હઝરત વાઈલ બિન હુજર (રદિ.) નું ઝુબાબનાં શબ્દથી વાળ કપાવી દેવુ

عن كعب بن عجرة، قال: لما نزلت: إن الله وملائكته يصلون على النبي الآية، قلنا: يا رسول الله، قد ‏علمنا السلام عليك، فكيف الصلاة؟ قال: ” قولوا: اللهم صل على محمد وعلى آل محمد كما صليت ‏على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد وبارك على محمد وعلى آل محمد، كما باركت على إبراهيم، ‏وعلى آل إبراهيم، إنك حميد مجيد (مسند ابن أبي شيبة، الرقم: ۵٠۵)

હઝરત કઅબ નિન ઉજરા (રદિ.) ફરમાવે છે કે જ્યારે નીચે આપેલી આયતે શરીફા નાઝિલ થઈઃ

إِنَّ الله وَمَلئِٰكَتَهُ يُصَلُّوْنَ عَلٰى النِّبِيِّ يٰأَيُّهَا الَّذِيْنَ آمَنُوْا صَلُّوْا عَلَيْهِ وَسَلِّمُوْا تَسْلِيْمًا

બેશક અલ્લાહ અને તેમનાં ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલે છે (એટલે અલ્લાહ તઆલા નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર રહમતોં નાઝિલ ફરમાવે છે અને ફરિશ્તાઓ નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે દુઆ માંગે છે). હે ઈમાન વાળાઓ ! તમે પણ દુરૂદ મોકલો અને ખૂબ સલામ મોકલ્યા કરો.

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ وَبَارِكْ عَلٰى مُحَمَّدٍ وَعَلٰى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلٰى إِبْرَاهِيْمَ وَعَلٰى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَمِيْدٌ مَجِيْدٌ

હે અલ્લાહ ! બરકત નાઝિલ ફરમાવ હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને તેમની આલ(ઔલાદ) પર, જેવીરીતે કે આપે દુરૂદ મોકલ્યુ હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર અને તેમની આલ(ઔલાદ) પર, હે અલ્લાહ ! બેશક તમો તારીફનાં કાબિલ અને બુઝુર્ગ છે.

અને બરકત નાઝિલ ફરમાવ હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર અને તેમની આલ(ઔલાદ) પર, જેવીરીતે કે બરકત નાઝિલ ફરમાવી આપે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) પર અને તેમની આલ(ઔલાદ) પર. બેશક તમો તારીફનાં કાબિલ અને બુઝુર્ગ છે.

હઝરત વાઈલ બિન હુજર (રદિ.) નું ઝુબાબનાં શબ્દથી વાળ કપાવી દેવુ

હઝરત વાઈલ બિન હુજર (રદિ.) કહે છે કે હું એક વખત ખિદમતમાં હાજર થયો. મારા માંથાનાં વાળ ઘણા વધેલા હતા. હું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે આવ્યો તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “ઝુબાબ, ઝુબાબ”. હું આ સમજ્યો કે મારા બાલોનાં કારણે ઈરશાદ ફરમાવ્યુ. હું પાછો ઘરે ગયો અને બાલોને કપાવી નાંખ્યા.

જ્યારે બીજા દિવસે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં હાજર થયો, તો ઈરશાદ ફરમાવ્યુ કે “મેં તમને નહી કહ્યુ હતુ”. પણ આ સારુ કામ કર્યુ તમે. (સુનને અબી દાવુદ)

નોટઃ હઝરત વાઈલ બિન હુજર (રદિ.) નો આ અમલ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં માટે તેમનાં દિલમાં સાચી મોહબ્બતની અલામત છએ. તેમનાં દિલમાં જેવોજ આ ખ્યાલ આવ્યો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેમના બાલને જોઈને નારાજગી વ્યક્ત કરી, તો તેવણે તરતજ પોતાનાં બાલ કપાવી નાંખ્યા. આનાંથી સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે તેમનાં દિલમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કેટલી વધારે મોહબ્બત હતી કે માત્ર આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નારાજગીનાં શુબાનાં કારણે બેચેન થઈ ગયા, તો શું આ વાતને જર્રા બરાબર પણ શક્યતા  થઈ શકે છએ કે તેઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નાફરમાની કરેં અથવા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતનાં ખિલાફ કોઈ અમલ કરેં?

દુરૂદ શરીફ પઢવાનાં કારણે જન્નતમાં દાખલો

સૂફીયોમાંથી એક બુઝુર્ગ નકલ કરે છે કે મેં એક માણસને કે જેનું નામ મિસતહ હતુ અને તે પોતાની ઝિંદગીમાં દિનની બાબતમાં ઘણો બેપરવાહ અને નિડર હતો(એટલે ગુનાહોની કંઈ પરવાહ નહી કરતો હતો) મરવા પછી સપનાં માં જોયા, મેં એમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ શું મામલો કર્યો. એમણે કહ્યુ અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી. મેં પૂછ્યુ કે આ કયા અમલ(કાર્ય)નાં કારણે થયુ તેમણે કહ્યુ કે હું એક મુહદ્દિષ ની ખિદમત(સેવા)માં હદીષ નકલ કરી રહ્યો હતો, ઉસ્તાદે(શિક્ષકે) દુરૂદ શરીફ પઢ્યુ મેં પણ એમની સાથે ઉંચા અવાજે દુરૂદ શરીફ પઢ્યુ. મારો અવાજ સાંભળી બઘા મજલિસ(સભા) વાળાએ દુરૂદ શરીફ પઢ્યુ. અલ્લાહ તઆલાએ તે સમયે આખી મજલિસ(સભા) વાળાની મગફિરત(ક્ષમા) કરી દીધી. (ફઝાઈલે આમાલ, પેજનં-૧૫૬)

يَا رَبِّ صَلِّ وَ سَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...