નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

عن ابن عمر قال قال رسول الله صلى الله عليه وسلم من زار قبري وجبت له شفاعتي (سنن الدارقطني، الرقم: ۲٦۹۵) رواه البزار والدارقطني ‏قاله النووي وقال ابن حجر في شرح المناسك: رواه ابن خزيمة في صحيحه وصححه جماعة كعبد الحق والتقي السبكي وقال القاري في شرح الشفا ‏‏: صححه جماعة من أئمة الحديث. (فضائلِ حج صـ ۱۸۲)‏

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો આ ઈરશાદ નકલ કરે છે કે “જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.” (હું તેનાં માટે કયામતનાં દિવસે અલ્લાહ તઆલાથી જરૂર સિફારીશ કરીશ કે તેને બખશી દેવામાં આવશે).

સપનામાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું સિખાવેલુ દુરૂદ

કમાલ દમીરી (રહ.) શર્હુલ મિન્હાજમાં હઝરત શૈખ અબુ અબ્દિલ્લાહ બિન નોઅમાનથી નકલ કર્યુ છે કે તેમને સપનામાં સો વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારત થઈ. છેલ્લી વખત જ્યારે તેવણે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સપનામાં જોયા, તો તેવણે સવાલ કર્યોઃ હે અલ્લાહનાં રસૂલ ! તમારા પર કયુ દુરૂદ મોકલવુ મારા માટે વધારે અફઝલ છે? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ આ દુરૂદ પઢ્યા કરોઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ الَّذِيْ مَلَأْتَ قَلْبَهُ مِنْ جَلَالِكَ وَعَيْنَهُ مِنْ جَمَالِكَ ‏فَأَصْبَحَ فَرِحًا مَسْرُوْرًا مُؤَيَّدًا مَنْصُوْرًا

“હે અલ્લાહ ! અમારા આકા મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો, જેમનાં દિલને તમે પોતાનાં જલાલથી ભરી દીઘુ અને જેમની આંખને પોતાનાં જમાલથી ભરી દીઘી, તો તેવણ ખુશ-ખુશાલ થઈ ગયા અને જેની મદદ તથા નુસરત ગૈબથી કરવામાં આવી હોય.” (અલકવલુલ બદી- પેજ નં-૧૪૭)

વધારે પ્રમાણમાં દુરૂદ પઢવાનાં કારણે અલ્લાહ તઆલા તરફથી માન-સન્માન

અબુલ અબ્બાસ અહમદ બિન મનસૂર (રહ.) નાં વિષે મનકૂલ છે કે જ્યારે એમનો ઈન્તેકાલ થઈ ગયો, તો શીરાઝનાં એક માણસે એમને સપનાં માં જોયા કે તેઓ શીરાઝની જામેઅ મસ્જીદમાં ખૂબસૂરત કપડા અને હીરા જવેરાતથી શણગારેલ(સુશોભિત) તાજ પહેરી ઉભા છે. તો એમણે તેમને પૂછ્યુ કે અલ્લાહ તઆલાએ તમારી સાથે શું મામલો ફરમાવ્યો? એમણે જવાબ આપ્યોઃ “અલ્લાહ તઆલાએ મારી મગફિરત ફરમાવી દીઘી, મારો સન્માન કર્યો, મને તાજ પહેરાવ્યો અને મને જન્નતમાં દાખલ ફરમાવ્યો. તો એમણે પૂછ્યુઃ કયા અમલ(કામ)નાં કારણે? તેમણે કહ્યુઃ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વધારે પ્રમાણમાં દુરૂદશરીફ પઢવાનાં કારણે. (અલ કવલુલ બદીઅ)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

દુરૂદ શરીફ પઢવાની બરકતથી જરૂરતોનું પુરૂ થવુ

“જે વ્યક્તિ મારી કબરની પાસે ઊભો રહીને મારા પર દુરૂદ પઢે છે હું તેને પોતે સાંભળુ છું અને જે બીજી કોઈ જગ્યાએ દુરૂદ પઢે છે તો તેની દુનિયા અને આખિરતની જરૂરતો પૂરી કરવામાં આવે છે અને હું કયામતનાં દિવસે તેનો ગવાહ અને તેનો સિફારિશી થઈશ”...