(૧૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ

સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે?

જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧]

વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ

સવાલઃ- જે લોકો મય્યિતને ગુસલ આપવા વાળા છે શું તેઓનાં પર વાજીબ છે કે તેઓ વુઝૂની હાલતમાં જ ગુસલ આપે?

જવાબઃ- મય્યિતને ગુસલ આપવા વાળાઓ પર વાજીબ નથી કે તેઓ વુઝુની હાલતમાં જ ગુસલ આપે, અલબત્તા અગર તેઓ મય્યિતને વુઝૂની હાલતમાં ગુસલ આાપે, તો બેહતર થશે.

અગર કોઈ જનાબતની હાલતમાં હોય અથવા કોઈ ઔરત હૈઝ (જેને માસિક આવેલુ હોય) અથવા નિફાસ (એવી સ્ત્રીઓ જેને પ્રસૂતિ પછી રક્તસ્ત્રાવ થતો હોય) ની હાલતમાં હોય, તો તેઓનાં માટે આ હાલતમાં મય્યિતને ગુસલ આપવુ મકરૂહ છે. [૨]

Source:


 

[૧] وإذا مات الرجل في السفر وليس هناك ماء طاهر ييمم ويصلى عليه هكذا في المحيط رجل مات ولم يجدوا ماء فيمموه وصلوا عليه (الفتاوى الهندية ۱/۱٦٠)

يجوز التيمم لمن كان بعيدا من الماء ميلا هو المختار في المقدار سواء كان خارج المصر أو فيه وهو الصحيح وسواء كان مسافرا أو مقيما هكذا في التبيين (الفتاوى الهندية ۱/۲۲)

[૨] وينبغي أن يكون غاسل الميت على الطهارة كذا في فتاوى قاضي خان ولو كان الغاسل جنبا أو حائضا أو كافرا جاز ويكره كذا في معراج الدراية ولو كان محدثا لا يكره اتفاقا هكذا في القنية (الفتاوى الهندية ۱/۱۵۹)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …