ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૧

હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) નું શરીઅતો સુન્નત પર કડક પાલન

જ્યારે લોકોએ હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.)નાં હાથ પર બયઅત કરી લીઘી અને આપ ખલીફા (શાસક) બની ગયા, તો તેવણે લોકોની સામે એક ખુત્બો પઢ્યો. સૌથી પેહલા તેવણે અલ્લાહ તઆલાની હમ્દો ષના (વખાણ) બયાન ફરમાવ્યાઃ

“લોકો ! હું તમારા પર શાસક (હાકિમ) નિયુક્ત કરવામાં આવ્યો છું, જ્યારે કે હું તમારામાંથી સૌથી બેહતર નથી. જો હું સારુ કામ કરૂં (એટલે પોતાની જવાબદારીઓ સારી રીતે પૂરી કરૂં) તો તમે મારું સમર્થન કરો અને જો બુરાઈની તરફ જાવું તો તમે મને સીઘો કરજો. સત્ય (સચ્ચાઈ) અમાનત છે અને ઝૂઠ ખયાનત છે.

“તમારો કમઝોર માણસ પણ મારા નઝદીક બળવાન છે, અહિંયા સુઘી કે હું તેનો હક (અધિકાર) પાછો અપાવી દઉં ઈન્શા અલ્લાહ અને તમારો બળવાન માણસ પણ મારા નઝદીક કમઝોર છે, અહિંયા સુઘી કે હું તેનાંથી બીજાનો હક (અધિકાર) અપાવી દઉં ઈન્શા અલ્લાહ.

“જે કૌમ જીહાદ ફી સબીલિલ્લાહ છોડી દે છે તેને અલ્લાહ તઆલા અપમાનિત કરી દે છે અને જે કૌમમાં બદકારી આમ (સામાન્ય) થઈ જાય છે અલ્લાહ તઆલા તેની મુસીબતને પણ આમ (સામાન્ય) કરી દે છે.

“હું ખુદા અને તેમનાં રસૂલની ઈતાઅત (આજ્ઞાપાલન) કરૂં, તો તમે મારી ઈતાઅત (આજ્ઞાપાલન) કરો, પણ જ્યારે ખુદા અને તેમનાં રસૂલની નાફરમાની કરૂં, તો તુમે મારી ઈતાઅત (આજ્ઞાપાલન) ન કરો.”

અચ્છા હવે નમાઝનાં માટે ઊભા થઈ જાવો, અલ્લાહ તઆલા તમારા પર રહમ કરે. (સીરહ ઈબ્ને હિશામ, ૨/૬૬૧)

હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) સુન્નતે નબવીનાં અમલી નમૂના (વ્યવહારુ ઉદાહરણ) હતા. ખલીફા બનવા પછી તેવણે જે પેહલો ખુત્બો આપ્યો, તેનાંથી આ વાત સાફ રીતે જાહેર થઈ રહી છે કે તેવણ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સુન્નતોં અને શરીઅતનાં કેટલા  મુત્તબિઅ અને ફરમાં બરદાર (આજ્ઞાકારી અને આધીન) હતા. તેમનાં જીવનનો અસલી મકસદ આજ હતો કે તેવણ શરીઅત પર મજબૂતીથી અમલ કરેં અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોંને સમગ્ર દુનિયામાં આમ કરે (ફેલાવે).

અમે દુઆ ગો છીએ કે અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાનાં જીવનમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નતોં પર મજબૂતીથી અમલ કરવામાં હઝરત અબુ બકર સિદ્દીક (રદિ.) અને બઘા સહાબએ કિરામ (રદિ.) નાં નકશે કદમ પર (પગલે પગલે) ચાલવાની તૌફીક મરહમત ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=18213


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …