હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૧

હજ્જ અને ઉમરહ

હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દીને ઈસ્લામને એક એવા તંબુથી સર્શાવી છે, જેની બુનિયાદ પાંચ સ્થંભો પર કાયમ છે. તે સ્થંભોમાંથી વચ્ચેનો સુતૂન અને સૌથી અહમ સ્થંભ “શહાદત” છે અને બીજા સ્થંભો નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ છે. તે પાંચ સ્થંભોમાં સૌથી છેલ્લા સ્થંભ જે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર નાઝિલ થયો તે હજ્જ હતો. તેનાંથી ખબર પડી કે હજ્જનાં ફરીઝાનાં નુઝુલથી દીને ઈસ્લામ મુકમ્મલ થઈ ચૂક્યો છે. [૧]

હજ્જતુલ વદાઅ

સન દસ હિજરીમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ની સામે એલાન કર્યુ કે તે હજ્જનાં માટે જવાનો ઈરાદો રાખે છે. સહાબએ કિરામ (રદિ.) જ્યારે આ સાંભળ્યુ, તો ઘણાં ખુશ થયા અને તેઓએ પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મોહબ્બતમાં આ મુબારક સફરમાં જવાની ખ્વાહિશ વ્યક્ત કરી. તેથી સહાબએ કિરામ (રદિ.) ની એક મોટી તાદાદ (સંખ્યા) એ દૂર દૂરનાં વિવિઘ ઈલાકાવોથી હજ્જની અદાયગીનાં માટે સફર કર્યો. અમુક મુહદ્દિષીન ફરમાવે છે કે સહાબએ કિરામ (રદિ.) ની તાદાદ (સંખ્યા) તકરીબન એક લાખ ચોવીસ હઝાર હતી. [૨]

ઈસ્લામનાં શરૂઆતી કાળ બાદ આ પેહલો મોકો હતો કે મુસલમાનોં ની આટલી મોટી તાદાદ (સંખ્યા) એક જગ્યાએ ભેગી થઈ હતી.

હજ્જની અદાયગીનાં નુઝૂળ બાદ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાનાં જીવનમાં માત્ર એખ વખત હજ્જ કર્યો હતો અને તે હજ્જને હજ્જતુલ વદાઅ કહેવામાં આવે છે. [૩]

એવીજ રીતે હજ્જનાં દરમિયાન નવ ઝિલ હિજ્જહને મકામે અરફાતમાં નિમ્નલિખિત આયત નાઝિલ થઈઃ

اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ  دِیۡنَکُمۡ  وَاَتۡمَمۡتُ عَلَیۡکُمۡ  نِعۡمَتِیۡ  وَرَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ  دِیۡنًا

“આજે હું તમારા માટે તમારો દીન પૂરો કરી ચૂક્યો છું અને મેં તમારા ઉપર મારું એહસાન પુરૂં કર્યુ અને મેં તમારા માટે ઈસ્લામને દીન(તરીકે) પસંદ કર્યો.” [૪]

આ આયતે કરીમામાં અલ્લાહ તઆલાએ ઉમ્મતે મોહમ્મદિયા અલા સાહિબિહા અસ્સલાતુ વસ્સલામનાં ઉપર પોતાની નેઅમતની તકમીલ અને દીને ઈસ્લામનું પુરૂ થવાનુ એલાન કરી દીઘુ છે. હજ્જની એક ઘણી મોટી ફઝીલત આ છે કે દીને ઈસ્લામનાં પૂર્ણ થવાની જાહેરાત હજ્જનાં મૌકા પર થઈ હતી.

એવીજ રીતે આ આયતે કરીમામાં આ વાતની તરફ ઈશારો હતો કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ ખતમથવા વાળી દુનિયાને છોડીને જવાના છે, કારણકે દીનની તકમીલનું એલાને સ્પષ્ટ કરી દીઘુ કે આ દુનિયામાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બિઅષત (પૈદાઈશ)નો મકસદ પૂરો થઈ ચૂક્યો છે. [૫]

આખી જીંદગીમાં એક વાર ફર્ઝ

હજ્જનો ફરીઝો આખા જીવનમાં એક વાર ફર્ઝ છે. જ્યાં ઈસ્લામનાં બીજા બુનિયાદી સુતૂન (નમાઝ, ઝકાત અને રોઝા)ની અદાયગી વાત છે, તો તે દરેક માણસ પર દરેક દિવસ અથવા દરેક વર્ષેમાં ફર્ઝ છે, જ્યારે કે હજ્જનો મામલો આ છે કે અલ્લાહ તઆલાએ તેને આખી જીંદગીમાં એક વાર ફર્ઝ કર્યો છે, જેની પાસે હજ્જની અદાયગીનાં અસબાબ મૌજૂદ હોય. આંનાથી ખબર પડી કે ઈન્સાનને જીંદગીમાં માત્ર એક વાર મોકો મળે છે કે તે પોતાનો ફર્ઝ હજ્જ સહીહ તરીકાથી અદા કરે. [૬]

તેથી જે ઈન્સાન આ મૌકાથી સારી રીતે ફાયદો ઉઠાવે અને હજ્જનાં આદાબો અહકામની રીઆયત કરીને પોતાનો ફરીઝો અદા કરે, તો તે ઈન્શા અલ્લાહ એવી હાલતમાં પોતાનાં ઘરે ફરશે કે તેનો હજ્જ મકબૂલ થઈ જશે અને તેને બેપનાહ અજરો ષવાબ મળશે. બીજી તરફ જે માણસ આ મૌકાથી સારી રીતે ફાયદો ન ઉઠાવે અને આદાબો અહકામની રિઆયતની સાથે હજ્જ અદા ન કરે, તો તેનો ફર્ઝ હજ્જ હંમેશા નાકિસ (અધૂરો) રહેશે અને તેની કોઈ પણ સૂરતમાં તલાફી નથી થઈ શકતી. તેમ છતા તેને વારંવાર નફલ હજ્જ અદા કરવાની સઆદત મળતી હોય, પણ ફર્ઝ હજ્જ ફરીથી નહી કરી શકશે.


[૧] مثلت حالة الإسلام مع أركانه الخمسة بحالة خباء أقيمت على خمسة أعمدة وقطبها الذي تدور عليها الأركان هي شهادة أن لا إله إلا الله وبقية شعب الإيمان كالأوتاد للخباء (شرح المشكاة للطيبي ۲/٤۳۷)

[૨] واختلف في عددهم ففي حاشية المشكاة عن اللمعات ورد في بعض الروايات أنهم كانوا أكثر من الحصر والإحصاء ولم يعينوا عددهم وقد بلغوا في غزوة تبوك التي هي آخر غزواته صلى الله عليه وسلم مائة ألف وحجة الوداع كانت بعد ذلك ولا بد أن يزدادوا فيها  ويروى مائة وأربعة وعشر ألفا وفي رواية مائة وأربعة وعشرون ألفا والله أعلم زاد القاري وقيل مائة وثلاثون ألفا (جزء حجة الوداع صـ ۳۲)

[૩] حج رسول الله صلى الله عليه وسلم بعد الوجوب حجة واحدة (مقدمة جزء حجة الوداع صـ ۹)

[૪] سورة المائدة: ۳

[૫] وقال أسباط عن السدي نزلت هذه الآية يوم عرفة فلم ينزل بعدها حلال ولا حرام ورجع رسول الله صلى الله عليه وسلم فمات قالت أسماء بنت عميس حججت مع رسول الله صلى الله عليه وسلم تلك الحجة فبينما نحن نسير إذ تجلى له جبريل فمال رسول الله صلى الله عليه وسلم على الراحلة فلم تطق الراحلة من ثقل ما عليها من القرآن فبركت فأتيته فسجيت عليه بردا كان علي قال ابن جريج وغير واحد مات رسول الله صلى الله عليه وسلم بعد يوم عرفة بأحد وثمانين يوما (تفسير ابن كثير ۳/۲٦)

[૬] يجب أي الحج في العمر مرة واحدة فيكون وقته العمر (تحفة الفقهاء ۱/۳۸٠)‏

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...