પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)‎

بسم الله الرحمن الرحيم

ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર

હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા.

એક વખત એવુ થયુ કે તે શામી માણસ લાંબા સમય સુઘી હઝરત ઉમર બિન ખત્તાબ (રદિ.) ની ખિદમતમાં હાજર નહી થયો, તો હઝરત ઉમર (રદિ.) ને તેની ફિકર થઈ, તો ફારૂકે આઝમ (રદિ.) લોકોથી તેનો હાલ પૂછ્યો. લોકોએ કહ્યુ કે અમીરૂલ મોમિનીન તેનો હાલ ન પૂછો. તે તો શરાબમાં મસ્ત રેહવા લાગ્યો. ફારૂકે આઝમ (રદિ.) પોતાનાં કાતિબ(લેખક) ને બોલાવ્યો અને કહ્યુ આ ખત લખોઃ

من عمر بن الخطاب إلى فلان بن فلان. سلام عليك فانى احمد اليك الله الذی لا اله إلا هو غافر الذنب وقابل التوب، شديد العقاب، ذي الطول، لا إله إلا هو إليه المصير

“ઉમર ઈબ્ને ખત્તાબનાં તરફથી ફલાણાં – ફલાણાંનાં નામે, અસ્સલામુ અલયક, ત્યારબાદ હું તમારાથી તે વખાણ રજુ કરું છું જેના સિવાય કોઈ ઈબાદતપાત્ર નથી, તે ગુનાહોને માફ કરનાર, તવબહને કબૂલ કરનાર, સખત અઝાબવાળો, મહાશક્તિશાળી છે, તેના સિવાય કોઈ ઈબાદતપાત્ર નથી, તેના જ તરફ પાછા વળીને જવાનું છે.”

પછી મજલિસમાં હાજરજનોને કહ્યું કે બધા મળીને તેના માટે દુઆ કરો કે અલ્લાહ તઆલા તેના હૃદયને ફેરવી દે અને તેની તવબહ કબૂલ કરે, ફારૂકે આ’ઝમ (રદિ.) એ જે સંદેશાવાહકના હાથે આ પત્ર મોકલ્યો હતો તેને સૂચના આપી હતી કે આ પત્ર તેને એવા સમયે ન આપે જ્યાં સુધી કે તે નશાની હાલતમાંથી હોશમાં ન આવે અને કોઈ બીજાને હવાલે ન કરે.

જ્યારે તેની પાસે હઝરત ફારૂકે આ’ઝમ (રદિ.) નો આ પત્ર પહોંચ્યો અને તેણે પઢયો તો વારંવાર તે શબ્દોને પઢતો અને વિચાર કરતો રહ્યો કે તેમાં મને સજાથી ડરાવવામાં પણ આવ્યો છે અને મા’ફ કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે અને પછી રડવા લાગ્યો તથા દારૂની લત છોડી દીધી, પછી એવી તવબહ કરી કે પછી તે તેની પાસે પણ ન ગયો.

જ્યારે હઝરત ઉમર (રદિ.) ને આ ખબર પહોંચી કે તે માણસ આપનાં પત્રથી ઘણો વધારે પ્રભાવિત થયો છે, તો તેવણે પોતાનાં સાથિયોથી ફરમાવ્યુઃ તમે પણ આવીજ રીતે કર્યા કરો. જ્યારે તમે કોઈને જોવો કે તેનાંથી ભૂલ થઈ ગઈ છે, તો તેની સુઘારણા (ઈસ્લાહ) ની ફિકર કરો અને અલ્લાહ તઆલાથી દુઆ કરો કે તેની તરફ રહમતની નજર ફરમાવે. અને તમે તેનાં ખિલાફ શૈતાનનાં મદદગાર ન બનો. (તફસીર કુરતુબી, તફસીર ઈબ્ને કસીર)

આ કિસ્સાથી સારી રીતે અંદજો લગાવી શકાય કે હઝરત ઉમર (રદિ.)નાં દિલમાં મુસલમાનોની સુઘારણા (ઈસ્લાહ)ની કેટલી વધારે ફિકર હતી અને તે લોકોનાં બારામાં કેટલા ફિકરમંદ રેહતા હતા. એજ બેચેની અને ફિકરે તે માણસની તરફ પત્ર લખવા અને તેનાં માટે દુઆ કરવા પર મજબૂર કર્યા.

સહાબએ કિરામ (રદિ.) ને આ ફિકર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝાતે અકદસથી હાસિલ થઈ હતી, કારણકે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને લોકોની ઈસ્લાહ(સુઘારણા)ની ફિકર દરેક સમયે રેહતી હતી. તેથી દરેક મુસલમાને પોતાનાં ભાઈની એવીજ રીતે ફિકર કરવી જોઈએ અને આ વાત પર ધ્યાન આપવુ જોઈએ કે તેની પોતાનાં ભાઈની દીની હાલત સુઘરી જાય.

હઝરત સલમાન ફારસી (રદિ.) નો ફરમાન છે કે “બે ભાઈઓની મિષાલ બન્નેવ હાથો જેવી છે તેમાંથી દરેક એક-બીજાને સાફ કરે છે અને બે ઈમાનવાળા જ્યારે પણ આપસમાં મળે છે, તો અલ્લાહ તઆલા તેમાંથી એકથી બીજાને ફાયદો પહોંચાડે છે.” (ઈતહાફુસ્સાદતિલ મુત્તકીન)

સ્પષ્ટ રહે કે હંમેશાનું સુખ અને સફળતા હાસિલ કરવા માટે ઈસ્લામનાં દરેક અહકામાતની પૈરવી (અનુસરવુ) જરૂરી છે અને ઈસ્લામનાં બઘા અહકામાતની પૈરવીનાં (અનુસરવા) માટે નિમ્નલિખિત કામોને પૂરા કરવા જરૂરી છેઃ

(૧) અલ્લાહ તઆલા અને તેમના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને દીનનાં બઘા અરકાનો પર ઈમાન લાવવુ

(૨) બઘા હુકમોને પૂરા કરવા અને બઘા રોકાવાનાં કામોથી બચવુ

(૩) મુસલમાનો ને અચ્છાઈનો હુકમ આપવુ અને મુસલમાનોંના માટે ભલાઈ ચાહવુ

(૪) એક-બીજાને સબર રાખવાની પ્રેરણા આપવી અને ઈસ્લામનાં અહકામાતની પાબંદીમાં એક-બીજાની મદદ કરવુ ખાસકરીને મુસીબતોં અને પરેશાનિયોંનાં સમયે.

આ ચાર વાતો સુરએ અસરમાં આવેલી છે.

અલ્લાહ તઆલા આપણને બઘાને દીનનાં અહકામ પર ચાલવાની અને એક-બીજાની સાથે ખૈર અને ભલાઈની તાકીદ કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન

Source: http://ihyaauddeen.co.za/?p=17412


Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …