પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૨)‎

بسم الله الرحمن الرحيم

પડોશીયોનાં અધિકારો

દરેક ઈન્સાનનાં માટે જરૂરી છે કે તેઓ તે અધિકારોથી પરિચિત હોય, જે તેનાં પર લાઝિમ છે. એવીજ રીતે ઈન્સાનને સહી તરીકાથી તે અધિકારોની અદાયગીની ફિકર કરવી જોઈએ, જેથી કે દુનિયાની સિસ્ટમ સહીહ તરીકા પર ચાલતી રહે.

અધિકારો પૂરા ન કરવાનાં કારણે દુનિયામાં ફિત્ના – ફસાદ થાય છે, અવ્યવસ્થા ફેલાય છે, ચોરી, લૂંટફાટ ની ઘટનાવો વધારે પ્રમાણમાં થાય છે, લોકો પર ઝુલમ થાય છે અને સ્ત્રીઓ, બાળકો, અને કમઝોરોનાં અધિકારો છીનવી લેવામાં આવે છે, કારણકે તે પોતાનો બચાવ નથી કરી શકતા અને તેનાં અંદર પોતાનાં અધિકારો હાસિલ કરવાની તાકત નથી હોતી. તેનાં કારણે શરીઅતે લોકોનાં અધિકારોને બયાન કર્યા છે અને તેને અદા કરવાનાં તરીકા સિખડાવ્યા છે.

તેથી કુર્આને કરીમમાં અલ્લાહ તઆલાનાં ઈરશાદ છેઃ

وَبِالْوٰلِدَيْنِ إِحْسٰنًا وَبِذِى الْقُرْبٰى وَالْيَتٰمَىٰ وَالْمَسٰكِينِ وَالْجَارِ ذِى الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَٰنُكُمْ

અને માં-બાપની સાથે સારો વ્યવ્હાર કરો અને બીજા સગા-વ્હાલા, યતીમો, ફકીરો, નજીક વાળા પડોશી, દૂર વાળા પડોશી, નજીક બેસવા વાળા અને મુસાફિરની સાથે સારો વ્યવ્હાર કરો (અને તેમની સાથે પણ સારો વ્યવ્હાર કરો) જો તમારી મિલકિયતમાં છે (ગુલામ અને બાંદિયોની સાથે પણ સારો વ્યવ્હાર કરો).

પડોશીઓનાં અધિકારો અદા કરવા પર ભાર

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાએ પડોશિઓનાં અધિકારો બયાન કર્યા છે અને અધિકારોને અદા કરવા માટે પ્રોત્સાહન આપ્યુ છે. તેથી ઘણી બઘી હદીષોમાં પણ પડોશિયોાનાં અધિકારોને અદા કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એક હદીષ માં વારિદ છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “તે મોમિન કામિલ નથી, જે પેટ ભરીને ખાય (જ્યારે કે તે જાણતો છે કે) તેની બાજૂમાં તેનો પડોશી ભૂકો છે.” (શોઅબુલ ઈમાન)

પડોશીઓનાં અધિકારો

એક રિવાયતમાં આવ્યુ છે કે હઝરત મુઆવિયા બિન હયદા (રદિ.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી અરજ કર્યુ હે અલ્લાહનાં રસૂલ ! મારા શિરે મારા પડોશીયોનું શું હક છે? આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ અગર તે બીમર થઈ જાય, તો તેની ઈયાદત કરો. અગર તેની વફાત થઈ જાય તો તેનાં જનાઝામાં શરીક થાવો. અગર તે કર્ઝ માંગે તો તેનાં કર્ઝને અદા કરો. અગર તે તંગદસ્તી(ગરીબી)માં છે તો તેની તંગદસ્તી(ગરીબી) પર પર્દા પોશી કરો(એવી રીતે કે તમે તેની જરૂરત પૂરી કરો અને કોઈની સામે જાહેર ન કરો), અગર તેને કોઈ સારી વસ્તુ મલે તો તેને મુબારક બાદી આપો. અગર તેને કોઈ મુસીબત અને તકલીફ પહોંચે, તો તેને તસલ્લી આપો. પોતાનું મકાન તેનાં મકાનથી ઊંચુ ન બનાવો કે તેનાં ઘરમાં હવા ન જાય અને તેને પોતાની હાંડીની ખુશ્બૂથી તકલીફ ન પહોંચાવો (ખાવાની ખુશ્બુથી તકલીફન આપો. તેનો મતલબ આ છે કે ખાવાનું એવી રીતે બનાવો કે તેની ખુશ્બુ ગરીબ પડોશીને પહોંચે અને તે તકલીફ મહસૂસ કરે, કારણકે આવા પ્રકારનું ખાવુ તેની હૈસિયતથી બાહર છે, જેવી રીતે ગોશ્ત ભૂંજવુ વગૈરહ) પરંતુ તેમાંથી પોતાનાં પડ઼ોશીનાં માટે થોડુ ખાવાનું કાઢ઼ી લો (અને તેનાં ઘરે મોકલી આપો). (મજમઉજ્જવાઈદ)

સહાબએ કિરામ (રદિ.) નું પડોશિયોનાં અધિકારો અદા કરવુ

સહાબએ કિરામ (રદિ.) પોતાનાં પડોશીઓનાં અધિકારોનો ઘણો ખ્યાલ રાખતા હતા અને તેની અદાયગીમાં ઝર્રા બરાબર પણ કોતાહી નહીં કરતા હતા, કારણકે તેઓને ખબર હતી કે દીનમાં પડોશીયોનાં અધિકારોથી સંબંધિત ઘણો વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

હઝરત મુજાહિદ (રહ.) ફરમાવે છે કે એક વખત હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) નાં ઘરમાં એક બકરી ઝબહ કરવામાં આવી. જ્યારે તેવણ તશરીફ લાવ્યા, તો ઘરવાળાથી પૂછ્યુઃ શું તમે આપણાં યહૂદી પડોશીનાં ઘરે કંઈ મોકલ્યુ? મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને આ કેહતા સાંભળ્યા છે કે હઝરત જીબ્રઈલ (અલૈ.) મને પડોશીનાં અધિકારોનાં બારામાં વારંવાર વસિય્યત કરતા રહ્યા, અહિંયા સુઘી કે મને આ ખ્યાલ થવા લાગ્યો કે તેવણ તેને પણ (મરવા વાળાનો) વારસાદર કરાર દેશે. (તિર્મીઝી શરીફ)

હઝરત હસન બસરી (રહ.) નો વાકિયો

હઝરત હસન બસરી (રહ.) નો એક વાકિયો લખેલ છે કે તેમનો એક ઈસાઈ પડોશી હતો. હઝરત હસન બસરી (રહ.) ઘરનાં નીચેનાં ભાગમાં રેહતા હતા અને ઈસાઈ ઘરનાં ઉપરનાં ભાગમાં રેહતો હતો. ઈસાઈનું ટોયલેટ પણ ઊપર હતુ. ત્યાંથી હઝરત હસન બસરી (રહ.) નાં ઘરમાં પેશાબનાં ટીપા પડતા હતા. હઝરત હસન બસરી (રહ.) એ તેનાં નીચે એક વાસણ મુકાવી દીઘુ હતુ. જ્યારે તે ભરાઈ જતુ હતુ. તો તેને ફેંકી દેતા હતા. તેમ છતા હઝન બસરી (રહ.) ક્યારેય પણ શિકાયત નહી કરતા હતા અને ઈસાઈને કંઈ પણ કેહતા નહી હતા. આ સિલસિલો વીસ વર્ષ સુઘી ચાલતો રહ્યો. એક દિવસે હઝરત હસન બસરી (રહ.) બીમાર થયા, તો તે ઈસાઈ ઈયાદત માટે હાજર થયો. જ્યારે તેણે ઘરની હાલત જોઈ, તો પૂછ્યુઃ હે અબુ સઈદ ! તમો આ તકલીફ ક્યારથી સહન કરી રહ્યા છો? હઝરત હસન બસરી (રહ.) જવાબ આપ્યોઃ વીસ વર્ષ થી. આ સાંભળી તેણે તરતજ પોતાની ઝુન્નાર તોળી અને ઈસ્લામ કબૂલ કરી લીઘો.

પડોશીઓનાં અધિકારો અદા ન કરવા પર વઈદો

જેવી રીતે પડોશીયોનાં અધિકારોનો ખ્યાલ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે એવીજ રીતે તે લોકોનાં બારામાં સખત વઈદો વારીદ થઈ છે જેઓ પોતાનાં પડોશીયોને તકલીફ પહોંચાડે છે.

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ અલ્લાહ તઆલા અને કયામતનાં દિવસ પર ઈમાન રાખે છે, તે પોતાનાં પડોશીને ન સતાવે.” (સહીહ બુખારી)

એક બીજી હદીષમાં આવ્યુ છે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) (ત્રણ વખત) ફરમાવ્યુ “ખુદાની કસમ તે બંદો મોમિન નથી, ખુદાની કસમ તે બંદો મોમિન નથી, ખુદાની કસમ તે બંદો મોમિન નથી, કોઈએ પૂછ્યુ યા રસૂલુલ્લાહ ! તે કોન માણસ છે? હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ જેનો પડોશી તેની મુસીબતોં (અને તકલીફ) થી સુરક્ષિત ન હોય.” (મિશ્કાત)

હઝરત અબુ હુરૈરહ (રદિ.) ની એક બીજી રિવાયતમાં છે કે એક માણસે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી અરજ કર્યુઃ હે અલ્લાહનાં રસૂલ ! ફલાણી ઔરત વિપુલ પ્રમાણમાં નમાઝ પઢે છે, રોઝા રાખે છે અને સદકો કરે છે, પણ પોતાનાં પડોશીને પોતાની ઝબાનથી તકલીફ પહોંચાડે છે (એવી ઔરતનાં બારામાં આપ શું ફરમાવો છો) નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ તે જહન્નમમાં જશે. તે માણસે કહ્યુઃ અને ફલાંણી ઔરત થોડી નફલ નમાઝો પઢે છે, કંઈક નફિલ રોઝા રાખે છ (ફરાઝઈઝ, વાજીબાત અને સુન્નતો પર સંતોષ કરે છે) અને પનીરનાં થોડા ટુકડા સદકો કરે છે અને પોતાનાં પડોશીને પોતાની જબાનથી તકલીફ પહોંચાડે છે (એવી ઔરતનાં વિશે આપ શું ફરમાવો છો) આપે ફરમાવ્યુઃ તે જન્નતમાં નહી જશે. (મજમઊજ જવવાઈદ)

ઊપર જણાવેલ બઘી હદીષોથી સારી રીતે સ્પષ્ટ થઈ ગયુ કે ઈસ્લામમાં પડોશીયોનાં અધિકારોને ઘણી વધારે મહત્તવતા આપવામાં આવી છે. તેથી આપણને જોઈએ કે તે બઘા અધિકારોને પૂરા અદા કરવાની ભરપૂર કોશિશ કરે.

અલ્લાહ તઆલા આપણને હુકૂકુલ ઈબાદને અદા કરવાની તૌફીક અતા કરે અને દીન તથા દુનિયાની ભલાઈઓની તરફ આપણી રેહનુમાઈ ફરમાવે. આમીણ યા રબ્બલ આલમીન.

Source: http://ihyaauddeen.co.za/?p=17478


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …