સુરએ માઊન

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اَرَءَیۡتَ الَّذِیۡ یُکَذِّبُ بِالدِّیۡنِ ؕ﴿۱﴾‏‎ ‎فَذٰلِکَ الَّذِیۡ یَدُعُّ  الۡیَتِیۡمَ ۙ﴿۲﴾‏وَ لَا یَحُضُّ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ؕ﴿۳﴾‏‎ ‎فَوَیۡلٌ  لِّلۡمُصَلِّیۡنَ ۙ﴿۴﴾‏‎ ‎الَّذِیۡنَ ہُمۡ عَنۡ صَلَاتِہِمۡ سَاہُوۡنَ ۙ﴿۵﴾‏‎ ‎الَّذِیۡنَ ہُمۡ  یُرَآءُوۡنَ ۙ﴿۶﴾‏‎ ‎ وَ یَمۡنَعُوۡنَ الۡمَاعُوۡنَ ﴿۷﴾ ‎

તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩) પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪) જે પોતાની નમાઝથી બેદરકારી વરતે છે (૫) જે રિયાકારી (દેખાવો) કરે છે (૬) અને (બીજાને) મામૂલી વસ્તુ (પણ) આપવાથી ઈન્કાર કરે છે (૭)

તફસીર

اَرَءَیۡتَ الَّذِیۡ یُکَذِّبُ بِالدِّیۡنِ ؕ﴿۱﴾‏‎ ‎فَذٰلِکَ الَّذِیۡ یَدُعُّ  الۡیَتِیۡمَ ۙ﴿۲﴾‏وَ لَا یَحُضُّ عَلٰی طَعَامِ الۡمِسۡکِیۡنِ ؕ﴿۳﴾‏‎

શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩)

શબ્દ “દીન” નાં વિભિન્ન મતલબો છેઃ એક મતલબ દીને ઈસ્લામનો છે અને બીજો મતલબ કયામતનો છે. આયતે કરીમામાં બન્નેવ મતલબો મુરાદ લઈ શકાય છે એટલે તે કાફિર જે દીને ઈસ્લામનો મુનકિર છે અથવા તે જે કયામતનાં દિવસનો ઈન્કાર કરે છે. અમુક રિવાયતોમાં આવે છે કે આ સૂરતની શરૂઆતી આયતો આસ બિન વાઈલનાં બારામાં નાઝિલ થઈ હતી, જે બખીલ અને કંજૂસીમાં પ્રખ્યાત હતો. પણ આ વાત વાસ્તવિક છે કે આ સૂરત તેની સાથે ખાસ નથી, બલકે આ આયતોનો લેખ સામાન્ય છે અને બીજા લોકોને પણ આ આયતોથી સંબોઘવામાં આવ્યા છે. તેથી મુસલમાનો ને પણ આ સૂરતથી સબક લેવો જોઈએ અને આમાલે કબીહા જેવી રીતે કે યતીમોની સાથે બદ સુલૂકી અને ગરીબોને ખાવાનું ન આપવુ વગૈરહથી બચવુ જોઈએ.

મોમિન અને કાફિરનાં દરમિયાન બુનિયાદી ફરક આ છે કે મોમિન કયામત પર ઈમાન રાખે છે અને આખિરતનાં હિસાબ કિતાબથી ડરે છે. જ્યારે કે કાફિર કયામતનાં દિવસ પર ઈમાન નથી રાખતો, તેથી તેનાં દિલમાં આખિરતનાં હિસાબ કિતાબનો ડર પણ નથી હોતો. પણ મોમિન દરેક સમયે આ વાતને ઘ્યાનમાં રાખે કે તેનો રબ તેને જોઈ રહ્યો છે અને તેને પોતાનાં દરેક નાનાં મોટા અમલનો અલ્લાહ તઆલાને કયામતનાં દિવસે હિસાબ આપવાનો છે,

જ્યારે કે કાફિર અલ્લાહ તઆલા અને જઝા સઝાનાં દિવસ પર ઈમાન નથી રાખતો. તેથી તે પોતાને તાકતવર અને બેનિયાઝ સમજે છે અને પોતાનાં માલો દૌલત પર ફખર કરે છે. તે યતીમોં, ગરીબોં અને મિસ્કીનોની ખબરગીરી નથી કરતો, જ્યારે કે તેણે આ નહી ભૂલવુ જોઈએ કે હાલાત ક્યારે પણ બદલાઈ શકે છે. મુમકિન છે કે અલ્લાહ તઆલા તેમનાંથી માલ છીનવી લે અને ગરીબો અને યતીમોંને નવાજી દે. બીજા શબ્દોમાં આ કેહવામાં આવે કે આજે જે માણસ માલદાર છે, કાલે ગરીબ થઈ શકે છે અને જે આજે ગરીબ છે કાલે માલદાર થઈ શકે છે.

આ આધારે અલ્લાહ તઆલા આ આયતે કરીમામાં આપણને તે ખરાબ આમાલ (કયામતનાં દિવસેનો ઈન્કાર, યતીમોંની સાથે બદસુલૂકી, યતીમોં અને મોહતાજોંને ખાવાનું ન ખવડાવવુ વગૈરહ) પર ચેતવણી આપી રહ્યા છે અને મોમિનીનને યતીમોં, મોહતાજોં અને મુફલિસોંની સાથે હુસ્ને સુલૂક અને સારા વર્તાવની તરગીબ આપી રહ્યા છે.

فَوَیۡلٌ  لِّلۡمُصَلِّیۡنَ ۙ﴿۴﴾‏‎ ‎الَّذِیۡنَ ہُمۡ عَنۡ صَلَاتِہِمۡ سَاہُوۡنَ ۙ﴿۵﴾‏‎ ‎الَّذِیۡنَ ہُمۡ  یُرَآءُوۡنَ ۙ﴿۶﴾‏‎ ‎ وَ یَمۡنَعُوۡنَ الۡمَاعُوۡنَ ﴿۷﴾

પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪) જે પોતાની નમાઝથી બેદરકારી વરતે છે (૫) જે રિયાકારી (દેખાવો) કરે છે (૬) અને (બીજાને) મામૂલી વસ્તુ (પણ) આપવાથી ઈન્કાર કરે છે (૭)

આ આયતે કરીમામાં અલ્લાહ સુબ્હાનહુ વતઆલા તે મોમિનીનનો તઝકિરો ફરમાવી રહ્યા છે જેઓ પોતાની નમાઝોની અદાયગીમાં ગફલત વરતતા છે અને લોકોની સાથે બુખલથી પેશ આવે છે.

અલ્લાહ તઆલાનાં ફરમાનનો મતલબ આ છે કે આ લોકો જ્યારે નમાઝનાં માટે ઉભા થાય છે, તો ઈખલાસની સાથે નમાઝ અદા કરતા નથી. બલકે દેખાડવા માટે નમાઝ પઢે છે, જેથી કરીને કે બીજા લોકો તેઓને નેક મુસલમાન સમજે.

જેથી જ્યારે આ લોકો બીજા લોકોની સામે નથી હોતા, તો અથવા તો નમાઝજ નથી પઢતા અથવા વખત પર નમાઝ નથી પઢતા. બલકે નમાઝને કઝા કરે છે અથવા જેવી રીતે નમાઝ પઢવી જોઈએ, એવી રીતે નમાઝ નથી પઢતા એટલે નમાઝનાં આદાબો સુનનની રિઆયત કરીને નમાઝ અદા નથી કરતા (જેવી રીતે વખત પર બાજમાઅત નમાઝ પઢવુ, નમાઝનાં અરકાનઃ કયામ, રૂકુઅ અને સજદો વગૈરહ સારી રીતે અદા કરવુ). આ ઉમૂર (કાર્યો)ની રીઆયત નથી કરતા. તેનુ કારણ આ છે કે તેઓનાં દિલોમાં નમાઝની સાચી મોહબ્બત અને તેની મહત્તવતા નથી હોતી.

એવીજી રીતે આ લોકો ઘણાં બખીલ અને કંજૂસ છે. ગરીબોં અને મોહતાજોને સામાન્ય વસ્તુ પણ આપવાથી ઈનકાર કરી દે છે. શબ્દ “માઊન” અરબી ઝબાનમાં સામાન્ય અને નાનમડી વસ્તુનાં માટે ઉપયોગ કરવામાં આવે છે જેવીરીતે વાસણ, મીઠુ અને ખાંડ વગૈરહ. જો કોઈ માણસને એવી સામાન્ય વસ્તુની જરૂરત હોય, તો જે માણસની પાસે આ વસ્તુ મૌજૂદ હોય, તેને જોઈએ કે જરૂરત મંદને ઊપયોગ કરવા માટે આપી દે અને તેની મદદ કરે.

શબ્દ “માઊન” ઝકાતનાં મઅનામાં પણ આવે છે. આ મઅનાનાં એતેબારથી આયતનો મતલબ આ છે કે આ લોકો ઝકાત અદા નથી કરતા. આ મઅનો હઝરત અલી (રદિ.) થી મનકૂલ છે

ઝકાતને “માઊન” એટલા માટે કેહવામાં આવ્યુ છે કે તે મિકદારનાં એેઅતેબારથી નિસબતન ઘણી ઓછી છે એટલે માત્ર ચાલીસમાો હિસ્સો.

વાતનો સાર આ છે કે આ આયતે કરીમામાં તે અવસાફનો તઝકિરો કરવામાં આવ્યો છે જેનાં ઝરીએ ઈન્સાનની કદર અલ્લાહ તઆલાની નજરમાં થાય છે. દરેક ઈન્સાનને દરેક સમયે આ વાતની ફિકર હોવી જોઈએ કે તે અલ્લાહ તઆલાથી પોતાનો તઅલ્લુક મજબૂત કરે અને અહકામે દિનીય્યહઃ નમાઝ, રોઝા અને ઝકાત વગૈરહ પાબંદીથી વગર કોઈ ગફલત અને સુસ્તીએ અદા કરે.

એવીજ રીતે ઈન્સાનને આ વાતની ફિકર હોવી જોઈએ કે તે લોકોનાં હુકૂકને સહીહ તરીકા પર અદા કરે અને અઝીઝો અકારીબ (સગા વ્હાલાઓ), પડોશી, દોસ્ત, અહબાબ, યતીમોં, મિસ્કીનો અને મોહતાજોંની સાથે હમદર્દીની સાથે પેશ આવે.

લોકોનાં હુકુક અદા કરવુ તેજ સૂરતમાં શક્ય છે કે જ્યારે ઈન્સાન ખુલ્લા દિલ અને ઉદાર હોય. એટલા માટે કે જ્યારે ઈન્સાન બખીલ થઈ જાય છે તો તે પોતાનાં માલમાં અલ્લાહ તઆલાનો હક એટલે ઝકાત અદા નથી કરતો અને ન તો અલ્લાહ તઆલાનાં બંદાવોનાં હુકૂક અદા કરતો છે એટલે ગરીબો, મોહતાજો અને જરૂરત મંદ સગા વ્હાલાવોની ફિકર નથી કરતો.

તેથી આ સિલસિલામાં હદીષ શરીફમાં આવ્યુ છે કે એક વખત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સફરનાં દરમિયાન સહાબએ કિરામ (રદિ.)ને તરગીબ આપી અને સહાબએ કિરામ (રદિ.)ને કહ્યુ કે જે લોકોની પાસે વધારાની સવારી છે તે તે લોકોની મદદ કરે, જેની પાસે સવારી નથી.

હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે એક વખત અમે લોકો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સાથે સફરમાં હતા. અચાનક એક માણસ પોતાની સવારી પર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં હાજર થયો. તે મુસીબત તથા પરેશાનીનાં આલમમાં હતો અને એમથી તેમ જોઈ રહ્યો હતો કે કોઈ તેની મદદ કરે. તે સમયે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને પ્રોત્સાહન આપતા ફરમાવ્યુ કે જે માણસની પાસે વધારાની સવારી હોય તે તેની મદદ કરે જેની પાસે સવારી નથી. અને જે માણસ પાસે વધારાનો તોશો હોય તે તેની મદદ કરે, જેની પાસે તોશો નથી. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવીજ રીતે બીજા માલોનો તઝકિરો કર્યો અને સહાબએ કિરામ (રદિ.) ને એવી રીતે તરગીબ આપી કે રાવી ફરમાવે છે કે અમે વિચાર્યુ કે વધારે માલ રાખવાની કોઈ ગુંજાઈશ નથી (બલકે માણસને જોઈએ કે અઘિક માલ જરૂરતમંદને આપી દે). (સહીહ મુસ્લિમ)

આ હદીષે પાકથી આ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે એક મોમિનની હાલત આ હોવી જોઈએ કે તે માત્ર પોતાની ઝાતની ફિકર ન કરે અને માત્ર પોતાની અને પોતાનાં ઘરવાળાઓની માદ્દી અને દુનયવી તરક્કીનાં બારામાં ન વિચારે, બલકે તેને જોઈએ કે તે બઘા મુસલમાનોની ફિકર કરે અને તેઓની મદદ તથા નુસરતનાં મોકાવોની શોઘમાં રહે છે.

તેથી એવો ઈન્સાનને જોઈએ કે દરેક સમયે લોકોની મદદનાં માટે તય્યાર રહે છે અને બઘા લોકોની સાથે શફકત તથા હમદર્દીનો મામલો કરે છે  (ભલે તે લોકો તેનાં ઘરવાળાઓ, પડોશી, અઝીઝ તથા અકારિબ અને દોસ્ત તથા અહબાબ હોય અથવા સામાન્ય જરૂરત મંદ લોકો હોય).

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …