નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૩

મહરનાં અહકામ(નિયમો)

(૧) નિકાહથી પેહલા મહરની મિકદાર (રકમ) નક્કી કરી લેવી જોઈએ.

(૨) છોકરીને મહરે મિષ્લ આપવુ જોઇએ. મહરે મિષ્લથી મુરાદ તે મહર છે જે છોકરીનાં વાલિદનાં પરિવારની ઔરતોને આપવામાં આવે છે. વાલિદનાં ખાનદાનની ઔરતોથી મુરાદ તે ઔરતો છે જે છોકરીની હમ ઉમર છે અને સુંદરતામાં (બાકિરા (અપરિણિત છોકરી) હોવામાં અથવા ષય્યિબા(બેવા) હોવામાં) તેના જેવીજ છે. તથા તેમનાં નિકાહ પણ લગભગ તેજ સમયમાં થયા હોય, જે સમયમાં છોકરીનાંનાં નિકાહ થઈ રહ્યા હોય. [૧]

(૩) અગર છોકરો મહરે મિષ્લથી ઓછુ મહર આપવાનો પ્રસ્તાવ કરે અને છોકરી અને છોકરીનાં વડીલો તે મહરની મિકદારને કબૂલ કરી લે અને તેઓ તે મિકદારથી ખુશ છે, તો આ જાઈઝ છે. [૨]

(૪) અગર છોકરો મહરે ફાતમી આપવા ચાહે અને મહરે ફાતમી મહરે મિષ્લનાં બરાબર હોય અથવા તેનાંથી વધારે હોય, તો આ જાઈઝ છે અને અગર મહરે ફાતમી મહરે મિષ્લથી ઓછી હોય, પણ છોકરી અન છોકરીનાં વડીલો આ મિકદારથી રાઝી હોય, તો આ પણ જાઈઝ છે. [૩]

(૫) મહરની મિકદાર ઘણી વધારે વધારવી અને ગુલુ કરવુ શરીઅતમાં પસંદીદા નથી. આ હદીષ શરીફનાં શિક્ષણનાં વિરૂદ્ઘ છે. તેથી અગર કોઈ માણસ ઔરતને તેનાં મહરે મિષલથી વધીને ઘણી વધારે મહર આપી દે, તો તેનો આ અમલ સુન્નતનાં વિરૂદ્ઘ થશે.

અગર કોઈ મહરની મિકદાર માત્ર દેખાડવા માટે વધારે, તો આ અમલ શરીઅતમાં મમનુઅ અને હરામ છે.

હઝરત ઉમર (રદિ.) ફરમાવ્યુ કે ખબરદાર મહર વધારીને નક્કી ન કરો. એટલા માટે કે અગર આ ઈઝ્ઝતની વાત હોતે દુનિયામાં અને તકવાની વાત હોતે અલ્લાહ તઆલાનાં નજદીક, તો તમારા પૈગમ્બર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેનાં વધારે મુસ્તહિક (હકદાર) હતા. [૪]

(૬) અગર નિકાહનાં સમયે મહર નક્કી કરવામાં ન આવી હોય (અને નિકાહથી પેહલા પણ મહરની મિકદાર બયાન કરવામાં ન આવી હોય) તો બિવી માટે મહરે મિષ્લ વાજીબ થશે. [૫]


[૧] ويعتبر في مهر المثل أن تتساوى المرأتان في السن والجمال والمال والعقل والدين والبلد والعصر لأن مهر المثل يختلف باختلاف هذه الأوصاف وكذا يختلف باختلاف الدار والعصر قالوا ويعتبر التساوي أيضا في البكارة لأنه يختلف بالبكارة والثيوبة (الهداية ۲/۳۳۳)

[૨] [૩] وإذا تزوجها على حكمها أو حكمه أو حكم أجنبي كانت التسمية فاسدة ثم إن كان التزوج على حكم الزوج ينظر إن حكم بمهر مثلها أو أكثر فلها ذلك وإن حكم بأقل من مهر مثلها فلها مهر مثلها إلا أن ترضى بالأقل وإن كان التزوج على حكمها فإن حكمت بمهر مثلها أو أقل فلها ذلك (الفتاوى الهندية ۱/ ۳٠۳)

[૪] عن أبي العجفاء السلمي قال: قال عمر بن الخطاب: ألا لا تغالوا صدقة النساء فإنها لو كانت مكرمة في ‏الدنيا أو تقوى عند الله لكان ‏أولاكم بها نبي الله صلى الله عليه وسلم ما علمت رسول الله صلى الله عليه وسلم ‏نكح شيئا من نسائه ولا أنكح شيئا من بناته على أكثر من ثنتي ‏عشرة أوقية (سنن الترمذي، الرقم:۱۱۱٤، ‏وقال: هذا حديث حسن صحيح)‏

[૫] (وإن لم يسم لها مهرات أو شرط أن لا مهر لها  فلها مهر المثل بالدخول والموت والمتعة بالطلاق قبل الدخول) ‏لأن النكاح صح فيجب ‏العوض لأنه عقد معاوضة والمهر وجب حقا للشرع على ما بينا والواجب الأصلي مهر ‏المثل لأنه أعدل فيصار إليه عند عدم التسمية بخلاف ‏حالة التسمية لأنهم رضوا به فإن كان أقل من مهر المثل ‏فقد رضيت بالنقصان وإن كان أكثر فقد رضي بالزيادة قال عليه الصلاة والسلام: ‏المهر ما تراضى عليه ‏الأهلون (الاختيار لتعليل المختار ۳/۱٠۲)‏

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...