હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬

હજ્જનાં ત્રણ પ્રકારો

હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ
(૧) ઈફરાદ હજ્જ
(૨) તમત્તુઅ હજ્જ
(૩) કિરાન હજ્જ

ઈફરાદ હજ્જ

ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧]

તમત્તુઅ હજ્જ

તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ અને હજ્જ બન્નેવને અલગ અલગ એહરામની સાથે અદા કરે.

આ બન્નેવ ઈબાદતોને અંજામ આપવાનો તરીકો આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહનો એહરામ બાંઘીને ઉમરહ અદા કરે પછી જ્યારે ઉમરહથી ફારિગ થઈ જાય, તો તે એહરામથી નિકળી જશે અને જ્યારે હજ્જનાં દિવસો આવી જાય તો તે હજ્જનાં માટે એક નવો એહરામ બાંઘીને હજ્જ અદા કરેગા.

હજ્જનાં મહીનાવો શવ્વાલ, ઝુલ કઅદહ અને ઝુલ હિજ્જહનાં પેહલા દસ દિવસો છે. [૨]

કિરાન હજ્જ

કિરાન હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનાવોમાં ઉમરહ અને હજ્જ બન્નેવને એક એહરામની સાથે અદા કરે. [૩]

આ બન્નેવ ઈબાદતોને અંજામ આપવાનો તરીકો આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનાવોમાં હજ્જ અને ઉમરહ બન્નેવનો એહરામ બાંઘીને ચાલશે અને ઉમરહ અદા કરશે. ઉમરહ અદા કરવા બાદ તે એહરામથી નહી નિકળશે. બલકે તે એહરામની હાલતમાં જ રહેશે, અહિંયા સુઘી કે જ્યારે હજ્જનાં દિવસો આવી જશે, તો તે તેજ એહરામની સાથે હજ્જ પણ અદા કરશે.

નોટઃ- એક એહરામની સાથે ઉમરહ અને હજ્જ અદા કરવાનો મતલબ આ છે કે ઈન્સાન ઉમરહનાં શુરૂથી લઈને હજ્જનાં અંત સુઘી એહરામની હાલતમાં રહેશે (અને એહરામનાં બધા અહકામનો પાબંદ રહેશે અને બઘા મનહિય્યાત (જે વસ્તુઓની ઈજાઝત નથી તેનાંથી) થી પરહેજ કરશે).

એક એહરામની સાથે ઉમરહ અને હજ્જ અદા કરવાનો મતલબ આ નથી કે ઈન્સાન પર લાઝિમ છે કે તે એહરામની એક ચાદરને ઉમરહનાં શરૂથી લઈને હજ્જનાં અંત સુઘી ઈસ્તેમાલ કરે, કારણકે જો કોઈની એહરામની ચાદર ગંદી થઈ જાય અથવા ફાટી જાય અથવા ખોવાઈ જાય, તો તેનાં માટે બીજી એહરામની ચાદર ઈસ્તેમાલ કરવુ જાઈઝ થશે.

સૌથી અફઝલ હજ્જ

હજ્જનાં ત્રણ પ્રકારોમાંથી દરેક પ્રકાર ષવાબનું કારણ છે, પણ સૌથી અફઝલ વાળો પ્રકાર હજ્જ “કિરાન હજ્જ” છે, ત્યાર પછી “હજ્જે તમત્તુઅ” છે અને અંતમાં “હજ્જે ઈફરાદ” છે. [૪]


[૧] الإفراد بالحج أن يحج أولا ثم يعتمر بعد الفراغ من الحج أو يؤدي كل نسك في السفر على حدة أو يكون أداء العمرة في غير أشهر الحج (المبسوط للسرخسي ٤/۲۵)

[૨] صفته أي التمتع أن يحرم بعمرة في أشهر الحج ويطوف ويسعى ويحلق أو يقصر وقد حل ثم يحرم بالحج يوم التروية وقبله أفضل (الاختيار ۱/۱۵۸)

أشهر الحج شوال وذو القعدة وعشر من ذي الحجة (اللباب في شرح الكتاب ۱/۲٠۲)

[૩] والقارن هو الجامع بين الحج والعمرة سواء أحرم بهما معا أو أحرم بالحجة وأضاف إليها العمرة أو أحرم بالعمرة ثم أضاف إليها الحجة إلا أنه إذا أحرم بالحجة وأضاف إليها العمرة فقد أساء فيما صنع لأن الله تعالى جعل العمرة بداية وجعل الحج نهاية وعليه فمن أضاف العمرة إلى الحج فقد جعل الحج بداية وإنه مخالف ما في الكتاب (المحيط البرهاني ۲/٤٦٦)

[૪] وأما بيان أفضل أنواع ما يحرم به فظاهر الرواية عن أصحابنا أن القران أفضل ثم التمتع ثم الإفراد وروي عن أبي حنيفة أن الإفراد أفضل من التمتع (بدائع الصنائع ۲/۱۷٤)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...