પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૧)‎

بسم الله الرحمن الرحيم

બિશર હાફી (રહ.) – પોતાના સમયના મહાન વલી

બિશર હાફી (રહ.) પોતાનાં સમયનાં એક મહાન બુઝર્ગ અને અલ્લાહ તઆલાનાં વલી હતા. એક વખત તેવણને કોઈએ પૂછ્યુઃ તમો સલાહ તથા તકવાનાં આટલા ઉચ્ચ સ્થાન પર કેવી રીતે પહોંચ્યા? તમારી પ્રારંભિક સ્થિતિનું વર્ણન કરો ?

તેવણે જવાબ આપ્યોઃ આ માત્ર અલ્લાહ તઆલાનો ફઝલો કરમથી મળ્યુ છે. હું તમોને શું બતાવું? હું દીનથી દૂર હતો. એક દિવસે રસ્તામાં ચાલી રહ્યો હતો કે મને એક કાગળ દેખાયુ, મેં તેને ઉઠાવ્યુ, તેમાં “બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ” લખેલુ હતુ. મેં આસમાનની તરફ નજર ઉઠાવી અને કહ્યુઃ

હે મારા અલ્લાહ ! તમારુ નામ અહીંયા પડેલુ છે. પછી મેં તેને સારી રીતે સાફ કર્યુ અને ખિસ્સામાં રાખી લીઘુ. મારી પાસ માત્ર બે દિરહમ હતા, મેં તેનાંથી ખુશ્બુ ખરીદી અને ખુશ્બૂને કાગળ પર લગાવી. અને ઘરે જઈને તે કાગળને ઊંચી જગ્યા પર માન-સન્માનની સાથે મુકી દીઘુ.

પછી હું રાત્રે સુઈ ગયો, તો મેં સપનામાં જોયુ કે કોઈ મારાથી કહી રહ્યુ છેઃ હે બિશર ! તમે અમારુ નામ જમીનથી ઉઠાવ્યુ અને તેનાં પર ખુશ્બુ લગાવી, બેશક અમે તમારું નામ દુનિયા અને આખિરતમાં રોશન કરશું. આ અમલનાં કારણે અલ્લાહ તઆલાએ મને આ મકામ અતા ફરમાવ્યો. (કિતાબુત્તવ્વાબીન)

આ કિસ્સાથી ખબર પડી કે બિશર હાફી (રહ.) એ અલ્લાહ તઆલાનાં મુબારક નામની ઈઝ્ઝત કરી તેની સાથે માન-સન્માનનો વર્તાવ કર્યો, તો અલ્લાહ તઆલાએ તેવણને દુનિયા અને આખિરતમાં ઈઝ્ઝત બખશી અને તેવણને કુર્આનો હદીષનો એટલો વધારે ઈલ્મ આપ્યો કે તેઓ પોતાનાં સમયમાં એક મહાન મુહદ્દિષ બની ગયા અને ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) જેવા ઉચ્ચ કોટિનાં મુહદ્દિષે તેમનાં ઉલૂમ (જ્ઞાન)થી ફાયદો હાસિલ કર્યો.

ઉલમા બયાન કરે છે કે દીનથી સંબંઘિત બઘી વસ્તુઓ (જેવી રીતે કે કુર્આને કરીમ, અઝાન, મસ્જીદ, મુઅઝ્ઝિન વગૈરહ)ની તાઝીમ તથા એહતેરામ કરવુ અલ્લાહ તઆલાને ત્યાં કબૂલિયત હાસિલ કરવાનો મોટો ઝરીઓ છે.

નીચે એક વાકિયો નકલ કરવામાં આવે છે જેનાંથી અલ્લાહ તઆલાને ઓળખવાની અને દીની સમજણ (ન્યાયશાસ્ત્ર) અને સૂઝ(આંતરદૃષ્ટિ)નું સંપૂર્ણ પ્રતિબિંબ તેમનામાં જોવા મળે છે અને આજ વાકિયા બાદ ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) તેમની પૈરવી કરવાનું (અનુસરવાનું) શરૂ કર્યુ હતુઃ

હઝરત ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) નાં સમયમાં અબ્દુર્રહમાન નામનો એક ડોકટર હતો, જે બન્નેવ ઈમામોઃ ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) અને બિશર હાફી (રહ.)ની સારવાર કરતો હતો.

અબ્દુર્રહમાન ડોકટર કહે છે કે એક વખત એવુ થયુ કે ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) અને બિશર હાફી (રહ.) બીમાર થઈ ગયા. જ્યારે હું સારવાર માટે બિશર હાફી (રહ.)ની પાસે જતો અને તેમનાંથી પૂછતોઃ તમારી તબિયત કેવી છે? તો તેવણે પેહલા અલ્લાહ તઆલાની હમ્દ તથા પ્રશંસા બયાન કરવા પછી પોતાની હાલત બતાવી. અને જ્યારે અબુ અબ્દુલ્લાહ (ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.)) ની ખિદમતમાં હાજર થતો અને સવાલ કરતોઃ તમારી તબિયત કેવી છે? તો તેઓ જવાબ આપતાઃ હું ખૈરિયતથી છું.

એક દિવસે મેં ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.)થી કહ્યુઃ તમારા ભાઈ બિશર હાફી (રહ.) પણ બીમાર છે. જ્યારે હું તેમની હાલત પૂછુ છું, તો તેઓ સૌથી પેહલા અલ્લાહ તઆલાની તારીફ કરે છે પછી પોતાની હાલત બતાવે છે. તો ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) મને કહ્યુ કે બિશર હાફી (રહ.)ને પૂછો કે તેવણે આ તરીકો કોનાથી સિખ્યો છે? તો મેં એમને કહ્યુઃ મને એમને સવાલ કરતા બીક લાગે છે. તો ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.) કહ્યુઃ તેમને એવી રીતે કહો કે તમારા ભાઈ અબુ અબ્દિલ્લા (અહમદ બિન હમ્બલ (રહ.)) સવાલ કરી રહ્યા છે કે આપે આ તરીકો કોનાથી સિખ્યો છે?

અબ્દુર્રહમાન ડાકટર બયાન કરે છે કે હું બિશર હાફી (રહ.) પાસે ગયો અને આખી વાત ઝિકરી, તો તેવણે મને ખુશીમાં કહ્યુઃ અબુ અબ્દુલ્લાહને દરેક વસ્તુની સાથે પ્રમાણપત્ર જોઈએ. ઈબ્ને ઔન (રહ.)થી મરવી છે કે ઈમામ ઈબ્ને સીરીન (રહ.) ફરમાવ્યુઃ જ્યારે બંદો પોતાની બીમારીની શિકાયતથી પેહલા અલ્લાહ તઆલાની તારીફ કરે છે તો તે શિકાયત નથી હોતી. અને જ્યારે હું તમને આ કહું છું કે આ મારી હાલત છે તો હું તમને મારી કમઝોરી બતાવી રહ્યો છું અને હું તમને પોતાનાં ઉપર અલ્લાહ તઆલાની કુદરતથી વાકેફ કરૂ છું.

અબ્દુર્રહમાન બયાન કરે છે કે તેમની વાત સાંભળીને હું અબુ અબ્દુલ્લાહ (ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.)) પાસે ગયો અને તેમને પૂરી વાત બતાવી. ત્યાર બાદ જ્યારે પણ હું ઈમામ અહમદ બિન હમ્બલ (રહ.)ની પાસે જતો, તો તે સૌથી પેહલા અલ્લાહ તઆલાની તારીફ કરતા પછી પોતાની હાલત ઝિકર કરતા. (મનાકિબે ઈમામ અહમદ)

આ વાકિયાથી નીચે આપેલ નુકતા નિકળે છેઃ

(૧) ઈલ્મ નેક આલિમોથી હાસિલ કરવામાં આવે અને સાંભળેલી વાત અમલ કરવાથી તેની તહકીક કરવામાં આવે.

(૨) જ્યારે કોઈ માણસ મુસીબતોમાં હોય, તો તેને જોઈએ કે તે અલ્લાહ તઆલાની હમ્દો ષના બયાન કરે, જેથી કે આ વાત તેનાં ધ્યાનમાં હોવી જોઈએ કે તે અલ્લાહ તઆલાનાં ફૈસલાથી રાઝી અને ખૂશ છે.

(૩) કોઈ માણસ પર જ્યારે કોઈ મુસીબત તથા પરેશાની આવે તો તે અલ્લાહ તઆલાની બેશુમાર નઅમતોને યાદ કરે અને અલ્લાહ તઆલાની હમ્દો ષનાથી ગાફિલ ન રહે.

(૪) જ્યારે બંદો પોતાની પરેશાની બયાન કરવાથી પેહલા પોતાનાં રબની હમ્દ કરે છે, તો તેને અલ્લાહ તઆલાનાં ફૈસલાની શિકાયત કરવા વાળો નહી ગણવામાં આવશે.

(૫) બીમારિયોનો ઈલાજ કરવા માટે જાઈઝ તરીકા અપનાવવુ સુન્નતથી ષાબિત છે.

અલ્લાહ તઆલા આપણને બઘાને દીનની સહીહ સમજણ અતા ફરમાવે અને અકાબીરીનનાં તરીકાવો પર ચાલવાની તૌફીક ઈનાયત ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17453


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …