હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૯

ઉમરહનાં તવાફનો તરીકો

જ્યારે તમે મસ્જીદે હરામ પહોંચો, તો મસ્જીદમાં દાખલ થવાની મસ્નૂન દુઆ પઢો પછી ઉમરહનાં માટે અગાળી વધો.

બે રકઅત તહિય્યતુલ મસ્જીદ ન પઢો જેવી રીતે કે તમે બીજી મસ્જીદોમાં દાખલ થવા બાદ પઢો છો તેનાં બદલે સીઘા ઉમરહનાં તવાફનાં માટે જાવો, કારણકે મસ્જીદુલ હરામમાં મુહરિમ (એહરામ વાળો માણસ) નાં માટે તહિય્યતુલ મસ્જીદ પોતે બયતુલ્લાહનો તવાફ છે. અલબત્તા જો નમાઝનો વખત હોય અને તવાફ કરવુ શક્ય ન હોય, તો આ સૂરતમાં તમે બે રકઅત તહિય્યતુલ મસ્જીદ અદા કરો અને પછી નમાઝનાં માટે બેસીને પ્રતિક્ષા કરો.

જ્યારે તમો પેહલી વાર ખાનએ કઅબાને જોવા, તો પોતાનાં બન્નેવ હાથોને ઉઠાવી લો અને ખૂબ દુઆ કરો. દુઆ એવી જગ્યાએ કરો જ્યાં તમે લોકોનાં માટે તકલીફનું કારણ ન બનો અને તેઓની અવર-જવરમાં રુકાવટ ન બનો (જેવી રીતે રસ્તામાં ઉભા રહીને દુઆ ન કરો).

જ્યારે ખાનએ કઅબહપહોંચો, તો હજરે અસ્વદની બિલકુલ સામે ઊભા થઈ જાવો અને ઉમરહનાં તવાફની નિય્યત કરો. પછી આખા શરીરની સાથે હજરે અસ્વદની તરફ રૂખ કરીને પોતાનાં હાથોને ઉઠાવો પછી તકબીર કહો અને ઈસ્તિલામ કરો.

ઈસ્તિલામનો મતલબ આ છે કે તવાફ કરવા વાળો હજરે અસ્વદની સામે ઊભો થઈ જાય અને “બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર” કહો, પછી તેનાં પર પોતાનો હાથ રાખો અને તેને ચુંબન કરે.

આજકાલ જ્યારે કે હજરે અસ્વદ પર ખુશ્બુ લગાવવામાં આવે છે, એટલા માટે એહરામની હાલતમાં હજરે અસ્વદ પર હાથ રાખવુ અને તેને ચુંમવુ જાઈઝ નથી.

તેથી તેનાં વગર તવાફ કરવા વાળો હજરે અસ્વદની બિલકુલ સામે ઊભા થઈને હજરે અસ્વદની તરફ રૂખ કરીને પોતાનાં હાથોને તેની તરફ ઈશારો કરે અને એવુ સમજે કે તે પોતાનાં હાથોને તેનાં પર નાંખી રહ્યો છે પછી પોતાનાં ચેહરાની સામે પોતાનાં હાથોને ઉઠાવી લે પછી પોતાનાં હાથોને ચૂમી લે.

જો ભીડને કારણે હજરે અસ્વદનાં કરીબ જઈને ઈસ્તેલામ કરવુ શક્ય ન હોય તો દૂરથી ઈસ્તેલામ કરો અને ઈસ્તેલામ બાદ તવાફ શરૂ કરો. તવાફનો દરેક ચક્કર હજરે અસ્વદ પર શરૂ થાય છે અને હજરે અસ્વદ પર પૂરો થાય છે, તેથી દરેક ચક્કર બાદ તમે હજરે અસ્વદની સામે ઊભા થઈને ઈસ્તિલામ કરો. જ્યારે સાતમો ચક્કર પૂરો થઈ જાય તો આંઠમી વાર ઈસ્તિલામ કરો. હવે તમારા ઉમરહનો તવાફ મુકમ્મલ થઈ ગયો.


Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...