કયામતની અલામતો – ૨

આપણા આકા તથા મૌલા હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અહાદીષે મુબારકામાં તે બઘા હાદસાવો તથા ફિત્નાવોની ભવિષ્યવાણી (પેશન ગોઈ) કરી છે. જે કયામતથી પેહલા આ દુનિયામાં જાહેર થશે એવીજ રીતે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને તે બઘા ફિત્નાવોથી આગાહ કરાવ્યા છે જે દુનિયાની વિવિઘ જગ્યાવોમાં અલગ અલગ જમાનાવોમાં જાહેર થશે. તથા તે ફિત્નાવોથી બચવાનો રસ્તો પણ બતાવ્યો છે.

દીને ઈસ્લામની આ અદભૂત ખૂબી છે કે અલ્લાહ સુબ્હાનહુ વતઆલાએ આપણાં નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને માત્ર ઉમ્મતની હિદાયતનાં માટે નથી મોકલ્યા, બકલે તેવણને તે બઘા વાકિયાત તથા ફિત્નાવોનો ઈલ્મ પણ અતા ફરમાવ્યો જે કયામતથી પેહલા પેશ આવશે, જેથી કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની બીઅસત વ્યાપક અને સાર્વત્રિક હોય અને બઘા જમાનાવોનાં ચેલેન્જો (પડકારો) અને જરૂરિયાતોનો તેમાં ઉકેલ છે.

તેથી આપણને અહાદીષે મુબારકામાં ઘણાં બઘા થવા વાળા ફિત્નાવોથી સંબંઘિત ઊંડી વિગતો મળે છે ભલે તે ફિત્ના નજીકના હોય અથવા દૂરના એટલે તે ફિત્નાવો જે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં રિહલત (જવા) બાદ તરતજ જાહેર થશે અથવા તે ફિત્નાવો જે પછી જાહેર થયા (અથવા જાહેર થશે) તે બઘાનાં વિષે અહાદીષે મુબારકામાં અગત્યની વિગતો  મૌજૂદ છે. તે ફિત્નાવો માંથી અમુક ફિત્નાવોને કયામતની નાની અલામતો અને અમુકને મોટી અલામતો ગણવામાં આવે છે.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તે ફિત્નાવોથી સંબંઘિત કેટલી વિસ્તૃત વિગતોની ખબર આપી છે, તેનો અંદાજો આ હદીષથી સારી રીતે લગાવી શકાય છે.

હઝરત અમ્ર બિન અખતબ (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અમને ફજરની નમાઝ પઢાવી અને મિમ્બર પર તશરીફ લઈ ગયા. પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ખુત્બો આપ્યો, અહિંયા સુઘી કે ઝોહરની નમાઝનો વખત થઈ ગયો, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઉતર્યા અને નમાઝ પઢાવી પછી મિમ્બર પર તશરીફ લઈ ગયા અને ખુત્બો આપ્યો, અહિંયા સુઘી કે અસરની નમાઝનો સમય થઈ ગયો. પછી ઉતર્યા અને નમાઝ પઢાવી પછી મિમ્બર પર તશરીફ લઈ ગયા અને ખુત્બો પઢ્યો, અહિંયા સુઘી કે સૂરજ ગુરૂબ થઈ ગયો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (તે દિવસે) અમને તે બઘા વાકિયાત તથા ફિત્નાવોની ખબર આપી, જે અગાળી થવાની છે. તો અપણામાંથી મોટો આલિમ તે છે જે તે ખબરો તથા વાકિયાવોને યાદ રાખવા વાળો છે.

અનેક હદીષોમાં કયામતની અલામતોનો ઝિકર આવ્યો છે. અહાદીષે મુબારકામાં અમુક અલામતો વિગતવાર ઝિકર કરવામાં આવી છે અને અમુકનો ટૂંકમાં ઝિકર કરવામાં આવ્યો છે. તથા સહાબએ કિરામ (રદિ.) પોતાનાં જીવનમાંજ તેને નરી આંખે જોઈ લીઘી જે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ભવિષ્યવાણી ફરમાવી અને તે સમયે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક શબ્દો તેઓની સામે એક હકીકત બની ગયા જે સમયે તેઓએ તે ફિત્નાવોને પોતાની આંખોથી જોઈ લીઘા.

ઉલમાએ કિરામે લખ્યુ કે કયામતની અલામતો બે પ્રકારની છેઃ પેહલી મોટી અલામતો અને બીજી નાની અલામતો. નાની અલામતો માંથી સૌથી પેહલી અલામત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું આ દુનિયાથી જવુ છે અને બીજી મોટી અલામતો માંથી સૌથી પેહલી અલામત ઈમામ મહંદી (રદિ.) નું જાહેર થવુ છે.

ઈન્શા અલ્લાહ આવતા પ્રકરણોમાં અમે તે અહાદીષને પેશ કરીશું જેમાં કયામતની આ બે અલામતો આવી છે અને અમે તે અહાદીષની તશરીહ પણ કરીશું જ્યાં જ્યાં તશરીહની જરૂરત છે.

 

Source: http://ihyaauddeen.co.za/?p=18602


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …