સૌથી અફઝલ હમ્દ અને દુરૂદ

حكى لي الحسين بن حمدون، عن أستاذ له يقال له: عبد الله، ويكنى: أبا ‏محمد، يعرف بابن المشقر الموصلي، وكان من أهل الفضل، وكان يسكن ‏‏(معلثا)، أنه قال:‏‎ ‎من أحب أن يحمد الله بأفضل ما حمده أحد من ‏خلقه من الأولين والآخرين، والملائكة المقربين، وأهل السموات ‏والأرضين. ويصلي على محمد صلى الله عليه وسلم أفضل ما صلى عليه ‏أحد ممن ذكره غيره، ويسأل الله أفضل ما سأله أحد من خلقه، فليقل:‏‎ ‎اللهم لك الحمد كما أنت أهله، فصل على محمد كما أنت أهله، وافعل ‏بنا ما أنت أهله، فإنك أهل التقوى وأهل المغفرة‎ ‎‏ (الإعلام بفضل الصلاة ‏على النبي ۱/۵۷)‏

એક અલ્લામા જેવણ ઈબ્નુલ મુશ્તહિરનાં નામથી મશહૂર છે એવુ કહે છે કે જે માણસ એ ચાહતો હોય કે અલ્લાહ તઆલાની એવી હમ્દ કરે જે તે બઘી (હમ્દ)થી વધારે અફઝલ હોય જે હજી સુઘી તેની મખલુકમાં કોઈએ કરી હોય પેહલા લોકોમાં અને છેલ્લે આવેલા લોકોમાં અને સૌથી કરીબ તરીન મલાઈકા આસમાનવાળાઓ અને જમીનવાળાઓથી પણ અફઝલ હોય, અને એવીજ રીતે આ ચાહે કે હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર એવુ દુરૂદ શરીફ પઢે જે તે બઘા (દુરૂદ)થી અફઝલ હોય જેટલા દુરૂદ કોઈએ પઢ્યા હોય અને એવીજ રીતે આ પણ ચાહતો હોય કે તે અલ્લાહ તઆલાથી કોઈ એવી વસ્તુ માંગે જે તે બઘાથીઅફઝલ હોય જે કોઈએ માંગી હોય, તો તે આ પઢ્યા કરેઃ

اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ كَمَا أَنْتَ أَهْلُهُ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا أَنْتَ أَهْلُهُ وَافْعَلْ بِنَا مَا أَنْتَ ‏أَهْلُهُ فَإِنَّكَ أَهْلُ التَّقْوٰى وَأَهْلُ الْمَغْفِرَةِ

“હે અલ્લાહ ! તમારા માટેજ હમ્દ છે જે તમારી શાનનાં મુનાસિબ છે પસ તમે મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો જે તમારી શાનનાં મુનાસિબ છે અને અમારી સાથે પણ તે મામલો કરો જે તમારી શાયાને શાન હો. બેશક તમોજ તેનાં લાયક છો કે તમારાથી ઘબરાવામાં આવે અને મગફિરત કરવા વાળા છો.”

ઈમામ શાફિઈ (રહ.)નાં પાંચ દુરૂદ

ઈમામ શાફિઈ (રહ.)ની એક હિકાયત છે કે તેમનાં ઈન્તેકાલ બાદ કોઈએ સપનામાં જોયા અને મગફિરતું કારણ પૂછ્યુ, તેવણે ફરમાવ્યુ આ પાંચ દુરૂદ શરીફ જુમ્આની રાતમાં પઢ્યા કરતા હતાઃ

اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ عَدَدَ مَنْ صَلّٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ بِعَدَدِ مَنْ لَمْ يُصَلِّ عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا اَمَرْتَ أَنْ يُصَلّٰى عَلَيْهِ وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تُحِبُّ اَنْ يُّصَلّٰى عَلَيْه وَصَلِّ عَلٰى مُحَمَّدٍ كَمَا تَنْبَغِيْ الصَّلَاةُ عَلَيْهْ

“હે અલ્લાહ ! મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ  ફરમાવ તે લોકોની સંખ્યાનાં અનુસાર જેવણે તેમનાં પર દુરૂદ મોકલ્યુ અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવ તે લોકોની સંખ્યાનાં અનુસાર જેવણે એમના પર દુરૂદ નથી મોકલ્યુ અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવ જેવી રીતે તમે એમનાં પર દુરૂદ મોકલવાનો હુકમ આપ્યો છે અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ નાઝિલ ફરમાવ જેવી રીતે આષે તેમનાં પર દુરદ મોકલવાનું પસંદ ફરમાવો છો અને મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો, જેવી રીતે એમનાં પર દુરૂદ મોકલવાનું મુનાસિબ છે.” (ફઝાઈલે દુરૂદ, પેજ નં-૧૫૪)

હઝરત અબુલ ખૈર અક઼તઅ (રહ.) નો વાકિઓ

હઝરત અબુલ ખૈર અકતઅ (રહ.) ફરમાવે છે કે હું મદીના મુનવ્વરહ ગરીબી અને ભૂખની હાલતમાં આવ્યો અને પાંચ દિવસ એવી હાલતમાં પસાર થયા કે મને એક લુકમો (કોડિયો) પણ ખાવા માટે ન મળ્યો.

છેવટે હું રોઝએ મુબારક પર હાજર થયો અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ, હઝરત અબૂ બક્ર રદિ અલ્લાહુ ‘અન્હુ અને હઝરત ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુ ની ખિદમતમાં સલામ પેશ કર્યા પછી મેં કહ્યુ, હે અલ્લાહનાં રસૂલ! આજની રાત હું તમારો મેહમાન છું.

ત્યાર પછી હું ત્યાંથી હટી ગયો અને મિમ્બરનાં પાછળ જઈને સુઈ ગયો.

મેં ખ્વાબ માં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની ઝિયારત કરી અને મેં જોયુ કે હઝરત અબુ બક્ર રદિ અલ્લાહુ ‘અન્હુ આપની જમણી તરફ, હઝરત ઉમર રદિ અલ્લાહુ ‘અન્હુ આપની ડાબી તરફ અને હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ આપની સામે તશરીફ ફરમા છે.

હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુ એ મને કહ્યુ, ઊભા થઈ જાવો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તારી પાસે તશરીફ લાવી રહ્યા છે. હું ઊભો થઈ ગયો અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની આંખોની દરમિયાન બોસો આપ્યો.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે મને એક રોટલી આપી. મેં અડધી રોટલી ખાઘી પછી મારી આંખ ખુલી ગઈ, તો મેં જોયુ કે બાકી બચેલી અડધી રોટલી મારા હાથ માં છે. (અલ કવલુલ બદીઅ, પેજ નં-૧૮૭, તબકાતુસ સુફિયા, પેજ નં-૨૮૧)

يَا رَبِّ صَلِّ وَسَلِّم دَائِمًا أَبَدًا عَلَى حَبِيبِكَ خَيرِ الخَلْقِ كُلِّهِمِ

Source:

Check Also

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅતની પ્રાપ્તી

“જે માણસે મારી કબરબી ઝિયારત કરી, તેનાં માટે મારી શફાઅત જરૂરી થઈ ગઈ.”...