સુરએ કુરૈશની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

لِاِیۡلٰفِ قُرَیۡشٍ ۙ﴿۱﴾‏‎ ‎اٖلٰفِہِمۡ رِحۡلَۃَ الشِّتَآءِ وَالصَّیۡفِ ۚ﴿۲﴾‏‎ ‎فَلۡیَعۡبُدُوۡا رَبَّ ہٰذَا الۡبَیۡتِ ۙ﴿۳﴾‏‎ ‎الَّذِیۡۤ اَطۡعَمَہُمۡ مِّنۡ جُوۡعٍ ۬ۙ وَّاٰمَنَہُمۡ مِّنۡ خَوۡفٍ ﴿۴﴾‏‎ ‎‏‎ ‎

તર્જુમોઃ- અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

કુરૈશ સાથે સ્નેહ (ઉલફત) નાં કારણે (૧) તેઓની ઉનાળા (ની મૌસમ) અને શિયાળા (ની મૌસમ) ની મુસાફરીની સ્નેહ (ઉલફત) નાં કારણે (૨) માટે (એ ઉપકારના બદલામાં) તેઓને જોઈએ કે આ ઘર (કઅ્બહ) માં માલિકની બંદગી કરે. (૩) જેણે તેઓને ભૂખમાં ખાવાનું આપ્યું અને બીકથી તેઓને સલામતી આપી. (૪)

તફસીર

ઈસ્લામથી પેહલા જાહિલીયતનાં જમાનામાં જઝીરએ અરબમાં અરબની જાતિઓ(કબાઈલ)નાં દરમિયાન ચોરી, લૂંટફાટ, હત્યા તથા તોડફોડ અને એક-બિજા સાથે લડવુ વગૈરહ સામાન્ય વાતો હતી. આજ કારણ છે કે જ્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરતા હતા, તો તેઓને દરેક સમયે આ વાતનો ભય લાગી રેહતો હતો કે ક્યાંક દુશ્મન તેઓનાં પર હમલો ન કરે અથવા તેઓનો સામાન ન લૂંટી લે.

પણ કુરૈશ કબીલાનો મામલો બિલકુલ અલગ હતો. અરબનાં બઘા કબાઈલ (જાતિઓ) અને રહેવાસિઓ કુરૈશને ઘણો વધારે માન-સન્માન આપતા હતા, કારણકે કુરૈશ બયતુલ્લાહ શરીફનાં ખાદિમ અને તેની સંભાળ તથા કાળજી (દેખભાલ) કરવા વાળા હતા અને લોકોનાં દિલોમાં બયતુલ્લાહ અને બયતુલ્લાહની સંભાળ તથા કાળજી (દેખભાલ) કરવા વાળાઓનું ઘણું વધારે માન-સન્માન કરતા હતા, તેથી કુરૈશનાં કાફલાઓને જરા પણ છેડતા ન હતા, તેથી કુરૈશ સરદીની મૌસમમાં યમનની તરફ અને ગરમીની મૌસમમાં શામની તરફ ચૈન તથા સુકૂનની સાથે ભય અને ગભરાવા વગર સફર કરતા હતા અને ત્યાંથી મક્કા વાળાઓ માટે અનાજ, ગલ્લો અને દરેક જરૂરતની વસ્તુઓ લઈને પાછા આવતા હતા.

વાતનો સારાંશ આ છે કે કુરૈશને જે સલામતી, ખુશ હાલી અને આર્થિક વિકાસ હાસિલ હતો, તેનો રાઝ  આ હતો કે બયતુલ્લાહ શરીફની ખિદમતનો શરફ હાસિલ હતો.

لِاِیۡلٰفِ قُرَیۡشٍ ۙ﴿۱﴾‏‎ ‎اٖلٰفِہِمۡ رِحۡلَۃَ الشِّتَآءِ وَالصَّیۡفِ ۚ﴿۲﴾

કુરૈશ સાથે સ્નેહ (ઉલફત) નાં કારણે (૧) તેઓની ઉનાળા (ની મૌસમ) અને શિયાળા (ની મૌસમ) ની મુસાફરીની સ્નેહ (ઉલફત) નાં કારણે (૨)

આ સૂરતમાં અલ્લાહ તઆલાએ કુરૈશને પોતાની બે નેઅમતોં યાદ અપાવી છેઃ  (૧) એક અમનની નેઅમત (૨) બીજુ રિઝ્કમાં વિસ્તરણ. આ બન્નેવ નેઅમતોંને બયાન કરવા બાદ અલ્લાહ તઆલાએ હુકમ આપ્યો છે કે તેઓ તેની ઈતાઅતો ફરમાં બરદારી કરે અને તેનાં અલાવા બીજા કોઈની ઈબાદત ન કરે.

આનાંથી સ્પષ્ટ થાય છે કે અલ્લાહ તઆલાએ કુરૈશને બીજા લોકો પર ફઝીલત બખ્શી છે અને તેઓને વિશેષ શરફ અતા કર્યો છે.

હદીષ શરીફમાં વારિદ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે હઝરત ઈસ્માઈલ (અલૈ.)ની ઔલાદમાંથી અલ્લાહ તઆલાએ બનુ કિનાનાને પસંદ ફરમાવ્યા અને બનુ કિનાનામાંથી અલ્લાહ તઆલાએ કુરૈશને પસંદ કર્યા અને કુરૈશમાંથી અલ્લાહ તઆલાએ બનુ હાશિમને પસંદ કર્યા અને બનુ હાશિમમાંથી અલ્લાહ તઆલાએ મને પસંદ ફરમાવ્યા.

આનાંથી ખબર પડી કે કુરૈશને જે વિશેષ શરફ અને રૂત્બો મળ્યો છે તે અલ્લાહ તઆલાની તરફથી હતો અને આ વિશેષ  શરફ અને રૂત્બો અલ્લાહ તઆલાનાં ફેસલાથી હોય છે, તેથી કોઈને આ કેહવાનો હક હાસિલ નથી કે બીજા કબાઈલનાં મુકાબલામાં કુરૈશને એટલો મહાન સ્થાન અને મર્તબો કેમ મળ્યો? કારણકે આ માત્ર અલ્લાહ તઆલાનો ફઝલો કરમ છે કે તે જેને આપવા ચાહે છે આપી શકે છે.

અલબત્તા કુરૈશની ઈઝ્ઝત તથા મહાનતાનો જાહેરી કારણ આ છે કે તેનાં અંદર કેટલાક ઉચ્ચ અખલાક તથા અવસાફો હતા જેવીરીતે કે અમાનત દારી, શુકર ગુઝારી, લોકોની રિઆયત, તેમની સાથે સારો વ્યવ્હાર અને બેબસ લાચાર લોકો અને મઝલૂમોંની મદદ કરવુ વગૈરહ. આવા પ્રકારનાં ઉચ્ચ અખલાક તથા અવસાફ કુરૈશની ફિતરતમાં દાખલ હતુ. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાનું ઘર કાબા શરીફની ખિદમતનો શરફ અતા ફરમાવ્યો.

فَلۡیَعۡبُدُوۡا رَبَّ ہٰذَا الۡبَیۡتِ ۙ﴿۳﴾‏‎ ‎الَّذِیۡۤ اَطۡعَمَہُمۡ مِّنۡ جُوۡعٍ ۬ۙ وَّاٰمَنَہُمۡ مِّنۡ خَوۡفٍ ﴿۴﴾‏‎

માટે (એ ઉપકારના બદલામાં) તેઓને જોઈએ કે આ ઘર (કઅ્બહ) માં માલિકની બંદગી કરે. (૩) જેણે તેઓને ભૂખમાં ખાવાનું આપ્યું અને બીકથી તેઓને સલામતી આપી. (૪)

આ સૂરતમાં અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મતને પોતાની વિશેષ રહમત હાસિલ કરવાનો તરીકો બતાવ્યો.

ખુદા તઆલાની વિશેષ રહમત હાસિલ કરવાનો તરીકો આ છે કે ઈન્સાન અલ્લાહ તઆલાની ઈતાઅત કરે અને તેમની નેઅમતોનો શુકરિયા અદા કરે. જ્યારે કોઈ માણસ અલ્લાહ તઆલાની ઈતાઅતો ફરમાં બરદારી કરે છે અને અલ્લાહ તઆલાનો શુકરિયા અદા કરે છે, તો અલ્લાહ તઆલા તે માણસને બે મોટી નેઅમતો અતા ફરમાવે છે.

પેહલી નેઅમત આ છે કે અલ્લાહ તઆલા તે માણસને હલાલ રિઝક અતા કરે છે, ભૂક અને ફાકાથી તેની હિફાઝત ફરમાવે છે અને એવીજી રીતે અલ્લાહ તઆલા તેનાં માલો દૌલતમાં ખૂબ બરકત અતા ફરમાવે છે.

બીજી નેઅમત આ છે કે અલ્લાહ તઆલા તેનાં જાનો માલમેં અમનો સલામતી અતા ફરમાવે છે.

કુર્આને મજીદની બીજી આયતમાં અલ્લહ તઆલાએ એક વસ્તીની મિષાલ બયાન ફરમાવી છે. તે વસ્તીવાળાઓને અલ્લાહ તઆલાએ દરેક પ્રકારની નેઅમત અતા કરી હતીઃ

وَضَرَبَ اللَّـهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ

અલ્લાહ તઆલાએ એક મિષાલ બયાન ફરમાવી કે એક વસ્તી હતી જે સુરક્ષિત અને ઈત્મિનાનમાં રેહતા હતા. તેઓનો રિઝક દરેક જગ્યાએથી ફરાવાની ની સાથે(વધારે પ્રમાણમાં) આવી જતુ હતુ.

અલ્લાહ તઆલાએ તે વસ્તીનાં લોકોને અમનો સલામતી, માલો દૌલત વગૈરહથી નવાજ્યા હતા. પણ જેવી તેઓએ અલ્લાહ તઆલાની નાફરમાની અને અલ્લાહ તઆલાની નેઅમતોની નાશુકરી કરી, તો અલ્લાહ તઆલાએ દુનિયામાંજ તેમની હાલત બદલી નાંખી. તેમની ખુશહાલીને તંગદસ્તીથી બદલી દીઘી અને સલામતીને બદઅમનીમાં બદલી નાંખી.

فَكَفَرَتْ بِأَنْعُمِ اللّٰهِ فَأَذَاقَهَا اللَّـهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

પછી તે વસ્તી (વસ્તીવાળાઓ) ને અલ્લાહ તઆલાનાં ઈનઆમાતની નાશુકરી કરી તો અલ્લાહ તઆલાએ તેમને ભૂખ અને ભયનાં લિબાસની મજા ચખાવી.

આ આયતે કરીમમાં બયાન કરવામાં આવ્યુ છે કે અલ્લાહ તઆલાએ તેમને એટલા સખત ભુક અને ભયમાં નાંખી દીઘા જેવી રીતે કે ભય અને ભુકે તેમના કપડા બની ગયા જેણે તેઓને માંથાથી પગ સુઘી ઢાંકી દીઘા.

આનાંથી ખબર પડી કે અલ્લાહ તઆલાની નેઅમતોંથી મજા ઉઠાવવાનો તરીકો અને તે નેઅમતોને ઝવાલથી સુરક્ષિત રાખવાનો ઝરીઓ આ છે કે આપણે દરેક સમયે અલ્લાહ તઆલાની ઈતાઅતો ફરમાં બરદારી કરવી જોઈએ અને તેમનો શુકર અદા કરવો જોઈએ.

ફાયદોઃ અબુલ હસન કઝવીની (રહ.) ફરમાવ્યુ કે જે માણસે કોઈ દુશ્મન અથવા કોઈ મુસીબતનો ડર હોય તેના માટે લીઈલાફી કુરૈશનું પઢવુ અમાન છે. તેને ઈમામ જઝરી (રહ.) નકલ કરીને ફરમાવ્યુ કે આ અમલ આજમાવેલો અને મુજર્રબ છે. હઝરત કાઝી ષનાઉલ્લાહ પાની પતી (રહ.) તફસીરે મઝહરી માં તેને નકલ કરીને ફરમાવ્યુ કે મને મારા શૈખ હઝરત મિરઝા જાને જાનાં (રહ.) ખૌફો ખતરનાં સમયે આ સૂરતને પઢવાનો હુકમ આપ્યો અને ફરમાવ્યુ દરેક બલા તથા મુસીબતને હટાવવા માટે તેની કિરાઅત મુજર્રબ છે. હઝરત કાઝી સાહબ (રહ.) વધારેમાં લખે છે કે મેં પણ ઘણી વાર તેનો તજુર્રબો કર્યો છે. (મઆરિફુલ કુર્આન)

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …