પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૪)‎

بسم الله الرحمن الرحيم

હઝરત ઉમર (રદિ.) અને તેમની પત્નીનાં સામાજિક કલ્યાણ

મખલુકની ખિદમત ખુદા તઆલાને ત્યાં એક ઘણું મહબૂબ અને પસંદીદા અમલ છે. સામાજિક કલ્યાણની ઘણી બઘી ફઝીલતો છે અને બે પનાહ અજરો ષવાબનું કારણ છે. આજ સામાજિક કલ્યાણનો અનોખો વસ્ફ અને જોહર છે કે આ સિફત બઘા અંબિયા અને રસૂલોં (અલૈ.) નાં જીવનોમાં સૌથી પેહલી દેખાતી હતી. તેથી અંબિયાએ કિરામ (અલૈ.) મખલૂકની સાથે ન્યાય તથા ઈન્સાફથી વરતાવ કરવાની ફકત તાકીદ નહી કરી, બલકે મખલૂકની સાથે એહસાનના દરજે તથા રહમનો હુકમ પણ આપતા હતા.

ખાતમુલ અંબિયા હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં વિશે મશહૂર છે કે જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને નુબુવ્વત આપવામાં આવી, તો આપને આ વાતની ઘણી વધારે ફિકર લાગી કે શું હું આ મહાન ફરીઝાને કેવી રીતે અદા કરી શકીશ. આ મૌકા પર હઝરત ખદીજા (રદિ.)  આપને નીચેનાં કલિમાતથી તસલ્લી આપી, જેનાંથી આ વાત સંપૂર્ણ પણે જાહેર થાય છે કે નુબુવ્વતથી પેહલા પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક કલ્બમાં લોકોની ખિદમત અને તેમની જરૂરતોને પૂરી કરવાનો બેપનાહ જઝબો અને શૌક હતો.

હઝરત ખદીજા (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને કહ્યુઃ અલ્લાહની કસમ ! અલ્લાહ તઆલા આપને ક્યારેય પણ રૂસવા નહી કરશે, બેશક તમો પોતાનાં રિશ્તેદરોની સાથે સિલા રહમી કરો છો અને તમો હંમેશા સાચુ બોલો છો અને તમો તે લોકોનો બોઝ ઉઠાવો છો જે પરેશાનીમાં મુબ્તલા છે અને તમો મઅદૂમ (ફકીર અને જેની પાસે માલ નથી) તેમનાં માટે કમાવો છો (અને તેમની મદદ કરો છો) અને તમો મેહમાન નવાઝી કરો છો અને તમો હંમેશા તે લોકોની મદદ કરો છો, જેઓ કુદરતી આફતો અને મુસીબતોમાં પિડાય છે. (સહીહુલ બુખારી)

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બાબરકત સોહબતમાં રહીને સહાબએ કિરામ (રદિ.) સોહબતે નબવીથી ફૈઝયાબ થયા અને અખલાકે નબવી સિખી લીઘી અને જીવનનાં બઘા વિભાગોમાં ઉચ્ચ અખલાક તથા આદતોથી ટેવાઈ ગયા હતા. અહિંયા સુઘી કે તેઓએ પોતાની આખી જીંદગી અલ્લાહ તઆલાનાં અધિકારોની અદાયગીમાં પસાર કરી દીઘી અને લોકોની જરૂરતોને પૂરી કરવા માટેની તકો શોધતા હતા.

અમીરૂલ મોમિનીન હઝરત ઉમર (રદિ.) પોતાનાં ખિલાફતનાં જમાનામાં ઘણી વખતે રાતનાં ચોકીદારીનાં તૌર પર શહેરની હિફાઝત પણ ફરમાવ્યા કરતા હતા. એક વખત તેજ હાલતમાં એક મૈદામાં ગુજર થયો. જોયુ કે એક તંબુ રીંછનું બનેલુ છે જે પેહલા ત્યાં જોવામાં ન આવ્યુ હતુ.

તેની કરીબ પહોંચ્યા તો જોયુ કે એક સાહબ ત્યાં બેસેલા છે અને તંબુથી કંઈક કણસવાનો અવાજ આવી રહ્યો છે. સલામ કરીને તે સાહબની પાસે બેસી ગયા અને પૂછ્યુ કે તમે કોન છો. તેવણે જવાબ આપ્યો એક મુસાફિર છું, જંગલનો રેહવા વાળો છું. અમીરૂલ મોમિનીનની સામે કંઈક પોતાની જરૂરત પેશ કરીને મદદ માંગવા માટે આવ્યો છું. પૂછ્યુ કે આ તંબુમાંથી અવાજ શેનો આવી રહ્યો છે. તે સાહબે કહ્યુ મિયાં જાવો પોતાનું કામ કરો. આપે આગ્રહ ફરમાવ્યો કે નહી બતાવી દો કંઈક તકલીફની અવાજ છે. તે સાહબે કહ્યુ કે ઔરતનો જન્મનો સમય કરીબ છે, જન્મ આપતી વખતે જે દર્દ થાય છે તે દર્દ થઈ રહ્યો છે. આપે પૂછ્યુ કે કોઈ બીજી ઔરત પણ પાસે છે. તેવણે કહ્યુ કોઈ નથી.

આપ ત્યાંથી ઉઠ્યા અને ઘરે તશરીફ લઈ ગયા અને પોતાની બીવી હઝરત ઉમ્મે કુલષૂમ (રદિ.) થી ફરમાવ્યુ કે એક મોટા ષવાબની વસ્તુ મુકદ્દરથી તમારા માટે આવી છે. તેવણે પૂછ્યુ શું છે. આપે ફરમાવ્યુઃ એક ગાંમની રેહવા વાળી બેચારી એકલી છે. તેને જન્મ આપતી વખતે જે દર્દ થાય છે તે દર્દ થઈ રહ્યો છે.

તેવણે ઈરશાદ ફરમાવ્યો કે હાં હાં તમારી સલાહ હોય તો હું તય્યાર છું. અને કેમ ન તય્યાર થતે કેમ કે એવણ પણ અંતે હઝરત સય્યિદા ફાતિમા (રદિ.)નીજ સાહબઝાદી હતી. હઝરત ઉમર (રદિ.) ફરમાવ્યુ કે વિલાદતનાં માટે જે વસ્તુઓની જરૂરત પડતી હોય, તેલ કપડા વગૈરહ લઈ લો અને એક તપેલી અને કંઈક ઘી અને દાણા વગૈરહ પણ સાથે લઈ લો. તેવણ લઈને નિકળ્યા અને હઝરત ઉમર (રદિ.) નાં પછાળી પછાળી ચાલવા લાગ્યા. ત્યાં પહોંચીને હઝરત ઉમ્મે કુલષૂમ (રદિ.) તો તંબુમાં ચાલી ગયા અને આપે આગ સળગાવીને તે તપેલીમાં દાણા બાફ્યા ઘી નાંખ્યુ એટલામાં જન્મ થઈ ગયો.

અંદરથી હઝરત ઉમ્મે કુલષૂમ (રદિ.) અવાજ આપીને કહ્યુઃ અમીરૂલ મોમિનીન પોતાનાં દોસ્તને છોકરો પૈદા થવાની બશારત આપી દો. અમીરૂલ મોમિનીન નો શબ્દ જ્યારે તે સાહબનાં કાનમાં પડ્યો તો તે ઘણો ઘબરાયો. આપે ફરમાવ્યુ ઘબરાવાની વાત નથી.

તે તપેલી તંબુની પાસે મુકી દીઘી કે તે ઔરતને પણ કંઈક ખવડાવી દે. હઝરત ઉમ્મે કુલષૂમ (રદિ.) તેવણને ખવડાવ્યુ. ત્યાર બાદ તપેલી બહાર આપી દીઘી. હઝરત ઉમર (રદિ.) તે બદ્દુથી કહ્યુ કે તો તમે પણ ખાઈ લો. આખી રાત તમારી જાગવામાં પસાર થઈ ગઈ. ત્યાર બાદ અહલિયા (પત્ની)ને સાથે લઈને ઘરે તશરીફ લઈ આવ્યા અને તે સાહબને કહી દીઘુ કે કાલે આવજો તમારા માટે વ્યવ્સથા કરી દેવામાં આવશે. જ્યારે સવાર થઈ અને તે આવ્યો, તો હઝરત ઉમર (રદિ.) તેનાં બાળકના માટે વઝીફો મુકર્રર કરી દીઘો અને તેને તોફહો આપ્યો. (તબસિરહ ઈબ્નુલ જવજી, બિદાયા વન નિહાયા)

જેવી રીતે અંબિયા (અલૈ.) અને સહાબએ કિરામ (રદિ.)  મખલૂકની જરૂરતોને પૂરૂ કરવાની કોશિશ કરી, અલ્લાહ તઆલા આપણને મખલૂકની ખૈર ખ્વાહીની ફિકર અતા ફરમાવે અને તેની જરૂરતોને પૂરી કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17673


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …