હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩

હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ

જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે.

નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં વિશે વારીદ થઈ છે જે આ મહન ફરીઝાની અદાયગીમાં ગફલત વરતે છેઃ

(૧) હજ્જનાં ફરીઝાનો ઈન્કાર કરનારઃ

અલ્લાહ તઆલાનો ફરમાન છેઃ અને અલ્લાહ તઆલાનાં વાસ્તે લોકોનાં ઝિમ્મે તે ઘર (બયતુલ્લાહ) નો હજ્જ કરવુ ફર્ઝ છે (એટલે એવા લોકો પર ફર્ઝ છે) જે બયતુલ્લાહ સુઘી સફર કરવાની તાકત રાખતા હોય અને જે (લોકો આ ફરીઝાને) ન માને તો અલ્લાહ તઆલા બે નિયાઝ છે તમામ જહાનો થી. [૧]

(૨) હજ્જ અદા ન કરવા વાળો દુનિયામાં વાપસીની તમન્ના કરશેઃ

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)  ફરમાવે છે કે જે માણસની પાસે એટલો માલ હોય કે તે તેને બયતુલ્લાહ સુઘી હજ્જનાં માટે પહોંચાડી શકતો છે, પણ તે હજ્જ ન કરે અથવા જેની પાસે એટલો માલ છે કે તેનાં પર ઝકાત ફર્ઝ છે, પણ તે ઝકાત અદા ન કરે, તો એવો માણસ પોતાની મૌતનાં સમયે દુનિયાની તરફ પાછુ ફરવાની તમન્ન કરશે (જેથી કે તે તે બઘા ફરાઈઝને અદા કરી શકે અને આખિરતનાં સખત તરીન અઝાબથી પોતાને બચાવી શકે). [૨]

(૩) યહૂદીયત તથા ઈસાઈયત પર મરવુઃ

હઝરત અલી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ સફરનાં ખર્ચા અને સવારીનો માલિક હોય જે તેને બયતુલ્લાહ સુઘી પહોંચાડી શકતા હોય (હજ્જ કરવાની તાકત રાખતો હોય) તેમ છતા પણ તે હજ્જ ન કરે, તો તેમાં કોઈ ફરક નથી કે તે યહૂદી થઈને મરે અથવા નસરાની થઈને. અને તેનું કારણ આ છે કે અલ્લાહ તઆલાએ કુર્આને મજીદમાં ફરમાવ્યુ ‘અને અલ્લાહ તઆલાનાં વાસ્તે લોકોનાં ઝિમ્મે તે ઘર (બયતુલ્લાહ) નો હજ્જ કરવુ ફર્ઝ છે (એટલે એવા લોકો પર ફર્ઝ છે) જે બયતુલ્લાહ સુઘી સફર કરવાની તાકત રાખતા હોય અને જે (લોકો આ ફરીઝાને) ન માને તો અલ્લાહ તઆલા બે નિયાઝ છે તમામ જહાનો થી.’”

નોટઃ હજ્જની ફરઝિય્યતનો મુનકિર ઈસ્લામથી ખારિજ છે, કારણકે તે કુર્આને કરીમની આયતનો મુનકિર છે.

ઉપર જણાવેલ હદીષમાં તે માણસ માટે સખત વઈદ વારિદ થઈ જે હજ્જનો ફરીઝો અદા કરવાની કુદરત હોવા છતા તે અદા ન કરે, એવા માણસ માટે કેહવામાં આવ્યુ છે કે “જો તે ચાહે તો તે યહૂદી થઈને મરે અને જો તે ચાહે તો તે નસરાની થઈને મરે.” આ વાક્ય “જો તે ચાહે તો તે યહૂદી થઈને મરે અને જો તે ચાહે તો તે નસરાની થઈને મરે” નો શું મતલબ.

ઉલમાએ લખ્યુ કે જો તે માણસે હજ્જની ફરઝિય્યતનો ઈનકાર કર્યો હોય, તો તેની મૌત કુફર પર થશે અને તે યહૂદી તથા નસરાનીની જેમ થશે, કારણકે યહૂદી અને નસરાની ઈસ્લામ અને ઈસ્લામનાં ફરાઝઈઝનો ઈનકાર કરે છે.

અલબત્તા જો તેણે હજ્જની ફરઝિય્યતનો ઈનકાર ન કર્યો હોય, બલકે તેણે કુદરત હોવા છતા હજ્જની અદાયગીમાં ગફલત વરતી હોય, તો આ સૂરતમાં આ વાક્ય “જો તે ચાહે તો તે યહૂદી થઈને મરે અને જો તે ચાહે તો તે નસરાની થઈને મરે” નો મતલબ આ થશે કે તે કુફ્રનાં કરીબ પહોંચી ચૂક્યો છે એટલે આ હદીષમાં આ બયાન કરવામાં આવ્યુ છે કે હજ્જની અદાયગીમાં ગફલત વરતવુ ઘણો મોટો ગુનો છે અને એવો માણસ યહૂદીયો અને નસરાનિયોંનાં મુશાબેહ છે જેઓ પોતાનાં દીનનાં ફરાઈઝમાં ગફલત વરતતા હતા.

અઈમ્મએ અરબઅહનો આ વાત પર ઈત્તેફાક છે કે જો કોઈ માણસ હજ્જની ફરઝિય્યતનો ઈનકાર કરશે, તો તે ઈસ્લામનાં દાયરાથી ખારિજ થઈ જશે, પણ જો તે હજ્જની ફરઝિય્યતનો ઈનકાર ન કરે, બલકે તે માત્ર તેની અદાયગીમાં ગફલત વરતે અને તે એવી હાલતમાં મરી જાય, તો તેમ છતા કે આ (ગફલત વરતવુ) એક ઘણો મોટો ગુનો છે, પણ તેનાં કારણે માણસ ઈસ્લામનાં દાયરાથી ખારિજ નહી થશે.

 


[૧] سورة آل عمران: ۹۷

[૨] سنن الترمذي، الرقم: ۳۳۱٦، وقال: هكذا روى سفيان بن عيينة وغير واحد هذا الحديث عن أبي جناب عن الضحاك عن ابن عباس قوله ولم يرفعه وهذا أصح من رواية عبد الرزاق وأبو جناب القصاب اسمه يحيى بن أبي حية وليس هو بالقوي في الحديث

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...