જીવનના દરેક પાસામાં મુબારક સુન્નતની ઈત્તેબાઆ ‎કરવાનો પ્રયાસ કરો

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ

“શમાઈલ (હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનાં મુબારક જીવનનાં તરીકાવો એટલે રેહણી કરણી, કપડા પહેરવા અને ખાવા પીવાવગૈરહ ) નો ખૂબ મુતાલો (વાંચન) રાખો. જે વસ્તુઓ પર અમલ ‎ન થઈ શકે તો ઓછામાં ઓછુ તેને દિલથી સારૂ સમજો કે હોવુ તો ‎આજ જોઈએ. પણ આપણે પોતાની નબળાઈ અને અસહિષ્ણુતા નાં ‎કારણે એવુ નથી કરી શકતા.‎

મારા ચાચા (હઝરત મૌલાના મહમંદ ઈલ્યાસ સાહબ (રહ.)) પણ ‎મને ઈત્તેબાએ સુન્નતની નસીહત ફરમાવી હતી અને એ કે પોતાનાં ‎દોસ્તોને પણ તેની તાકીદ કરતા રેહજો.” (મલફુઝાતે શૈખ, પેજ નં- ૩૩)

Source: https://ihyaauddeen.co.za/?p=6144


 

Check Also

ત્રણ તબકાઓમાં ખુસૂસિયતથી જવું

હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહબ રહમતુલ્લાહિ અલૈહએ એક વખત ઇરશાદ ફરમાવ્યું: આપણી તબ્લીગમાં કામ કરવા …