અને તેમનો ઈન્સાફ તથા ન્યાય.

(૯) ٰઈસ્લામની સાતમી સદીમાં તાતારિયોનાો હમલો.

(૧૦) ઈસ્લામની નવમી સદીમાં મોહમંદ અલફાતિહ (રહ.) નાં હાથો પર ઈસ્તંબૂલની ફતહ.

ઉપર જણાવેલ નિશાનિયોં અને અલામતો હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ભવિષ્ય વાણીનાં અનુસાર જાહેર થઈ ચૂકી છે.

નીચે જણાવેલ હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) કયામતથી પેહલાની અમુક બીજી વધારાની નાની નિશાનિયોં પણ બયાન ફરમાવી છે. જો આપણે તે નિશાનિયોંમાં ઘ્યાન કરીએ અને હાલનાં ઝમાનામાં ઉમ્મતનાં હાલાતનો જાઈઝો લઈએ, તો આપણને ખબર થશે કે તે નિશાનિયોમાંથી વધારે પડતી નિશાનીયોં આજકાલ જોવા મળે છેઃ

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ‎ઈરશાદ ફરમાવ્યુ કે “જ્યારે યુદ્ધ વિના પ્રાપ્ત થયેલા માલને વ્યક્તિગત સંપત્તિ સમજવામાં ‎આવશે જેને લોકો હાથો હાથ લેશે અને ઈસ્તેમાલ કરશે અને અમાનતને માલે ગનીમત (યુદ્ધ ‎બાદ પ્રાપ્ત થયેલો માલ) સમજવામાં આવશે (એટલે લોકો અમાનતમાં ખયાનત કરશે) અને ‎ઝકાતને ટેક્સ સમજવામાં આવશે. દીનનો જ્ઞાન દીન પર અમલ કરવા માટે પ્રાપ્ત કરવામાં ‎નહી આવશે બલકે બીજા કોઈ મકસદ માટે પ્રાપ્ત કરવામાં આવશે (એટલે દુનિયા ‎માટે),  માણસ પોતાની બીવી (પત્ની) નું સાંભળશે અને માં ની નાફરમાની કરશે (વાત નહી ‎માનશે), પોતાનાં દોસ્તોને કરીબ કરશે અને વાલીદ (પીતા) ને દૂર કરશે, મસ્જીદોમાં અવાજો ‎ઊંચી થશે (શોર-બકોર થશે), ફાસિક (દુરાચારી) માણસ કબીલા(જનજાતી)નો સરદાર બનશે, ‎કૌમનો સરબરાહ(વડો) ઘટિયા(તુચ્છ) માણસ હશે, માણસની ઈઝ્ઝત તેની બુરાઈ (દુષ્ટતા) ની ‎બીકનાં કારણે કરવામાં આવશે, ગાવાવાળીઓ અને સંગીતનાં સાધનો સામાન્ય થઈ જશે, ‎ખુલ્લેઆમ શરાબ પીવાશે અને આ ઉમ્મતનાં પાછલા લોકો આગળનાં લોકો(સલફ ‎સાલિહીન)પર લાનત કરશે (એટલે ખરાબ શબ્દો કહેશે), તો (આ નિશાનીઓનાં જાહેર થવા ‎પછી) પ્રતિક્ષા કરો વાવાજોડાઓ, ભૂકંપો, લોકોનું જમીનમાં ધસાવવુ, લોકોનાં ચેહરાવો બગડી ‎જવા, પત્થરોનો વરસાદ થવો અને આવા પ્રકારની બીજી નિશાનીયોની એક પછી એક જાહેર ‎થશે જેવીરીતે કે હાર જ્યારે તેની દોરી કાપી નાંખવામાં આવે, તો તેનાં મોતીઓ એકપછી એક ‎જલદી જલદી પડવા લાગે છે.

આ વાત જાહેર છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પૈદાઈશનો મકસદ બઘા લોકોની હિદાયત તથા રેહનુમાઈ છે. તેથી તે અલામતોને બયાન કરવાનું કારણ માત્ર આ છે કે ઉમ્મત ગાઢ નિંદ્રામાંથી જાગીને સહીહ દીન પર આવી જાય અને ફિત્નાવોથી બચી જાય.

અલ્લાહ તઆલા આખી ઉમ્મતનાં બઘા ગુનાહોથી હિફાઝત ફરમાવે અને દીન પર ઈસ્તિકામત નસીબ ફરમાવે. આમીન

 

 

Source: http://ihyaauddeen.co.za/?p=18756


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …